રણવિરે કહ્યું, લગ્ન બાદ આટલું બદલાયું જીવન / દીપિકા પતિને રણવિર સિંહ પાદુકોણ કહીને બોલાવે તો? 'બાજીરાવ'નો જવાબ સાંભળી ખુશ થઈ જશે પત્ની

ranveer singh can not do these 3 things after marriage

divyabhaskar.com

Jan 15, 2019, 10:48 AM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણવિર સિંહ હાલમાં પોતાની ફિલ્મ 'ગલી બોય'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીના રોજ રીલિઝ થઈ રહી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ છે. બંને પહેલી જ વાર સિલ્વર સ્ક્રિન પર સાથે આવી રહ્યાં છે. છ વર્ષના ડેટિંગ બાદ 14-15 નવેમ્બરના રોજ રણવિર સિંહે દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યાં હતાં. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં રણવિર સિંહે પહેલી જ વાર લગ્ન બાદ જીવનમાં શું ફેરફાર થયા તે અંગે વાત કરી હતી.


રણવિર સિંહ પાદુકોણ કહીને બોલાવ્યોઃ
શોમાં હોસ્ટે એક્ટર જ્યારે એન્ટર થયો ત્યારે તેને રણવિર સિંહ પાદુકોણ કહીને બોલાવ્યો હતો. આના પર રણવિર સિંહે જવાબ આપ્યો હતો કે તે લિજેન્ડરી સરનેમ છે અને શા માટે તે આ નામથી ઓળખાવવા ના માંગે. આ સિવાય રણવિરને જ્યારે પૂછવામાં આવ્યું કે છ વર્ષના સમયમાં એકવાર પણ તેને લાગતું હતું કે તે દીપિકાને ગુમાવી દેશે? તો રણવિરે જવાબમાં ના પાડી હતી. તેણે કહ્યું હતું કે સંબંધોમાં અનેકવાર ચઢાવ-ઉતાર આવ્યા પરંતુ તેને મનથી નક્કી જ કરી નાખ્યું હતું કે દીપિકા માત્રને માત્ર તેની છે અને તે તેની સાથે લગ્ન કરશે.


દીપિકા માટે કર્યું આઃ
રણવિરે ખુલાસો કર્યો હતો કે તે માત્ર થોડીક મિનિટ્સ માટે દીપિકા સાથે રહેવા ઈચ્ચતો હતો અને તે ખાસ એના માટે દીપિકાને મળવા આવ્યો હતો. દીપિકા સાથેની થોડી મિનિટ્સ પણ તેના માટે પૂરતી છે.


લગ્ન બાદ આવ્યું આ પરિવર્તનઃ
રણવિર સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે લગ્ન બાદ કઈ બાબતો હવે તે કરી શકશે નહીં? તેના જવાબમાં એક્ટરે કહ્યું હતું કે હવે તે મોડી રાત સુધી બહાર રહી શકશે નહીં. બીજું કે તે કંઈ પણ જમ્યા વગર ઘરની બહાર નીકળી શકશે નહીં અને હવે તે કોલ્સને મિસ કરી શકશે નહીં.


આ ફિલ્મમાં વ્યસ્તઃ
રણવિર સિંહે હાલમાં ક્રિકેટ પર આધારિત ફિલ્મ '83'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે પૂર્વ ઈન્ડિયન કેપ્ટન કપિલ દેવના રોલમાં છે.

X
ranveer singh can not do these 3 things after marriage
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી