Home » Bollywood » Gossip » સલમાન ખાનને મળ્યા જામીન, salman khan bail granted in session court

42 ડિગ્રી ગરમીમાં કોર્ટરૂમ હતો ખીચો-ખીચ ભરેલો, આમ થઈ ભાઈ સલમાનની જામીન

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 03:46 PM

સલમાન ખાનને પાંચ એપ્રિલના રોજ ટ્રાયલ કોર્ટે કાળિયાર હરણ કેસમાં પાંચ વર્ષની સજા ફટકારી હતી.

  • સલમાન ખાનને મળ્યા જામીન, salman khan bail granted in session court
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    જોધપુરઃ સલમાન ખાનને પાંચ એપ્રિલના રોજ ટ્રાયલ કોર્ટે કાળિયાર હરણ કેસમાં પાંચ વર્ષની સજા ફટકારી હતી. કોર્ટરૂમની અંદર ચાલતી દલીલોથી બહેન અલવીરા અસહજ થઈ ગઈ હતી.


    કોર્ટમાં થયું હતું આમઃ
    કોર્ટની અંદર કાળિયાર હરણ કેસમાં બિશ્નોઈ સમાજના વકીલ મહિપાલ સિંહે સલમાન વિરૂદ્ધ જબરજસ્ત દલીલો કરી હતી.


    દલીલો સાંભળી અસહજ થઈ અલવિરાઃ
    કોર્ટરૂમ ખીચો ખીચ ભરેલો હતો. 20*20ના રૂમમાં ત્રણ પંખા ધીમે ધીમે ચાલતા હતાં, આ સમયે જોધપુરમાં 42 ડિગ્રી ગરમી હતી. વકીલોની દલીલો સાંભળી અલવિરા નર્વસ થઈ ગઈ હતી અને તેને ચક્કર પણ આવી ગયા હતાં.

    (વાંચો, અડધો કલાક સુધી જજ જોતા રહ્યાં આમ તેમ અને પછી કહ્યુ...)

  • સલમાન ખાનને મળ્યા જામીન, salman khan bail granted in session court
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ચહેરા પર હતો તણાવઃ
    નર્વસ થતા જ શેરા વકીલોની ભીડને હટાવતા અલવિરાને કોર્ટ રૂમની બહાર લઈ ગયો હતો. લગભગ 10 મિનિટ બાદ નોર્મલ બન્યા બાદ અલવિરા પાછી કોર્ટરૂમમાં આવી હતી. તે આરોપીઓના પાંજરાને ટેકો આપીને ઉભી રહી હતી. તેના ચહેરા પર તણાવ જોવા મળતો હતો.

  • સલમાન ખાનને મળ્યા જામીન, salman khan bail granted in session court

    લંચ બાદ શું થયું:
    લંચ પછી જજ રવિન્દ્ર કુમાર જોષી કોર્ટરૂમ આવ્યા હતાં. આ સમયે સલમાન ખાનના વકીલ તથા સરકારી વકીલ બંને હાજર હતાં. કોર્ટરૂમમાં આવ્યા બાદ રવિન્દ્ર કુમાર જોષી પોતાની બેઠક બેઠા અને અડધો કલાક સુધી ચૂપ રહ્યા હતાં. આ સમયે તે કોર્ટમાં આમ-તેમ જોતા હતાં. દિવાલો તરફ, સિલિંગ પર અને સન્નાટાની વચ્ચે અડધો કલાક બાદ કહી દીધું, 'બેલ ગ્રાન્ટેડ...'


    જામીન મળતા ચહેરા પર આવી સ્માઈલઃ
    ત્રણ વાગે જ્યારે જજે સલમાનને જામીન આપવાનો ચુકાદો આપ્યો ત્યારે અલવિરાના ચહેરા પર સ્મિત આવ્યું હતું.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