તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિયંકા-નિક સગાઈઃ સલમાનની લાડલી બહેન અર્પિતા જાતે ડ્રાઈવ કરીને આવી બેનપણીના ઘરે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે 18 ઓગસ્ટના રોજ સગાઈ કરી હતી. આ સગાઈમાં નિકટના પરિવારજનો તથા ક્લોઝ ફ્રેન્ડ્સ હાજર રહ્યાં હતાં. બંનેએ 18 જુલાઈના રોજ લંડનમાં સગાઈ કરી હતી. જોકે, 18 ઓગસ્ટના રોજ આ ક્યૂટ કપલે પોતાની ઓફિશિયલ સગાઈની જાહેરાત કરી હતી. પ્રિયંકા ચોપરાની ક્લોઝ ફ્રેન્ડ અર્પિતા ખાન જાતે ડ્રાઈવ કરીને એક્ટ્રેસના ઘરે આવી હતી.


અર્પિતા ખાન સાથેના સંબંધો હજી પણ એવા જઃ
પ્રિયંકા ચોપરાએ સલમાન ખાનની 'ભારત' ફિલ્મ છેલ્લી ઘડીએ છોડી દેતા એમ માનવામાં આવતું હતું કે હવે પ્રિયંકાનાં ખાન પરિવાર સાથેના સંબંધો પહેલાં જેવા રહેશે નહીં. જોકે, અર્પિતાએ પ્રિયંકા ચોપરાનાં રોકામાં હાજરી આપીને એ વાત સાબિત કરી દીધી કે તેમના સંબંધો પહેલાં જ જેવા છે.


ટ્રેડિશનલ અવતારમાં અર્પિતાઃ
અર્પિતા ખાન લાઈટ પિંક રંગના ડ્રેસમાં જોવા મળી હતી. તેની સાથે ફિલ્મ રાઈટર મુશ્તાક શેખ સાથે આવી હતી. સાંજે યોજાયેલ સગાઈની પાર્ટીમાં અર્પિતા પતિ આયુષ શર્મા સાથે આવી હતી.

 

એક જ ફ્રેમમાં પ્રિયંકા ચોપરાનું પિયર અને સાસરું, ફેમિલી ફોટોમાં પોઝ આપવાને બદલે નિક સાથે બિઝી જોવા મળી પ્રિયંકા