લગ્ન કર્યા બાદ 'લીલા' ફિલ્મ્સને કહેશે અલવિદા, કારણ જાણીને લાગશે નવાઈ

લાંબા સમયથી દીપિકા તથા રણવિરના લગ્નની ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ્સ પ્રમાણે, બંનેના પરિવારે ચાર ડેટ્સ ફાઈનલ કરી છે.

divyabhaskar.com | Updated - Apr 01, 2018, 12:00 PM
deepika and ranveer will tie the knot end of the year 2018

મુંબઈઃ લાંબા સમયથી દીપિકા તથા રણવિરના લગ્નની ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ્સ પ્રમાણે, બંનેના પરિવારે ચાર ડેટ્સ ફાઈનલ કરી છે. બંને સપ્ટેમ્બર અથવા ડિસેમ્બરમાં લગ્ન કરે તેવી શક્યતા છે. સૂત્રોના મતે, દીપિકા લગ્ન બાદ એક્ટિંગ છોડી દેશે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે લગ્ન બાદ બહુ બધા બાળકો ઈચ્છે છે.

બંને પરિવાર લગ્નની તૈયારીમાં વ્યસ્તઃ
લગ્નમાં માત્ર પરિવાર તથા ક્લોઝ ફ્રેન્ડ્સ સામેલ હશે. અત્યારે દીપિકા-રણવિરે એ નક્કી નથી કર્યું કે તેઓ ક્યા રિસેપ્શન આપવાના છે. ગયા અઠવાડિયે બંને પરિવાર વચ્ચે લગ્નને લઈ એક મિટિંગ થઈ હતી. લગ્નની ડેટ ફાઈનલ થયા બાદ નક્કી થશે કે ભારતમાં લગ્ન થશે કે વિદેશમાં. દીપિકાની બહેન અનિષા તથા મોમ ઉજ્જવલાએ લગ્નનું શોપિંગ શરૂ કરી દીધું છે.

(વાંચો, ક્યારેય દીપિકા-રણવિરે સ્વીકાર્યું નથી કે બંને કરે છે એકબીજાને ડેટ...)

deepika and ranveer will tie the knot end of the year 2018

ક્યારેય નથી સ્વીકારી આ વાતઃ
દીપિકા અને રણવિર અનેકવાર સાથે જોવા મળ્યા છે પરંતુ તેમણે એ વાતનો ક્યારેય સ્વીકાર કર્યો નથી કે બંને એકબીજાને ડેટ કરે છે. રણવિરને એક ઈન્ટરવ્યૂમાં દીપિકાના સંબંધોને લઈ સવાલ કરવામાં આવ્યો હતો પરંતુ તેણે એવો જવાબ આપ્યો હતો કે તેની કો-સ્ટારે તેને એક સારો વ્યક્તિ બનવામાં મદદ કરી છે અને તે ખુશ છે કે તે તેના જીવનનો હિસ્સો છે. 

deepika and ranveer will tie the knot end of the year 2018

ઈચ્છે છે બહુ બધા બાળકોઃ
દીપિકાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે લગ્ન બાદ એક્ટિંગ છોડી દેશે અને પોતાની ફેમિલી લાઈફમાં વ્યસ્ત બનશે. તે બહુ બધા બાળકો ઈચ્છે છે પણ તેને ખબર નથી કે આ બધુ ક્યારે થશે. 

deepika and ranveer will tie the knot end of the year 2018

ડેસ્ટિનેશન વેડિંગઃ
સૂત્રોના મતે, દીપિકા તથા રણવિર ડેસ્ટિનેશન વેડિંગ ઈચ્છતા હતા. જોકે, રણવિરના પેરેન્ટ્સ ઈચ્છે છે કે લગ્ન મુંબઈમાં જ થાય, જેથી પરિવારના તમામ સંબંધીઓ આવી શકે. 

X
deepika and ranveer will tie the knot end of the year 2018
deepika and ranveer will tie the knot end of the year 2018
deepika and ranveer will tie the knot end of the year 2018
deepika and ranveer will tie the knot end of the year 2018
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App