પતિના પ્રેમમાં ઐશ્વર્યા રાયે છોડી વધુ એક ફિલ્મ! અત્યાર સુધી છોડી ચૂકી છે 15 ફિલ્મ્સ

અભિષેક બચ્ચનની સાથે 'ગુલાબ જામુન' માટે સંજય લીલા ભણશાલીની ફિલ્મ ઠુકરાવ્યા બાદ તેણે 'વો કૌન થી' હોલ્ડ પર મૂકી દેવામાં આવી

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 11:03 AM
bollywood actress aishwarya rai rejected sanjay leela bhansali untitled film

મુંબઈઃ અભિષેક બચ્ચનની સાથે 'ગુલાબ જામુન' માટે સંજય લીલા ભણશાલીની ફિલ્મ ઠુકરાવ્યા બાદ તેણે 'વો કૌન થી' હોલ્ડ પર મૂકી દેવામાં આવી હતી. જોકે, હવે જ્યારે આ ફિલ્મ બનાવવાની ફરીવાર જાહેરાત કરવામાં આવી ત્યારે ઐશ્વર્યાને સ્થાને બિપાશા બાસુને લેવામાં આવી છે. ઐશ્વર્યા હાલમાં અભિષેક બચ્ચન સાથે 'ગુલાબજામુન'માં કામ કરી રહી છે અને તેણે અન્ય કોઈ ફિલ્મ સાઈન કરી નથી.

પહેલાં પણ ઠુકરાવી ચૂકી છે ફિલ્મ્સઃ
ઐશ્વર્યાની ફિલ્મી કરિયરની વાત કરીએ તો તે પહેલાં પણ ઘણી ફિલ્મ્સ ઠુકરાવી ચૂકી છે અથવા તો તેને ફિલ્મમાંથી પડતી મૂકવામાં આવી છે. 2014માં ફરાહ ખાને પોતાની ફિલ્મ 'હેપી ન્યૂ યર' માટે એશનો એપ્રોચ કર્યો હતો પરંતુ એશને અભિષેકની એક્ટ્રેસ બનવું હતું અને ફરાહે આ વાત ના માની ત્યારે તેણે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

(વાંચો, આ 14 ફિલ્મ્સમાં પણ ઠુકરાવી ચૂકી છે ઐશ્વર્યા....)

ત્રણ મહિના પહેલાં જે ડ્રેસમાં જોવા મળી હતી ચિરંજીવીની વહુ, તે જ ડ્રેસ પહેરીને નણંદના સ્ટોર લોન્ચિંગમાં આવી ઐશ્વર્યા

bollywood actress aishwarya rai rejected sanjay leela bhansali untitled film

રાજા હિન્દુસ્તાની(1996)
'ધ કપિલ શર્મા શો'માં એશે ખુલાસો કર્યો હતો તેણે આમિર ખાનની ફિલ્મ 'રાજા હિન્દુસ્તાની' ઠુકરાવી દીધી હતી. તે સમયે એશ ઘણી જ યંગ હતી અને ભણતી હતી. આખી જ તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ કરિશ્માને લેવામાં આવી હતી.

bollywood actress aishwarya rai rejected sanjay leela bhansali untitled film

બાજીરાવ મસ્તાની(2015)
સંજય લીલા ભણશાલી 'બાજીરાવ મસ્તાની' એશ તથા સલમાન ખાનને લઈ બનાવવા માંગતો હતો. જોકે, બંને વચ્ચે બ્રેક-અપ થયા બાદ આ પ્રોજેક્ટ અટકી ગયો હતો. વર્ષો બાદ સંજયે રણવિર સિંહ, દીપિકા તથા પ્રિયંકા ચોપરાનેલ ઈને આ ફિલ્મ બનાવી હતી.

bollywood actress aishwarya rai rejected sanjay leela bhansali untitled film

કુછ કુછ હોતા હૈં(1998)
કરન જોહરે ઐશ્વર્યાને 'કુછ કુછ હોતા હૈં' ઓફર કરી હતી. જોકે, એશે ડેટ્સ ના હોવાનું કારણ ધરીને આ ફિલ્મ ઠુકરાવી હતી. ત્યારબાદ આ રોલ રાનીને ઓફર થયો હતો.

bollywood actress aishwarya rai rejected sanjay leela bhansali untitled film

દોસ્તાના (2008)
કરન જોહરે 'દોસ્તાના' પણ એશને ઓફર કરી હતી. આ ફિલ્મમાં જ્હોન તથા અભિષેક બચ્ચન હતાં. જોકે, તે સમયે પણ એશે ડેટ્સનું કારણ આપ્યું હતું અને ફિલ્મ પ્રિયંકા ચોપારને મળી ગઈ હતી.

bollywood actress aishwarya rai rejected sanjay leela bhansali untitled film

હીરોઈન (2012)
ડિરેક્ટર મધુર ભંડારકરની 'હીરોઈન' માટે એશને લેવામાં આવી હતી અને તેણે શૂટિંગ પણ ખર્યું હતું. જોકે, પછી એશ પ્રેગ્નેન્ટ થતાં તેણે ફિલ્મ ના કરવાની જાહેરાત કરી હતી. આ મુદ્દે મધુર તથા એશ વચ્ચે વિવાદ પણ થયો હતો. અંતે, આ ફિલ્મમાં કરિના આવી હતી.

