Divya Bhaskar

Home » Bollywood » Gossip » sunil shetty to akshay kumar, bollywood celebs look younger day by day

અક્કીથી લઈ સુનીલ શેટ્ટી, આ સ્ટાર્સને નથી થઈ ઉંમરની અસર, Styleથી બનાવે છે દિવાના

Divyabhaskar.com | Updated - Dec 24, 2017, 04:50 PM

વધતી ઉંમરની અસર દરેક પર જોવા મળે છે. બોલિવૂડના એક્ટર્સ પણ તેમાંથી બાકાત નથી રહેતા.

 • sunil shetty to akshay kumar, bollywood celebs look younger day by day
  +10બીજી સ્લાઈડ્સ જુઓ

  મુંબઈઃ વધતી ઉંમરની અસર દરેક પર જોવા મળે છે. બોલિવૂડના એક્ટર્સ પણ તેમાંથી બાકાત નથી રહેતા. ગ્લેમરસ ઇન્ડસ્ટ્રિમાં ઉંમર છુપાવી રાખવા માટે કોઇ કોસ્મેટિકની મદદ લે છે તો કોઇ વિવિધ પ્રકારની સર્જરીથી સુંદર લાગવાનો પ્રયાસ કરે છે. જોકે, આ ઝાકઝમાળની દુનિયામાં કેટલાક એક્ટર્સ એવા છે. જેની પર ઉંમરની કોઇ અસર જોવા મળતી નથી તેમજ પોતાનાથી અડધી ઉંમરની એક્ટ્રેસ સાથે રોમાન્સ કરતા પણ જોવા મળ્યા છે. આ એક્ટર્સમાંથી કોઇ ચાલીસનું છે તો કોઇની ઉંમર 70ને પાર થઇ છે. આ એક્ટર્સ ફિટ રહેવા માટે પણ ખૂબ પરસેવો પાડે છે.

  જાળવી રાખી છે સ્ટાઇલ સાથે ફિટનેસ

  આમિર ખાન, અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, મિલિંદ સોમણ, અનિલ કપૂર વગેરે જેવા બોલિવૂડના અનેક સેલેબ્સ સ્ટાઇલ સાથે ફિટનેસમાં પણ અવ્વલ આવે છે. આ એક્ટર્સ પોતાના લુકનું પણ ખાસ ધ્યાન રાખે છે. જ્યારે પણ વાત આવે ફિટનેસની તો અક્ષય કુમારનું નામ પહેલા આવે છે. 50 વર્ષનો અક્ષય કુમાર પોતાના રૂટિનને સ્ટ્રિક્ટ રીતે ફોલો કરે છે. 1991માં 'સૌગંધ'થી પોતાનું ડેબ્યૂ કરનાર અક્ષય આજે પણ પોતાની સ્ટાઇલથી લોકોને દિવાના બનાવે છે.

  (વાંચો, સુનીલ શેટ્ટીથી લઈ જેકી શ્રોફ વિશે, ઉંમર વધવા છતાંય લાગે છે યંગ.....)

 • sunil shetty to akshay kumar, bollywood celebs look younger day by day
  +9બીજી સ્લાઈડ્સ જુઓ

  આમિર ખાન 52 વર્ષનો થવા છતાંય ચાહકોને પોતાની સ્ટાઈલથી આંજી દે છે. 'ક્યામત સે ક્યામત તક'માં લીડ રોલ પ્લે કરનાર આમિરની આવતા વર્ષે 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'માં જોવા મળશે. 

 • sunil shetty to akshay kumar, bollywood celebs look younger day by day
  +8બીજી સ્લાઈડ્સ જુઓ

  અનિલ કપૂર આશરે 40 વર્ષથી બોલિવૂડમાં છે. ઉમેશ મહેરાની 'હમારે તુમ્હારે'થી ડેબ્યૂ કરનાર અનિલ કપૂર 60 વર્ષે પણ પોતાની સ્ટાઇલથી ફેન્સમાં અનોખો ચાર્મ ધરાવે છે.

