કમબેક બાદ બચ્ચન બહુ ઐશ્વર્યાએ આપી છે માત્ર ફ્લોપ ફિલ્મ્સ, હવે ચૂકાવવી પડી મોટી કિંમત

aishwarya rai replaced by bipasha basu in film woh koun thi

divyabhaskar.com

Sep 10, 2018, 04:55 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ તથા બચ્ચન બહુ ઐશ્વર્યાએ 2015માં ફિલ્મ 'જ્ઝબા'થી કમબેક કર્યું હતું. જોકે, એશનું કમબેક સફળ રહ્યું નથી. આ ફિલ્મ ફ્લોપ રહી હતી. ત્યારબાદ એશની 'સરબજીત' આવી હતી. ક્રિટિક્સે આ ફિલ્મ વખાણી હતી પરંતુ બોક્સ ઓફિસ પર આ આ ફિલ્મ કંઈ ઉકાળી શકી નહોતી. છેલ્લે 'ફન્ને ખાન' પણ ફ્લોપ રહી હતી. હવે, એશને 'વો કૌન થી'માં પડતી મૂકવામાં આવી છે અને તેના સ્થાને બિપાશા બાસુને લેવામાં આવી છે.


આવતા મહિને શરૂ થશે શૂટિંગઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બિપાશા બાસુને એશને સ્થાને લેવામાં આવી છે અને આવતા મહિનેથી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે.


ફ્લોપને કારણે પડતી મૂકાઈ?
બોલિવૂડમાં એવી ચર્ચા થઈ રહી છે કે એશની ફિલ્મ્સ સતત ફ્લોપ જતા તેને આ ફિલ્મમાંથી પડતી મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક જાણીતા ટ્રેડ એનાલિસ્ટે પણ કહ્યું હતું કે એશની કમબેક ફિલ્મ્સે બોક્સ-ઓફિસ પર સારો દેખાવ કર્યો નથી. એશે રોલ સિલેક્શનમાં ધ્યાન રાખવાની જરૂર છે. 'ફન્ને ખાન' માટે એશે ઘણી જ મહેનત કરી હતી. તેણે નવા ડિરેક્ટર અતુલ માંજરેકર સાથે કામ કરવાની તૈયારી પણ દર્શાવી હતી. જોકે, આ ફિલ્મ પણ સારી ચાલી નહોતી. ફિલ્મમાં એશે જેનિફર લોપેઝ જેવો દેખાવાવનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ રહી નહોતી. કરન જોહરની 'એ દિલ હૈં મુશ્કિલ' હિટ રહી હતી પરંતુ તે મલ્ટીસ્ટારર ફિલ્મ હતી.


ઈમોશનમાં નથી ઊંડાઈઃ
એક જાણીતા ફિલ્મમેકરે કહ્યું હતું કે ઐશ્વર્યાએ 'ફન્ને ખાન'માં સિગિંગ, ડાન્સિંગ તથા પોપ દીવાના લુક માટે ઘણી જ મહેનત કરી હતી. જોકે, ફિલ્મમાં તેનું પાત્ર એકલું રહેતું હોય છે અને તેમાં ક્યારેય ઈમોશન જોવા મળ્યાં નહોતાં.


પતિ અભિ સાથે કરશે કામઃ
ઐશ્વર્યા રાય ડિરેક્ટર અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગુલાબજામુન'માં અભિષેક બચ્ચન સાથે જોવા મળશે. આ સિવાય તે 'રાત ઔર દિન'માં પણ કામ કરવાની છે.

ફિલ્મનું શૂટિંગ કરતા સમયે પ્રેગ્નન્ટ થઈ હતી જયા-ઐશ્વર્યા સહિતની એક્ટ્રેસિસ, કોઈએ કર્યું કામ તો અમુકે છોડી ફિલ્મ્સ

X
aishwarya rai replaced by bipasha basu in film woh koun thi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી