મુંબઈઃ શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત સાથે હાલમાં જ ડિનર ડેટ પર જોવા મળ્યો હતો. ડિનર બાદ બંનેએ ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતાં. આ સમયે શાહિદ પત્ની મીરાનું ખાસ ધ્યાન રાખતો જોવા મળ્યો હતો. શાહિદ પર્ફેક્ટ હસબન્ડની સાથે સાથે પર્ફેક્ટ ડેડ પણ છે. તે પત્નીની સાથે બંને સંતાનો દીકરી મિશા તથા દીકરા ઝૈનનું પૂરું ધ્યાન રાખે છે. શાહિદ-મીરા દીકરા ઝૈનના જન્મના 35 દિવસ બાદ ડિનર ડેટ પર જોવા મળ્યાં હતાં.
કૂલ લુકમાં મીરાઃ
ડિનર ડેટ પર મીરા કૂલ લુકમાં જોવા મળી હતી. બ્લેક રંગના વ્હાઈટ ડોટવાળું ટોપ તથા ડાર્ક બ્લૂ રંગનું જીન્સ પહેર્યું હતું. તો શાહિદ ઓફ વ્હાઈટ કુર્તા તથા બરમૂડામાં હતો. ડિલવરી બાદ મીરા ઝડપથી પોતાનું વજન ઓછું કરી રહી છે. દીકરીના જન્મબાદ મીરાએ જીમ જોઈન કર્યું હતું.
પાંચ સપ્ટેમ્બરે આપ્યો દીકરાને જન્મઃ
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર બીજીવાર પિતા બન્યો છે અને તેના ઘરે પુત્રનો જન્મ થયો છે. બુધવાર(પાંચ સપ્ટેમ્બર)ના રોજ મીરાએ હિન્દુજા હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. સાત સપ્ટેમ્બરના રોજ મીરા રાજપૂતને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એક્ટર શાહિદ કપૂરે ટ્વિટ કરી જણાવ્યું હતું, ''દીકરાનું નામ ‘ઝૈન કપૂર’ રાખ્યું છે. તેણે ટ્વિટ કરી હતી કે,"ઝૈન કપૂર અમારા જીવનમાં આવી ગયો છે અને હવે અમારો પરિવાર સંપૂર્ણ થઈ ગયો છે. હું સૌનો આભાર માનું છું જેમણે આટલી શુભકામનાઓ પાઠવી છે. અમારા પરિવાર તરફથી તમારા સૌનો આભાર."
13 વર્ષ નાની છે મીરાઃ
દિલ્હીની રહેવાસી મીરાએ શાહિદ સાથે જુલાઈમાં લગ્ન કર્યાં હતાં. બંનેની ઉંમરમાં 13 વર્ષનો તફાવત છે. લગ્ન સમયે શાહિદ 34નો તો મીરા માત્ર 21ની હતી. મીરા-શાહિદને દીકરી મિશા કપૂર છે.