Home » Bollywood » Gossip » Jeetendra Laughed On Look Of Mithun Chakraborty Before He Started Acting Career

જીતેન્દ્ર અને મિથુનદાએ ઘણી ફિલ્મ્સમાં કર્યું સાથે કામ છતાં લાંબા સમય સુધી નહોતા કરતા એકબીજા સાથે વાત

Divyabhaskar.com | Updated - Aug 28, 2018, 03:54 PM

200થી વધુ ફિલ્મ્સ કરી ચૂકેલા મિથુનદાને 3 નેશનલ અને 2 ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યા છે.

  • Jeetendra Laughed On Look Of Mithun Chakraborty Before He Started Acting Career

    મુંબઈઃ જીતેન્દ્ર અને મિથુન ચક્રવર્તીએ ‘સ્વર્ગ સે સુંદર’, ‘મર મિટેંગે’ જેવી ઘણી યાદગાર ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે રિયલ લાઈફમાં બંને સ્ટાર્સે લાંબા સમય સુધી એકબીજા સાથે વાત નહોતી કરી. જેની પાછળ કારણ હતું જીતેન્દ્રએ કરેલી કોમેન્ટ, જે તેમણે મિથુનના બોલિવૂડ કરિયરના પ્રારંભ પહેલા જ કરી હતી. વાસ્તવમાં, બાંગ્લા ફિલ્મ ‘મૃગ્યા’ના નેશનલ એવોર્ડ જીત્યા બાદ મિથુનદા મુંબઈ આવ્યા તો તેમના ડાર્ક કોમ્પ્લેક્સને કારણે કોઈને વિશ્વાસ નહોતો કે તેઓ આગળ જઈને બોલિવૂડના સુપરસ્ટાર બની શકશે. મિથુનદા ઘણા સ્ટૂડિયોઝમાં ચક્કર લગાવતા પરંતુ કોઈ તેમને કામ આપતું નહોતું. 1982માં એક દિવસ મિથુન નટરાજ સ્ટુડિયોમાં ટીએલવી પ્રોડ્યૂસર પ્રસાદને મળ્યા, જે મિથુનના પોર્ટફોલિયોથી ઘણા પ્રભાવિત થયા હતા.

    જ્યારે પ્રસાદે જીતેન્દ્રની મિથુન સાથે મુલાકાત કરાવી...


    - પ્રસાદે સ્ટૂડિયોમાં શૂટિંગ કરી રહેલા જીતેન્દ્રને બોલાવ્યો અને જણાવ્યું કે, આ છોકરો (મિથુનદા) બંગાળથી ફિલ્મ્સમાં કામ કરવા આવ્યો છે. આ સાંભળી જીતેન્દ્ર હસવા લાગ્યો હતો.
    - નિરાશ મિથુન ત્યાંથી નીકળી જ રહ્યો હતો ત્યારે તેમણે પાછળથી જીતેન્દ્રની કોમેન્ટ સાંભળી હતી. જીતેન્દ્રએ કહ્યું હતું કે,"જો આ છોકરો હીરો બની જાય, તો હું ફિલ્મ્સમાં કામ કરવાનું છોડી દઈશ." મિથુનદાને આ વાત સાંભળી ઘણું દુઃખ થયું પરંતુ તે માથું જુકાવી ત્યાંથી નીકળી ગયા હતા.

    ‘ડિસ્કો ડાન્સર’એ મિથુનદાને બનાવ્યો સુપરસ્ટાર


    - 1982માં ‘ડિસ્કો ડાન્સર’ ફિલ્મે મિથુન ચક્રવર્તીને રાતોરાત સ્ટાર બનાવી દીધો હતો. તે સમયે જીતેન્દ્ર પોતાના ડ્રેસિંગ અને હેર સ્ટાઈલને કારણે જાણીતા હતા અને મિથુનદા તેમને વિકલ્પ બનીને સામે આવ્યા.
    - 1986માં બંનેએ ‘એસા પ્યાર કહાં’, ‘જાલ’ અને ‘સ્વર્ગ સે સુંદર’ જેવી ફિલ્મ્સમાં સાથે જોવા મળ્યા હતા.
    - જ્યારે મિથુનદા હીરો બની ગયા ત્યારે જીતેન્દ્ર પોતે કરેલી કોમેન્ટ ભૂલી ચૂક્યા હતા. પરંતુ મિથુનદા આ વાત ભૂલ્યા નહોતા.
    - જીતેન્દ્ર સીનિયર હતા, આ કારણે મિથુનદાએ તેમને આ વાત યાદ અપાવીને અપમાન તો ન કર્યું, પરંતુ પોતાના કામ થકી જવાબ આપી દીધો હતો.
    - 200થી વધુ ફિલ્મ્સ કરી ચૂકેલા મિથુનદાને 3 નેશનલ અને 2 ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યા છે.

    પત્નીના મિસકેરેજના 2 મહિના બાદ TV એક્ટર કરન પટેલે તોડ્યું મૌન; કહ્યું,‘તે એવી ફિલ્મ હતી જે રીલિઝ ના થઈ શકી’

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