 • sunil shetty to akshay kumar, bollywood celebs look younger day by day
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરનાર અર્જુન રામપાલ 44 વર્ષે પણ ફિટ છે. અર્જુનને બોલિવૂડના મોસ્ટ વર્સેટાઇલ એક્ટરમાંથી એક ગણવામાં આવે છે. 

 • sunil shetty to akshay kumar, bollywood celebs look younger day by day
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  જયકિશન કાકુભાઇ એટલે કે જેકી શ્રોફે 1983થી પોતાનું એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. 'હિરો', 'કિંગ અંકલ', 'રંગીલા', 'રામલખન', 'ત્રિદેવ', 'રામ લખન' જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કરનાર જેકી શ્રોફ 60 વર્ષે પણ આજે સ્ટાઇલિશ એક્ટર લાગે છે.

 • sunil shetty to akshay kumar, bollywood celebs look younger day by day
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  કબીર બેદીનું નામ અનેક એક્ટ્રેસિસ સાથે જોડાયું હતું. કબીરનો પુત્ર અદમ બેદી ઈન્ટરનેશનલ મોડલ છે. કબીર બેદી 70 વર્ષે પણ અનોખો ચાર્મ ધરાવે છે. 

 • sunil shetty to akshay kumar, bollywood celebs look younger day by day
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  2015માં આયર્નમેન ચેલેન્જને 15 કલાક અને 19 મિનિટમાં પૂરી કરનાર મિલિંદને આયર્નમેન ઓફ ઇન્ડિયાનો ખિતાબ આપવામાં આવ્યો હતો. 'કેપ્ટન વ્યોમ'ના નામથી ફેમસ મોડલ મિલિંદ સોમણ અનેકવાર મોસ્ટ સેક્સિએસ્ટ પર્સનનો ખિતાબ જીતી ચૂક્યો છે.

 • sunil shetty to akshay kumar, bollywood celebs look younger day by day
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  'રહેના હૈ તેરે દિલ મેં'થી યુવતીઓના દિલમાં અનોખું સ્થાન ઉભું કરનાર આર.માધવન આજે પણ મોસ્ટ હેન્ડસમ એક્ટર છે. 47 વર્ષના આર માધવને હિંદી ઉપરાંત સાઉથની પણ અનેક ફિલ્મ્સમાં કામ કર્યું છે. હાલમાં જ આર.માધવને નવા લુકમાં પોતાનો એક ફોટો ઇન્ટરનેટ પર શૅર કર્યો હતો. જે ખૂબ વાયરલ થયો હતો.

 • sunil shetty to akshay kumar, bollywood celebs look younger day by day
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  વિનોદ ખન્નાના દીકરા રાહુલ ખન્નાએ દીપા મહેતાની '1947 અર્થ'થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેના પર્ફોર્મન્સે ફિલ્મફેર બેસ્ટ મેલ ડેબ્યૂ એવોર્ડ પણ અપાવ્યો હતો. 47 વર્ષના રાહુલ ખન્ના આજે પણ સ્ટાઇલિશ લાગે છે.

 • sunil shetty to akshay kumar, bollywood celebs look younger day by day
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  એક્ટર, ફિલ્મ ડિરેક્ટર અને સ્ક્રિનરાઇટર રજત કપૂર 56 વર્ષે પણ એટ્રેક્ટિવ પર્સનાલિટી ધરાવે છે. 1961માં જન્મેલા રજત કપૂરે 1996માં મીના અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતાં. ફિલ્મ્સ ઉપરાંત તેણે ટેલિવિઝનમાં પણ કામ કર્યું છે.

 • sunil shetty to akshay kumar, bollywood celebs look younger day by day

  1992માં ફિલ્મ 'બલવાન'થી ડેબ્યૂ કરનાર સુનિલ શેટ્ટી 55 વર્ષે પણ અદ્ભૂત ફિટનેસ ધરાવે છે.  આશરે 110 જેટલી ફિલ્મ્સમાં કામ કરનાર સુનિલ શેટ્ટી સારો બિઝનેસમેન પણ છે. તે ટેલિવિઝન પર 'બિગેસ્ટ લૂઝર જીતેગા' નામનો ફિટનેસ શો પણ હોસ્ટ કરી ચૂક્યો છે.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending