• Home
  • Bollywood
  • Gossip
  • Actor Pankaj Tripathi Still Remember His One Room Old Home After Getting Luxurious House

નવું ઘર / મુંબઈના મડ આઈલેન્ડમાં પંકજ ત્રિપાઠીએ ખરીદ્યું પોતાનું નવું ઘર, ના ભૂલી શક્યા પોતાનો ભૂતકાળ, એક રૂમવાળા ઘરને યાદ કરી થયા ઈમોશનલ

Actor Pankaj Tripathi Still Remember His One Room Old Home After Getting Luxurious House

divyabhaskar.com

Apr 15, 2019, 02:49 PM IST

મુંબઈઃ વેબ સીરિઝ ‘મિર્ઝાપુર’માં દમદાર એક્ટિંગથી દર્શકોના દિલ જીતનારા ‘કાલિન ભૈયા’ એટલે કે એક્ટર પંકજ ત્રિપાઠીએ તાજેતરમાં જ મુંબઈના મડ આઈલેન્ડમાં પોતાનાનું સ્વપ્નનું ઘર લીધું છે. જોકે તે આજેપણ પોતાના જૂના એક રૂમના ઘરને ભૂલી શક્યા નથી. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,"મારું પતરાની છતવાળું ઘર હતું. એકવાર વરસાદમાં જોરદાર પવનને કારણે ચાદરની જેમ પતરાની છત ઉડી ગઈ હતી અને અમે આકાશ તરફ જોતા રહી ગયા."

પંકજ ત્રિપાઠીના આદર્શ છે મનોજ વાજપેઈ...
- એક્ટર પંકજ ત્રિપાઠીએ પોતાના ફિલ્મી સફર અંગે વાત કરતા મનોજ વાજપેઈને આદર્શ ગણાવ્યાં હતા. કારણ કે મનોજ વાજપેઈ ગ્રામિણ બિહારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા છે.
- પંકજને લાગતું કે તેના જેવા બેકગ્રાઉન્ડવાળા મનોજ જ્યારે એક્ટર બની શકે છે તો તે કેમ ના બની શકે? આ સાથે જ પંકજે કહ્યું હતું કે,"અમુક વર્ષ પહેલા મને કોઈપણ રોલ ઓફર કરવામાં આવતો અને હું તે કરી લેતો હતો. જોકે હવે હું પોતાની માટે રોલ પસંદ કરી શકું છું."

સાઈકલ પર જતા બિસ્મિલ્લાહ ખાનના કૉન્સર્ટમાં...
- પકંજે જણાવ્યું હતું કે, તેમને પ્રારંભિક દિવસોમાં ફિલ્મ્સમાં કામ કરવામાં કોઈ રસ નહોતો. તેમને સાંસ્કૃતિક બાબતો તરફ વધુ રસ હતો. તેઓ સાઈકલ પર બિસ્મિલ્લાહ ખાનના કૉન્સર્ટમાં જતા હતા. જોકે એક્ટરને સંગીતમાં કંઈ ખાસ સમજ નહોતી પડતી પરંતુ તેઓ ગંભીરતાથી તેને સાંભળતા હતા.
- પંકજને સિનેમા કરતા થિએટર વધુ ગમતું હતું. જોકે તેમને એ વાત સમજમાં આવી ગઈ કે થિએટરમાં પૈસો અને ભવિષ્ય નથી. જે પછી પંકજ મુંબઈ આવ્યા અને ફિલ્મ્સમાં કામ કરવાનો નિર્ણય કર્યો હતો.
- પંકજ ત્રિપાઠીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ રણવિર સિંહ સ્ટારર ‘83’માં ટીમ મેનેજર પીઆર માન સિંહના રોલમાં જોવા મળશે. આ ઉપરાંત પંકજ ત્રિપાઠી ઈરફાન ખાન સ્ટારર ‘અંગ્રેજી મીડિયમ’માં કેમિયો રોલ કરતા જોવા મળશે.

પ્રિયંકા ચોપરાએ કર્યો ખુલાસો, કહ્યું-‘મારી સાથે પણ થયું શોષણ, આ વાત કહેવામાં શરમ નથી અનુભવતી’

X
Actor Pankaj Tripathi Still Remember His One Room Old Home After Getting Luxurious House
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી