Divya Bhaskar

Home » Bollywood » Gossip » model sheila-ray tragic story

આ એક્ટરની પત્નીનો ગેંગૅરપ કરી ફેંકી દીધી'તી રસ્તા પર, ડ્રગ્સ આપીને કરી'તી બેહોશ

Divyabhaskar.com | Updated - Feb 07, 2018, 11:15 AM

'સત્તે પે સત્તા' તથા 'બાદશાહ' જેવી ફિલ્મ્સમાં કામ કરનાર સુધીરની પત્ની પર ગેંગરૅપ કરવામાં આવ્યો હતો

 • model sheila-ray tragic story
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  મુંબઈઃ શીલા રે મોડલ, સ્ટ્રગલિંગ એક્ટ્રેસ તથા સોશ્યિલાઈટ હતી. 'સત્તે પે સત્તા' તથા 'બાદશાહ' જેવી ફિલ્મ્સમાં કામ કરનાર સુધીરની તે પત્ની હતી. આટલું જ નહીં શીલાના સંબંધો ડિરેક્ટર મહેશ ભટ્ટ સાથે પણ હતાં. 1977માં શીલાની સાથે ઘણી જ દુઃખદ ઘટના બની હતી. ત્યારે તેનો પુત્ર અશોક બેન્કર માત્ર 12 વર્ષનો હતો. એક સવારે જ્યારે અશોકે પોતાના ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે તેની માતા દયનીય હાલતમાં પડી હતી. તેના કપડાં ફાટેલા હતાં. શીલાની કમનસીબી એ હતી કે જ્યારે તે મૃત્યુ પામી ત્યારે તેનો પતિ અંતિમ સંસ્કારમાં પણ સામેલ થયો નહોતો.


  આખી રાત ચાર લોકોએ કર્યો હતો ગેંગરૅપઃ
  શીલાની સાથે ચાર લોકોએ આખી રાત ગેંગરૅપ કર્યો હતો અને સવારે બેભાન અવસ્થામાં તેના ઘરની બહાર ફેંકી દીધી હતી. અશોકે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેની માતા બિલ્ડિંગની બહાર બેભાન મળી આવી હતી. વોચમેન તેને અંદર લઈને આવ્યો હતો. જ્યારે તેણે માતાને આ હાલતમાં જોઈ તો તે દોડીને તેને ભેટી પડ્યો હતો અને રડવા લાગ્યો હતો.


  ના કરી પોલીસ ફરિયાદઃ
  શીલાએ પોતાની પર ગેંગરૅપ થયો તેની ફરિયાદ ક્યારેય પોલીસને કરી નહોતી. 1990માં 44 વર્ષની વયે શીલાનું નિધન થયું હતું. શીલા તથા સુધીરનો એક માત્ર પુત્ર અશોક છે. સુધીરે ફિલ્મ 'સત્તે પે સત્તા'માં અમિતાભના ભાઈ શોમનો રોલ કર્યો હતો.


  (વાંચો, તે રાત્રે શું થયું હતું શીલા સાથે...)

 • model sheila-ray tragic story
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  શીલાની સાથે ચાર લોકોએ આખી રાત ગેંગરૅપ કર્યો હતો

  શું થયું હતું શીલા સાથેઃ
  અશોકે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે અનેક વર્ષો એ જાણવામાં લગાવી દીધા હતાં કે તેની માતા સાથે તે રાત્રે થયું હતું શું. તેણે કહ્યું હતું કે તેની માતાને મુંબઈના પોશ વિસ્તારમાં આવેલી બિલ્ડિંગ ઉષા કિરણમાં સેક્સ્યૂઅલી અસોલ્ટ્ તથા એબ્યૂઝ કરવામાં આવી હતી. આ જ બિલ્ડિંગમાં કેટલાંક બોલિવૂડ સ્ટાર્સ તથા બિઝનેસ ટાયકૂન સહિત ફેમસ અને પૈસાદાર લોકો રહે છે. એક વ્યક્તિએ બિલ્ડિંગના એક ફ્લેટમાં માતાને એક પછી એક ડ્રગ્સના ડોઝ આપ્યા હતાં. ત્રણ લોકોએ આમાં સાથ આપ્યો હતો. એમાંથી એક ફોટોગ્રાફર હતો, જેણે ગેંગરૅપની ઘટનાના ફોટો પાડ્યા હતાં. 

   

  (વાંચો, ફોટોગ્રાફર કરતો બ્લેકમેઈલ...)

