પતિ વગર એકલાં જ પેરિસમાં દીકરી સાથે વેકેશન મનાવે છે ઐશ્વર્યા, શૅર કરી આરાધ્યાને કિસ કરતી તસવીર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચન દીકરી આરાધ્યા સાથે પેરિસમાં છે. અહીંયા મા-દીકરી ઘણી જ એન્જોય કરી રહી છે. ઐશ્વર્યાએ સોશ્યિલ મીડિયામાં પેરિસ વેકેશનની તસવીરો શૅર કરે છે. હાલમાં જ ડિઝનીલેન્ડમાં દીકરીને કિસ કરતી તસવીર શૅર કરી હતી અને લખ્યું હતું, "My Princess Angel’s Happiness means the World to me My Aaradhya...My LIFE My Eternal LOVE."


એફિલ ટાવર આગળ કરી મોમની નકલઃ
એફિલ ટાવર આગળ આરાધ્યાએ મોમની જેમ ફ્રોક પકડીને પોઝ આપ્યો હતો. આ તસવીર શૅર કરતા ઐશ્વર્યાએ લખ્યું હતું, My Angel Forever. ફોટોમાં આરાધ્યાએ બ્લેક એન્ડ વ્હાઈટ રંગની ફ્રોક પહેર્યું હતું.


ઘડિયાળના લોન્ચ માટે ગઈ છે ફ્રાંસઃ
ઐશ્વર્યા મોમ વૃંદા રાય તથા દીકરી આરાધ્યા સાથે એક લક્ઝૂરિયસ વોચ માટે ફ્રાંસ ગઈ હતી. ઐશ્વર્યા આ ઘડિયાળની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.


પતિ છે રશિયામાં:
ઐશ્વર્યા દીકરી તથા મોમ સાથે પેરિસમાં વેકેશન મનાવી રહી છે. તો પતિ અભિષેક રશિયામાં ફૂટબોલ વર્લ્ડ કપની મજા માણી રહ્યો છે. અભિષેક બચ્ચન પિતા અમિતાભ, બહેન શ્વેતા તથા ભાણી નાવ્યા અને ભાણીયા અગસત્ય સાથે છે.


'ફન્ને ખાન' બની પોપસ્ટારઃ
'ફન્ને ખાન'માં ઐશ્વર્યા રાયે પોપ સ્ટારની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં લાંબા સમય બાદ ઐશ્વર્યા એક્ટર અનિલ કપૂર સાથે જોવા મળશે. ફિલ્મમાં ઐશ્વર્યા એક્ટર રાજકુમાર રાવ સાથે પહેલી જ વાર કામ કરી રહી છે. આ ફિલ્મ 3 ઓગસ્ટે રીલિઝ થઈ રહી છે.

 

રાજકુમારી બનીને છવાઈ ઐશ્વર્યા રાય બચ્ચન, ઠસ્સા ને ઠાઠ સાથે જોવા મળ્યું મનમોહક સૌદર્ય