Bollywood / મહિલાઓ વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હાર્દિકે પોતાના પરિવારને શરમજનક સ્થિતિમાં મૂક્યોઃ અહાના કુમરા

Hardik Pandya Put His Family In Shameless Condition Says Ahana

divyabhaskar.com

Jan 14, 2019, 04:02 PM IST

મુંબઈઃ ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ગણાતા હાર્દિક પંડ્યા અને કે.એલ. રાહુલના ફિલ્મ મેકર કરન જોહરના ચેટ શો ‘કૉફી વિથ કરન’ના કારણે ઘણો વિવાદ થયો હતો. આ શો દરમિયાન હાર્દિક પંડ્યાએ મહિલાઓ પ્રત્યે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જેમકે તે તેમની ચાલ જોતો હોય છે તથા માતા-પિતાને પોતાની વર્જિનીટી ગુમાવવા અંગે વાત કરી તેવી કોમેન્ટ્સના કારણે ઓલરાઉન્ડર વિવાદોમાં ઘેરાયો હતો. હાર્દિક પંડ્યા અને કે.એલ.રાહુલ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી 3 વનડે મેચની સીરિઝ માટે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા પરંતુ આ વિવાદના કારણે તેમને બોર્ડે સસ્પેન્ડ કરી દીધા છે. હવે બીસીસીઆઈની શિસ્ત સમિતિ જ્યાંસુધી કેસની તપાસ પૂર્ણ ના કરી દે ત્યાંસુધી હાર્દિક પંડ્યા અને કે.એલ.રાહુલ કોઈપણ મેચ રમી શકશે નહીં. હાર્દિક-રાહુલની કોમેન્ટ્સ પર વિરાટ કોહલીથી લઈ હરભજન સહિતના સેલેબ્સે પ્રતિક્રિયા આપતા રોષ વ્યક્ત કર્યો હતો. હવે આ મામલે ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં પ્રિયંકા ગાંધીનો રોલ કરનારી એક્ટ્રેસ અહાના કુમારાએ પોતાના વિચાર વ્યક્ત કર્યા છે.

હાર્દિક પંડ્યાએ માતા-પિતાને શરમજનક સ્થિતિમાં લાવી દીધા...


- બોલિવૂડ એક્ટ્રેસ અહાના કુમરાએ આ મુદ્દે કહ્યું હતું કે,"હું પણ ઘણા સમયથી કામ કરી રહી છું. એક સેલિબ્રિટિ તરીકે તમારે સરખી રીતે વાત કરવાની હોય છે. મિત્રો સાથે જે રીતે વાત કરતા હોવ તે રીતે તમે નેશનલ ટીવી પર વાત ના કરી શકો. આવા પ્લેટફોર્મ પર શું સેલેબ અને શું સામાન્ય વ્યક્તિ, પ્રેસિડન્ટ લેવલ સુધીના વ્યક્તિએ પ્રોટોકોલ ફોલો કરવું જોઈએ. તે પછી રિસ્પેક્ટ અને ડિગ્નિટી જેવી વસ્તુ આવેછે. આમપણ સેલેબ્સને ઘણું માઈક્રોસ્કોપિકલી જોવામાં આવે છે."
- કરનના શો વિશે એક્ટ્રેસે જણાવ્યું હતું કે,"જો વાત કરીએ કરનના શો પર આક્ષેપ લગાવવાની તો તેના શોનું ફોર્મેટ જ આવું છે. તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો સાથે પણ આવા જ સવાલ કરતો હોય છે. સ્ટાર્સે ક્યાં લૂઝ કોમેન્ટ પાસ કરી છે? સરળ શબ્દોમાં કહું તો હાર્દિક પંડ્યાએ પોતાના પરિવારને શરમજનક સ્થિતિમાં લાવીને મુકી દીધી છે."
- અહાનાએ આગળ જણાવ્યું હતું કે,"સ્ટાર અને ક્રિકેટર બનવું કેટલું મુશ્કેલ છે, આખો દેશ તમને જોઈ પ્રાઉડ ફીલ કરે છે. તો તમારી વાતોની અસર તો પડશે જ. તમારે સેલિબ્રિટિ લેવલની ગરિમા જાળવવી પડશે, જે પહેલા સેલ્ફ રિસ્પેક્ટ પણ એક મહત્વપૂર્ણ વસ્તુ છે. જે તમે કઈ રીતે ગુમાવી શકો."

હાર્દિકે શું કરી હતી કમેન્ટ્સઃ


હાર્દિકે શોમાં કહ્યું હતું કે તેના મમ્મીને ખ્યાલ છે કે તે પોતાની પાસે કોન્ડોમ રાખે છે. વધુમાં હાર્દિકે શોમાં દાવો કર્યો હતો કે તેનો પરિવાર દરેક બાબતમાં એકદમ ઓપન છે. જ્યારે તે વર્જિનિટી ગુમાવીને ઘરે આવ્યો ત્યારે તેણે પેરેન્ટ્સને એમ કહ્યું હતું કે 'આજ કરકે આયા..'' આ સાંભળીને તેના પેરેન્ટ્સ હાર્દિક સામે જોઈ રહ્યાં હતાં અને તેમનું રિએક્શન એવું હતું કે તેમનો દીકરો હવે મોટો થઈ ગયો છે. શોમાં કે એલ રાહુલે એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે જ્યારે પણ તે નાઈટ ક્લબમાં જતા ત્યારે હાર્દિક તેને ક્લબમાં એકલો મૂકી દેતો અને તે છોકરી સાથે વાત કરવા લાગતો. કલાક સુધી વાત કર્યાં બાદ હાર્દિક તે છોકરીને લઈને રાહુલને મળાવવા લાવતો અને છોકરીને કહેતો આ મારો ફ્રેન્ડ રાહુલ છે. એટલે છોકરી પોતાનું નામ કહેતી અને રાહુલ સાથે હાથ મિલાવતી. આ રીતે હાર્દિક છોકરીઓના નામ જાણી લેતો હતો. આટલું જ નહીં હાર્દિક એક જ રોમેન્ટિક મેસેજ એકથી વધુ યુવતીઓને ફોરવર્ડ કરતો હતો.

જો કેટરીનાએ માની હોત ‘ભાઈજાન’ની આ વાત તો ના થાત ‘ઝીરો’ અને ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’ અંગે પસ્તાવો

X
Hardik Pandya Put His Family In Shameless Condition Says Ahana
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી