દીકરી આરાધ્યા સાથે બચ્ચન બહુ એશે ભગવાન ગણેશના ચરણોમાં ઝૂકાવ્યું માથું

બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા હાલમાં જ મોમ તથા દીકરી આરાધ્યા સાથે ગોડ સરસ્વતી બ્રાહ્મણ સેવા મંડલના ગણેશજીના દર્શને ગઈ હતી

divyabhaskar.com | Updated - Sep 16, 2018, 05:33 PM
in white salwar suit aishwarya rai looked gorgeous

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા હાલમાં જ મોમ વૃંદા રાય તથા દીકરી આરાધ્યા સાથે ગોડ સરસ્વતી બ્રાહ્મણ સેવા મંડલના ગણેશજીના દર્શને ગઈ હતી. વ્હાઈટ સલવારમાં ઐશ્વર્યા રાય ઘણી જ સુંદર લાગતી હતી. આટલું જ નહીં એશે માથામાં સેંથો પણ પૂર્યો હતો. જ્યારે આરાધ્યા ઓરેન્જ રંગના ટ્રેડિશનલ વેરમાં ક્યૂટ લાગતી હતી.


ભીડમાં પકડ્યો દીકરીનો હાથઃ
ગણેશ પંડાલમાં ભીડ બહુ હોવાથી એશે દીકરી આરાધ્યાનો હાથ એકદમ ટાઈટ પકડીને રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે એશ પોતાની દીકરીને લઈને ઓવર પ્રોટેક્ટિવ છે. આરાધ્યા છ વર્ષની થઈ હોવા છતાંય એશ હંમેશા દીકરીનો હાથ પકડીને જ રાખે છે. તે જ્યાં પણ જાય ત્યાં દીકરીને સાથે જ લઈ જાય છે.


હાલમાં જ ઐશ્વર્યા થઈ હતી ટ્રોલઃ
હાલમાં જ ઐશ્વર્યા અમેરિકાથી પરત ફરી હતી. એરપોર્ટ પર એશે દીકરી આરાધ્યાનો હાથ પકડીને રાખ્યો હતો. જેને લઈને સોશ્યિલ મીડિયા યુઝર્સે એશને ઓવર પ્રોટેક્ટિંગ મધર કહી દીધી હતી. એક યુઝરે કહ્યું હતું, ''ઐશ્વર્યાએ પોતાની દીકરીને સામાન્ય બાળકની જેમ છોડી દેવી જોઈએ.'' તો અન્ય યુઝરે આરાધ્યાની તુલના તૈમુર સાથે કરી હતી અને કહ્યું હતું, ''મને નથી લાગતું કે આરાધ્યા નોર્મલ ચાઈલ્ડ છે. તે હંમેશા ડરેલી રહેતી હોય છે. આરાધ્યા કરતાં તો તૈમુર વધુ કોન્ફિડન્ટ છે.'' અન્ય એક કમેન્ટ કરી હતી, ''મને લાગે છે કે આરાધ્યાએ થોડું ખાવું પણ જોઈએ. મને ખ્યાલ છે કે ઐશ્વર્યા તેને શું ખવડાવે છે.'' આટલું જ નહીં અન્ય એક યુઝરે એમ કહ્યું હતું, ''ઐશ્વર્યા દીકરીનો આત્મવિશ્વાસ ઓછો કરી રહી છે.''

લાલબાગચા રાજાના ચરણો સુધી પહોંચવા માટે ઐશ્વર્યા-અજય દેવગણ સહિતના બોલિવૂડના સ્ટાર્સ કલાકો ઉભા રહે છે લાઈનમાં, યાદગાર Photos

X
in white salwar suit aishwarya rai looked gorgeous
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App