 • model sheila-ray tragic story
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  અશોકના મતે, આ ઘટના બાદ લોકો તેની તથા તેની માતાની અવહેલના કરતા હતાં

  ફોટોગ્રાફર કરતાં બ્લેકમેલઃ
  અશોકના મતે, આ ઘટના બાદ લોકો તેની તથા તેની માતાની અવહેલના કરતા હતાં. સ્થિતિ ત્યારે વધુ ખરાબ થઈ કે જ્યારે ફોટોગ્રાફરે બ્લેકમેઈલ કરવાની શરૂઆત કરી હતી. તે માતાને ધમકાવતો અને પૈસા ના આપે તો ફોટોગ્રાફ્સ જાહેર કરી દેવાની ધમકી આપતો હતો.
   
   
  (વાંચો, અંતિમ સંસ્કારમાં પતિ પણ ના આવ્યો....)

 • model sheila-ray tragic story
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  સુધીરનું 2014માં અવસાન થયું હતું

  અંતિમવિધિમાં સામેલ ના થયો પતિઃ
  અશોકના મતે, સંબંધીઓ તથા ફેમિલીના સભ્યો શીલાને ખરાબ રીતે ટ્રીટ કરતાં હતાં, જેને કારણે તેની મુશ્કેલીઓનો અંત જ ના આવ્યો. શીલાનું જ્યાં સુધી અવસાન ના થયું ત્યાં સુધી તમામ લોકોએ તેને હડધૂત કરી હતી. આટલું જ નહીં જ્યારે તે મૃત્યુ પામી ત્યારે પતિ સુધીર પણ અંતિમ વિધિમાં સામેલ થયો નહીં. 


  (વાંચો, મહેશ ભટ્ટના સંતાનની હતી માતા...)

 • model sheila-ray tragic story
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  મહેશ ભટ્ટ અને શીલાના સંબંધો ઘણાં જ ચર્ચાસ્પદ બન્યા હતાં

  મહેશ ભટ્ટ સાથે હતું અફેયર, થઈ ગઈ હતી પ્રેગ્નન્ટઃ
  રિપોર્ટ્સ પ્રમાણે, પરિણીત હોવા છતાંય શીલાના સંબંધો ડિરેક્ટર મહેશ ભટ્ટ સાથે હતાં. આ સમયે શીલા પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. સાતમા મહિને મહેશ ભટ્ટે જબરજસ્તી એબોર્શન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમય સુધી સુધીરને એમ જ હતું કે આ બાળક તેમનું છે. શીલાની દાદી નર્સ હતી. તેમણે જ એબોર્શન કરાવવાની જવાબદારી લીધી હતી. જોકે, સાતમા મહિને એબોર્શન થઈ શકે તેમ નહોતું. તેથી બાળક જીવિત જ નીકળ્યું હતું. બાળકને બાંદ્રામા રહેતા એક માછીમાર પરિવારને આપી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની સાથે શું થયું, તે કોઈને ખબર નથી. જોકે, વિવાદો થતાં મહેશ ભટ્ટે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તે બાળક તેમનું નથી. તે ડીએનએ ટેસ્ટ કરાવવા તૈયાર છે. 


  (વાંચો, જાણીતો ઓથર છે અશોક બેંકર...)

 • model sheila-ray tragic story
  અશોક બેંકર પુત્ર આયુષ તથા દીકરી યાશ્કા સાથે

  જાણીતો ઓથર છે બેંકરઃ
  53 વર્ષીય અશોક બેંકર આજે જાણીતા ઓખર છે, તેમણે 'અમેઝિંગ એન્ડવેચર્સ ઓફ છોટા શહેર', 'પ્રિન્સ ઓફ અયોધ્યા', 'સન્સ ઓફ સીતા', 'ધ ફોરેસ્ટ સ્ટોરીઝ' જેવી 50થી વધુ બુક્સ લખી છે. બેંકરે માતા સાથે ગેંગરૅપ થયાની ઘટના પર વાર્તા લખી અને તેની પર ફિલ્મ પણ બનાવી છે, 'બ્યૂટીફૂલ એન્ડ અગ્લી'. આ ફિલ્મનું સ્ક્રનિંગ Sundance Film Festival માં થયું હતું. બેંકર આ ફિલ્મની મદદથી લોકોમાં રૅપને લઈ જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવા માંગતો હતો. જોકે, સૌથી મોટી સમસ્યા એ છે કે આટલી મોટી મોડલ હોવા છતાંય નેટ પર શીલાની એક તસવીર નથી.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending