તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટો ખુલાસોઃ સની લિયોનને જે ભારતમાં મળ્યું તે અમેરિકામાં ક્યારેય ના મળત, કારણ કે તે એક પોર્ન સ્ટાર હતીઃ પૂજા ભટ્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ તથા ડિરેક્ટર પૂજા ભટ્ટે કહ્યું હતું કે અમેરિકાએ સની લિયોનને પોર્ન ફિલ્મ્સને કારણે સ્વીકારી નહોતી. ત્યારે તેને ભારતે અલગ ઓળખ આપી હતી. પૂજાએ આ નિવેદન એક મીડિયા હાઉસના કોન્ક્લેવમાં કહ્યું હતું. પૂજા મહિલાઓ પર થતાં અત્યાચારો અંગે વાત કરી હતી.


અમેરિકા સનીને ક્યારેય સ્વીકારતું નથીઃ
પૂજાની માનીએ તો અમેરિકન ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ સની લિયોનને અપનાવવાનો ઈનકાર કર્યો હતો. ત્યારે સનીએ બોલિવૂડમાં આવવાનો નિર્મય લીધો હતો અને આજે તે લોકપ્રિય એક્ટ્રેસ છે. પૂજાએ કહ્યું હતું કે સની લિયોનને ભારતમાં તેણે ઈન્ટ્રોડ્યૂસ કરી હતી. અમેરિકાએ સનીને મેઈન સ્ટ્રિમ સિનેમામાં સ્વીકારી નહોતી. આજે ભારતમાં માતાઓ પોતાની દીકરીઓ સાથે સનીની પાસે જાય છે. સનીએ તેને કહ્યું હતું કે જે ભારતમાં થયું, તે અમેરિકામાં ક્યારેય શક્ય નહોતું. કારણ કે તે પોર્ન એક્ટ્રેસ રહી ચૂકી હતી.


'બિગ બોસ 5'માં આવી હતી સની લિયોનઃ
2011માં રિયાલિટી શો 'બિગ બોસ'ની પાંચમી સિઝનમાં સનીએ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી. શોના એક એપિસોડ દરમિયાન ડિરેક્ટર મહેશ ભટ્ટ મહેમાન બનીને આવ્યા અને સનીને 'જીસ્મ 2' માટે સિલેક્ટ કરી હતી, જેને પૂજા ભટ્ટે ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ ફ્લોપ રહી હતી. જોકે, સનીને એક પછી એક ફિલ્મ મળવા લાગી હતી. ત્યારબાદ તેણે 'જેકપોટ', 'રાગિની એમએમએસ', 'એક પહેલી લીલા', 'કુછ કુછ લોચા હૈં', 'મસ્તીઝાદે', 'વન નાઈટ સ્ટેન્ડ' સહિતની ફિલ્મ્સમાં કામ કર્યું છે. 'સ્પ્લિટ્સવીલા'ની સાતમી, આઠમી, નવમી, દસમી તથા 11મી સિઝન હોસ્ટ કરી છે.


એક ડરને કારણે પૂજા આવી ફિલ્મમેકિંગમાં:
23ની ઉંમરમાં પૂજાએ ફિલ્મમેકર બનાવવાનો નિર્ણય કર્યો હતો. તેને જે ફિલ્મ્સ ઓફર થતી હતી, તેને લઈને કામનો ડર હતો. પૂજાએ કોન્ક્લેવમાં કહ્યું હતું કે તે ફિલ્મ ડિરેક્ટર્સને સ્ક્રિપ્ટ અંગે પૂછતી હતી અને આ વાત ડિરેક્ટર્સને પસંદ નહોતી. તેની આ આદતને કારણે ડિરેક્ટર્સ કહેવા લાગ્યા હતાં કે મહેશ ભટ્ટની દીકરીનું મગજ ખરાબ થઈ ગયું છે. આથી 1997માં પૂજાએ 'તમન્ના' બનાવી હતી, જે ફ્લોપ થઈ હતી. જોકે, આ ફિલ્મ માટે તેને નેશનલ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ તેને 'દુશ્મન', 'જખ્મ', 'જિસ્મ' બનાવી હતી.

 

બોલિવૂડ એક્ટ્રેસની આ ચાર વાતોથી 'ગંદુ' દેખાય છે બોલિવૂડ, જમીન પર જોવા મળશે 'સ્ટાર્સ'