bollywood actress aishwarya rai rejected sanjay leela bhansali untitled film

ચલતે ચલતે (2003)
સલમાન તથા એશના સંબંધો તૂટી ગયા હતાં અને તેણે 'ચલતે ચલતે'નું શૂટિંગ શરૂ કર્યું હતું. સલમાને સેટ પર આવીને ધમાલ મચાવી હતી અને શૂટિંગ કરવું મુશ્કેલ હતી. તેથી એશના સ્થાને રાની મુખર્જીને લેવામાં આવી હતી. ચર્ચા હતી કે સલમાન નહોતો ઈચ્છતો કે એશ તેના સિવાય અન્ય કોઈ સાથે ફિલ્મ કરે.

bollywood actress aishwarya rai rejected sanjay leela bhansali untitled film

ભૂલ ભુલૈયા (2007)
એશને 'ભૂલ ભુલૈયા'માં અવિનનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. જોકે, એશે આ રોલ પ્લે કરવાની ના પાડી દીધી હતી. આ રોલ વિદ્યા બાલનને કર્યો હતો.

bollywood actress aishwarya rai rejected sanjay leela bhansali untitled film

વીરઝારા(2004)
યશ ચોપરાની ફિલ્મ માટે એશનો એપ્રોચ કરવામાં આવ્યો હતો. તેણે પાકિસ્તાની વકીલ સામિય સિદ્દીકીનો રોલ ઓફર થયો હતો પરંતુ એશ તૈયાર થઈ નહીં અને આ રોલ રાની મુખર્જીએ પ્લે કર્યો હતો.

bollywood actress aishwarya rai rejected sanjay leela bhansali untitled film

શુદ્ધિ (હોલ્ડ)
કરન જોહરે 'શુદ્ધિ' માટે સૌ પહેલાં ઐશ્વર્યા રાયનો સંપર્ક કર્યો હતો. જોકે, તેણે આ ફિલ્મ ઠુકરાવી દીધી હતી. ત્યારબાદ આ ફિલ્મ રીતિક રોશન તથા કરિના કપૂરને ઓફર થઈ પરંતુ બંને બહાર નીકળી ગયા હતાં. ત્યારબાદ આ ફિલ્મમાં વરૂણ ધવન તથા આલિયા ભટ્ટને લેવામાં આવ્યા હતાં. જોકે, હાલમાં આ ફિલ્મ હોલ્ડ પર છે.

bollywood actress aishwarya rai rejected sanjay leela bhansali untitled film

અશોકા (2001)
શાહરૂખ ખાન 'અશોકા'માં કૌરવાકીના રોલમાં એશને લેવા માંગતા હતાં. જોકે, તે તૈયાર થઈ નહીં. ત્યારબાદ કરિશ્માનો સંપર્ક કરાયો પરંતુ તેણે પણ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. અંતે, કરિનાએ આ ફિલ્મમાં કૌરવાકીનો રોલ કર્યો હતો.

bollywood actress aishwarya rai rejected sanjay leela bhansali untitled film

મુન્નાભાઈ એમબીબીએસ(2003)
ડિરેક્ટર રાજકુમાર હિરાનીની આ ફિલ્મમાં શાહરૂખ તથા એશને લેવા માંગતા હતાં. જોકે, ખભામાં ઈજા થતાં શાહરૂખે આ ફિલ્મમાં કામ કર્યું નહીં અને સંજય દત્તને લેવામાં આવ્યો હતો. સંજય દત્તની કરિયર ડામાડોળ હતી અને તેથી જ એશે ફિલ્મ ના કરવાનો નિર્ણય લીધો અને આ ફિલ્મ ગ્રેસી સિંહને ઓફર થઈ હતી.

bollywood actress aishwarya rai rejected sanjay leela bhansali untitled film

કોર્પોરેટ(2006)
મધુર ભંડારકરે ફિલ્મ 'કોર્પોરેટ' એશને ઓફર કરી હતી પરંતુ તેણે કામ કરવાની ના પાડી દીધી હતી. અંતે, આ ફિલ્મ બિપાશા બાસુને ઓફર થઈ હતી.

bollywood actress aishwarya rai rejected sanjay leela bhansali untitled film

બદલાપુર (2015)
ફિલ્મમાં પહેલાં સૈફ અલી ખાન તથા એશને લેવામાં આવ્યા હતાં પરંતુ સૈફે ફિલ્મ છોડતા વરૂણ ધવનને લેવામાં આવ્યો હતો. એશ પોતાનાથી આટલા નાના હીરો સાથે કામ કરવા માંગતી નહોતી અને આથી જ તે ફિલ્મમાંથી નીકળી ગઈ અને તેના સ્થાને યામી ગૌતમને લેવામાં આવી હતી.

bollywood actress aishwarya rai rejected sanjay leela bhansali untitled film

બ્લફમાસ્ટર (2005)
ડિરેક્ટર રોહન સિપ્પી પોતાની ડેબ્યૂ ફિલ્મ 'કુછ ના કહો'માં એશ તથા અભિષેકને લેવા માંગતા હતાં પરંતુ એશે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. તેના સ્થાને પ્રિયંકાને લેવામાં આવી હતી.

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App