સલમાનના ભાઈ અને પાપાએ કહ્યું હતું કોણ છે એક્ટરનો સૌથી મોટો દુશ્મન, નામ જાણતા જ હોશમાં આવ્યો હતો 'ભાઈજાન

પરિવારના સભ્યોની ચેતવણી બાદ મહેનત કરવા લાગ્યો હતો ભાઈજાન સલમાન

divyabhaskar.com | Updated - Sep 16, 2018, 06:06 PM
salman khan busy with bigg boss and film bharat

મુંબઈઃ ફિલ્મી રસિયાઓને ખ્યાલ છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાં સલમાન ખાનનું કેટલું મોટું નામ છે. પછી તે ટીવી હોય કે બોલિવૂડ, તેની લોકપ્રિયતા સહેજ પણ ઓછી નથી. જોકે, સલમાન ખાનને તેના પિતા સલીમ ખાન તથા ભાઈ અરબાઝ ખાને ચેતવ્યો ના હોત તો આજે એક્ટરનું કરિયર પૂર્ણ થઈ ચૂક્યું હોત. બંનેએ સલમાન ખાનને કહ્યું હતું કે ઈન્ડસ્ટ્રિઝમાં કોન તેને હરાવી શકે છે. તેમની વાતો સાંભળ્યા બાદ સલમાન ખાન હોશમાં આવ્યો હતો અને મહેનત કરવા લાગ્યો હતો. સલમાન ખાન ફરીવાર 'બિગ બોસ'ની 12મી સિઝન હોસ્ટ કરતો જોવા મળશે. આ શો માટે સલમાન ખાન એક એપિસોડ દીઠ 16 કરોડ રૂપિયા ચાર્જ કરવાનો છે.


''ગબ્બરને જોઈ કોઈ મારી શકે એમ હોય તો તે ગબ્બર જાતે'':
સલમાન ખાનને બોલિવૂડમાં કામ કરતા કરતા 30 વર્ષ થઈ ચૂક્યા છે. 1989માં 'મૈંને પ્યાર કિયા'થી સલમાનને બોલિવૂડમાં લીડ એક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આટલા લાંબા સમયથી ચાહકોમાં એક્ટરનો ચાર્મ એવોને એવો જ છે. સલમાન બોક્સ-ઓફિસ પર એક પછી એક હિટ ફિલ્મ્સ આપી રહ્યો છે. જોકે, તેના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે તેણે કેટલીક હિટ ફિલ્મ્સ આપ્યા બાદ તેણે બોલિવૂડથી અંતર બનાવી રાખ્યું હતું. આ સમય 1990ની આસપાસનો હતો. સલમાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એક સમય હતો જ્યારે તે ફિલ્મ્સ કરવાને બદલે પાર્ટીમાં વધુ બિઝી રહેવા લાગ્યો હતો. એક દિવસ તેના પાપા સલીમ તેની પાસે આવ્યા હતાં અને કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ તને હરાવી શકે એમ હોય તો તે તું જ છો. ભગવાન અને ફૅન્સ પણ આ ઈચ્છતા નથી. વધુમાં સલમાને કહ્યું હતું કે તેના ભાઈ અરબાઝે કહ્યું હતું કે જો 'શોલે'ના ગબ્બરને કોઈ મારી શકે એમ હોય તો તે ગબ્બર જાતે જ છે. પાપા અને ભાઈના આ શબ્દોની જાદુઈ અસર સલમાન ખાન પર થઈ હતી અને તે ફિલ્મ્સ પર વધુ ધ્યાન આપવા લાગ્યો હતો.

અમિતાભ બચ્ચનથી સલમાન ખાન સુધી, સ્ટાર્સના લક્ઝૂરિયસ બંગલા તથા ફાર્મ હાઉસમાં શૂટ થઈ છે આ ફિલ્મ્સ

X
salman khan busy with bigg boss and film bharat
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App