શા માટે બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ તોડ્યાં હતાં રણવિર સિંહ સાથેના સંબંધો?

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હવે મિસિસ કોહલી બની ગઈ છે

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 01:31 PM
anushka sharma and ranveer singh date during band baja barat shooting

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હવે મિસિસ કોહલી બની ગઈ છે. જોકે, એક સમયે અનુષ્કા શર્માનાં સંબંધો રણવિર સિંહ સાથે હતાં. બંનેએ ફિલ્મ 'બેન્ડ બાજા બારાત'માં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા થવા લાગી હતી. જોકે, થોડો સમય બાદ જ બંને અલગ થઈ ગયા હતાં. બંનેએ 'દિલ ધડકને દો' તથા 'લેડિઝ વર્સિસ રિકી બહલ'માં સાથે કામ કર્યું હતું.


કરનના શોમાં અફેર હોવાનો કર્યો હતો સ્વીકારઃ
કરન જોહરના ચેટ શો 'કૉફી વિથ કરન'માં અનુષ્કા તથા રણવિર સાથે આવ્યા હતાં અને બંને વચ્ચે અફેર હોવાની વાત સાબિત થઈ હતી. અહીંયા બંનેએ એકબીજા પર જોક્સ કહ્યાં હતાં. અનુષ્કાએ હસતા હસતા કહ્યું હતું કે રણવિર ગંદો હોવાથી તે તેને ડેટ કરતી નથી.


2011માં સંબંધોમાં પડી તિરાડઃ
આઈફા 2011માં રણવિરે સોનાક્ષી સિંહા સાથે પર્ફોમન્સ આપ્યું હતું. આ વાત અનુષ્કાને બિલકુલ પસંદ આવી નહોતી. અનુષ્કા આ વાતને લઈને રણવિર સાથે ઝઘડી પણ હતી. આ ઝઘડો આઈફામાં અન્ય મહેમાનોની હાજરીમાં થયો હતો. આ ઘટના બાદ આખા આઈફા ફંક્શનમાં બંનેએ એકબીજા સાથે વાત પણ કરી નહોતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈર્ષ્યાને કારણે બંનેના સંબંધોમાં તિરાડ પડી હતી. અનુષ્કા તે સમયે બિગ બેનર્સ ફિલ્મ્સમાં કામ કરતી હતી. જ્યારે રણવિર સિંહ હજી બોલિવૂડમાં સંઘર્ષ કરતો હતો. 'રામ લીલા'ના શૂટિંગ દરમિયાન દીપિકા તથા રણવિર એકબીજાની અતિ નિકટ આવી ગયા હતાં અને ત્યારબાદ રણવિર-અનુષ્કાના સંબંધો હંમેશ માટે તૂટી ગયા હતાં. રણવિરથી અલગ થયા બાદ અનુષ્કાના સંબંધો ક્રિકેટર વિરાટ કોહલી સાથે બંધાયા હતાં.


અનુષ્કાને મિસ કરતો હતો રણવિરઃ
2013માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં રણવિરે કહ્યું હતું કે તેમણે એકબીજા સાથે વાત કરવાનું બંધ કર્યું અને તેને કારણે તેમના સંબંધોમાં અંતર આવી ગયું હતું. જેથી તેમના સંબંધો તૂટ્યા હતાં. તે હજી પણ તેને(અનુષ્કા) યાદ કરે છે. તે એકદમ પ્રેમાળ વ્યક્તિ છે. ઘણી વ્યક્તિઓ તેને ખોટી સમજે છે. તે ઘણી જ પ્રેમાળ તથા પ્રામાણિક વ્યક્તિ છે. ચાહકોને એમ લાગશે કે તે તેના વિશે વધુ પડતી વાત કરી રહ્યો છે પરંતુ તે જીવનમાં જે થોડાં લોકોને મળ્યો તેમાંથી તે ઘણી જ સારી છે. તેને ત્યારે ગુસ્સો આવે છે, જ્યારે તેના બદલે તેના વિશે નેગેટિવ આર્ટિકલ્સ લખવામાં આવે છે.

પ્રિયંકા ચોપરાની એન્ગેજમેન્ટ રિંગ છે એક કરોડ રૂપિયાની, અનુષ્કા શર્માથી લઈ બચ્ચન બહુની સગાઈની Ringની કિંમત

X
anushka sharma and ranveer singh date during band baja barat shooting
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App