ભૂતકાળ ભૂલાવીને કૃષ્ણા રાજ કપૂરના અંતિમ સંસ્કારમાં બચ્ચન બહુ એશે રાની મુખર્જીને લગાવી ગળે

after 15 years bollywood actress aishwarya rai given tight hug to rani

divyabhaskar.com

Oct 02, 2018, 04:11 PM IST

મુંબઈઃ બોલિવૂડમાં કાયમી દુશ્મનવાટ કે મિત્રતા ટકતી નથી. હાલમાં જ કૃષ્ણા રાજ કપૂરના નિધન સમયે ઐશ્વર્યા રાય બચ્ચન તેમના અંતિમ દર્શને આવી હતી. આ સમયે ઐશ્વર્યા રાય બચ્ચને રાની મુખર્જીને ગળે લગાવી હતી. નોંધનીય છે કે છેલ્લાં કેટલાંય વર્ષોથી ઐશ્વર્યા તથા રાની એકબીજા સાથે વાત કરતાં નથી પરંતુ એશ જે રીતે રાનીને ભેટી પડી તે જોતા લાગે છે કે હવે તેમની વચ્ચે મિત્રતા થઈ જશે.


પહેલી ઓક્ટોબરે થયું હતું નિધનઃ
કૃષ્ણા રાજ કપૂરનું પહેલી ઓક્ટોબરના રોજ વહેલી સવારે કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું હતું. તેમના પાર્થિવ દેહને ક્રિષ્ના બંગલો ખાતે રાખવામાં આવ્યો હતો. બોલિવૂડ સેલેબ્સે તેમના અંતિમ દર્શન કર્યાં હતાં. સાંજે સાડા પાંચ વાગે અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. સ્મશાનમાં કરિના કપૂર પિતા રણધિર કપૂર સાથે આવી હતી. આ સિવાય સંજય કપૂર, અર્જુન કપૂર, અંશુલા કપૂર, સૈફ અલી ખાન, રિદ્ધિમા કપૂર-ભરત સાહની, અથિયા શેટ્ટી, કરન જોહર, આલિયા ભટ્ટ, આમિર ખાન,સલીમ ખાન, અનિલ અંબાણી, બોની કપૂર, અનિલ કપૂર, રાની મુખર્જી, સંજય કપૂર-મહિપ કપૂર સહિતના સેલેબ્સે ભીની આંખે અંતિમ વિદાય આપી હતી. રીષિ કપૂર અમેરિકામાં સારવાર અર્થે હોવાથી તે, નીતુ સિંહ તથા રણબિર કપૂર આવી શક્યા નહોતાં.


આ કારણે એશ-રાની વચ્ચે હતી દુશ્મનાવટઃ
વર્ષ 2003માં શાહરૂખ ખાનની ફિલ્મ 'ચલતે ચલતે'માં સૌ પહેલાં ઐશ્વર્યા રાયને લેવામાં આવી હતી. જોકે, એશનો પ્રેમી સલમાન ખાન સેટ પર આવીને હંગામો મચાવતો હતો અને ધમાલ કરતો હતો. આથી જ શાહરૂખ ખાને પછી એશને પડતી મૂકીને રાનીને લીધી હતી. આ સિવાય એમ પણ માનવામાં આવે છે કે એશ સાથે સગાઈ કરી તે પહેલાં અભિષેક એક્ટ્રેસ રાનીને ડેટ કરતો હતો. આ વાતને કારણે એશને રાની મુખર્જી સહેજ પણ પસંદ નહોતી.

કૃષ્ણા રાજ કપૂરના નિધનથી અમિતાભ બચ્ચન ભાવુક, કપૂર પરિવારના મોભીને લઈ કહી ખાસ વાત

X
after 15 years bollywood actress aishwarya rai given tight hug to rani
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી