બચ્ચન પરિવારની લાડલી આરાધ્યાએ પહેર્યો દીપિકા પાદુકોણે પહેરેલો ડ્રેસ, જોવા મળી Princess Lookમાં

મોમ ઐશ્વર્યા રાયની જેમ જ નાનકડી આરાધ્યા ફેશનોનિસ્ટા છે. નવેમ્બરમાં આરાધ્યા સાત વર્ષની થશે

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 04:32 PM
aaradhya wore dress like deepika padukone wore last year

મુંબઈઃ મોમ ઐશ્વર્યા રાયની જેમ જ નાનકડી આરાધ્યા ફેશનોનિસ્ટા છે. નવેમ્બરમાં આરાધ્યા સાત વર્ષની થશે. હાલમાં જ અમેરિકામાં યોજાયેલા એવોર્ડ શોમાં આરાધ્યાએ ફેશન ડિઝાઈનર ગૌરી અને નૈનિકાએ ડિઝાઈન કરેલું ગાઉન પહેર્યું હતું. નવાઈની વાત એ છે કે દીપિકાએ ગયા વર્ષે આવું જ ગાઉન પહેર્યું હતું.


દીપિકાએ ગયા વર્ષે પહેર્યું હતું આવું ગાઉનઃ
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ગયા વર્ષે નવી દિલ્હીમાં યોજાયેલ એક ઈવેન્ટમાં ગૌરી અને નૈનિકાએ ડિઝાઈન કરેલું ગાઉન પહેર્યું હતું. આરાધ્યા તથા દીપિકાનાં ગાઉન વચ્ચે થોડો ફરક છે. બંનેના ગાઉનનું ટોપ થોડું અલગ છે પરંતુ ગાઉનનો કલર પિંક એક સરખો છે અને ફિધર્સ ફ્રિલ પણ સૅમ જ જોવા મળે છે.


એશને મળ્યો મેરિલ સ્ટ્રિપ એવોર્ડઃ
બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયને વિશ્વમાં સૌથી સારું કામ કરવા માટે 'વીમેન ઈન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્ડિયા એવોર્ડ્સ'માં પહેલો મેરિલ સ્ટ્રિપ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડમાં ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા તથા મોમ વૃંદા રાય સાથે સામેલ થઈ હતી. ઐશ્વર્યા રાયે એવોર્ડની તસવીરો ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી હતી. જેમાં તે દીકરી આરાધ્યા તથા મોમ સાથે જોવા મળે છે. દીકરી આરાધ્યા મોમની જેમ જ પોઝ આપતી જોવા મળી હતી. તસવીરો શૅર કરીને એશે ચાહકોનો આભાર માન્યો હતો અને લખ્યું હતું, ''ભારત તથા આખી દુનિયામાં રહેલા મારા ફૅન્સનો દિલથી આભાર. તમે મારી પ્રેરણા તથા શક્તિ છો. ભગવાન કૃપા રાખે અને મારો પ્રેમ...''

રાષ્ટ્રગીત વાગતા જ ભાવુક થઈ બચ્ચન બહુ ઐશ્વર્યા રાય, આંખોમાંથી વહેવા લાગ્યા આંસુઓ

aaradhya wore dress like deepika padukone wore last year
aaradhya wore dress like deepika padukone wore last year
X
aaradhya wore dress like deepika padukone wore last year
aaradhya wore dress like deepika padukone wore last year
aaradhya wore dress like deepika padukone wore last year
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App