ન્યૂયોર્કમાં પ્રિયંકા ચોપરા ને કેન્સરગ્રસ્ત સોનાલી બેન્દ્રેએ પૂછ્યાં 66 વર્ષીય રીષિના હાલચાલ, પત્ની સાથે જોવા મળ્યો એક્ટર

divyabhaskar.com

Oct 09, 2018, 11:39 AM IST
rishi kapoor went new york fot his treatment

મુંબઈઃ પ્રિયંકા ચોપરા તથા કેન્સરગ્રસ્ત સોનાલી બેન્દ્રે ન્યૂયોર્કમાં રીષિ કપૂરને મળ્યાં હતાં. રીષિ કપૂર ન્યૂયોર્કમાં ટ્રિટમેન્ટ માટે આવ્યો છે. નીતુ સિંહે સોશ્યિલ મીડિયામાં તસવીરો શૅર કરી હતી. સોનાલી પતિ ગોલ્ડી બહલ તથા નણંદ સૃષ્ટિ સાથે આવી હતી. જોકે, આ તસવીરોમાં રણબિર કપૂર ક્યાંય જોવા મળ્યો નહોતો. આ તસવીરોમાં રીષિના ચહેરા પર સ્પષ્ટ રીતે ઉંમરની અસર જોવા મળતી હતી. તેના ચહેરા પર કરચલીઓ પડી ગઈ છે.


ફોટો શૅર કરીને કહી આ વાતઃ
નીતુ સિંહે ફોટો શૅર કરીને પોસ્ટ કર્યું હતું, ''Sonali, who has been in the city for the past few months for her cancer treatment, was all smiles in the company of her industry friends.''

..


મેનહટ્ટનની ગલીઓમાં અનુપમ સાથે ફરતો જોવા મળ્યો રીષિઃ
રીષિ કપૂર રવિવાર(7 ઓક્ટોબર)ના રોજ મેનહટ્ટનની ગલીઓમાં અનુપમ ખેર સાથે ફરતો જોવા મળ્યો હતો.

બીમાર છે રીષિ કપૂરઃ
રીષિ કપૂરે ટ્વિટર પર જાહેરાત કરી હતી કે તે બીમાર છે અને ન્યૂયોર્ક સારવાર માટે જાય છે. એની આ ટ્વિટથી ચર્ચા થવા લાગી હતી કે એક્ટરને થર્ડ સ્ટેજનું કેન્સર છે. આવી અટકળો થતાં રણધિર કપૂરે સ્પષ્ટતા કરી હતી કે હજી સુધી કોઈ ટેસ્ટ કરવામાં આવ્યા નથી. ટેસ્ટ્સના રિપોર્ટ્સ આવી જાય પછી જ કંઈ કહી શકાય.


સોનાલી બેન્દ્રે મળી અનુપમ ખેરનેઃ
ન્યૂયોર્કમાં જ સોનાલી બેન્દ્ર પછી અનુપમ ખેર સાથે ડિનર લીધું હતું. અનુપમ ખેરે ટ્વિટર પર તસવીરો શૅર કરી છે. તેણે ટ્વિટ કરીને તસવીરો શૅર કરી હતી. અનુપમે ટ્વિટ કરી હતી, “The elegance under pressure is the result of fearlessness. It so was wonderful & refreshing to have dinner with the most beautiful, inspirational & courageous @iamsonalibendre along with the compassionate @GOLDIEBEHL & ever smiling Rupa. #DeliciousFood #RichConversation #NYC.”


માતાનાં અંતિમ સંસ્કારમાં ના આવ્યો રીષિઃ
પહેલી ઓક્ટોબરના રોજ રીષિ કપૂરની માતા કૃષ્ણા રાજ કપૂરનું નિધન થયું હતું. માનવામાં આવતું હતું કે રીષિ પત્ની નીતુ તથા દીકરા રણબિર સાથે ન્યૂયોર્કથી ભારત આવશે. જોકે, આ ત્રણમાંથી એક પણ ભારત આવી શક્યા નહોતાં.

દાદીના ચૌથામાં સૌ પહેલાં આવી પૌત્રી કરિના કપૂર, અમિતાભથી લઈને આવ્યા અનેક બોલિવૂડ સેલેબ્સ

X
rishi kapoor went new york fot his treatment
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી