યુનિવર્સિટીમાં જતા જ બધુ બદલાઈ ગયું, એક દિવસ મારા દીકરાએ મને કહ્યું, ‘સુસાઈડ કરવાનું વિચારી રહ્યો છું’: કબીર બેદી

અનેક પ્રયાસો બાદ પણ દીકરાને આત્મહત્યા કરતાં રોકી શક્યો નહીં

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:34 PM
Actor Kabir Bedi Revealed Story Behind Suicide Of His 25 Year Old Son

મુંબઈઃ બોલિવૂડ એક્ટર કબીર બેદી પોતાની પર્સનલ લાઈફના કારણે હંમેશા ચર્ચામાં રહ્યાં છે. તેમણે 4 લગ્ન કર્યા છે. તેમને ચોથી પત્ની દીકરી પૂજા બેદી જેટલી છે. તેમણે અત્યાર સુધી પોતાની સંપૂર્ણ લાઈફ પોતાના આગવા અંદાજમાં જ વિતાવી છે. પરંતુ આજેપણ તેમને પોતાના 25 વર્ષીય દીકરા સિદ્ધાર્થની મોતનું દુઃખ છે, તેઓ ઈચ્છીને પણ તેને આત્મહત્યા કરતા અટકાવી શક્યા નહીં. આ અંગે કબીર બેદીએ ફ્રી પ્રેસ જર્નલને ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. કબીરે જણાવ્યું હતું કે,"સુસાઈડ જ્યારે તમારા પરિવારમાં કે તમારી આસપાસ કોઈ કરે છે તો પીડાનો અનુભવ થાય છે. સામાન્ય લોકો આ પીડાને પોતાની અંદર દબાવી રાખવા માગે છે, પરંતુ મારું માનવું છે કે ચૂપ રહેવું કોઈ સમસ્યાનું સમાધાન નથી.’ ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થે 1997માં આત્મહત્યા કરી હતી. સિદ્ધાર્થ, કબીર અને તેની પ્રથમ પત્ની પ્રોતિમા બેદીનો દીકરો હતો.

‘મે દીકરા સિદ્ધાર્થને મૃત્યુ સામે જીવનનો વિકલ્પ આપ્યો હતો’


- ઈન્ટરવ્યૂમાં કબીર બેદીએ જણાવ્યું હતું કે,‘મારા દીકરાએ આઈટીમાં ઓનર્સ કર્યું. તે પછી માસ્ટર ડિગ્રી માટે નોર્થ કેલિફોર્નિયાની યુનિ.માં ગયો. જ્યાં બધુ બદલાઈ ગયું.’
- "માસ્ટર્સના અભ્યાસ બાદ મને જાણ થઈ કે સિદ્ધાર્થ ડિપ્રેશનમાં છે. જે વધતા તેને સિજોફ્રેનિયા જેવી ગંભીર બીમારી થઈ હતી. અમે તેની સારવારનો પ્રારંભ કર્યો. આ સમયે દીકરો જે દવાઓ લેતો હતો તે તેને નિરાશા તરફ લઈ જઈ રહી હતી."
- "અમે રોજ તેને પોઝિટિવ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતા પરંતુ સમય સાથે તે વધુ ડિપ્રેશનમાં જતો હતો. તે પોતે પણ બીમારી અંગે ઈન્ટરનેટ પર સર્ચ કરતો, જ્યાં તેને બીમારીના ગંભીર પરિણામો તેને જોવા મળ્યા. એક દિવસ તેણે મને કહ્યું કે, તે આત્મહત્યા કરવા અંગે વિચારી રહ્યો છે. મે તેને ઘણું સમજાવ્યું પરંતુ તે માન્યો નહીં."

‘એક દિવસ ઈમેલ ચેક કરી ચોંક્યો હતો’


- કબીરે જણાવ્યું કે,"એક દિવસ મે તેનો એક ઈમેલ વાંચ્યો, જે તેણે પોતાના મિત્રને કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, તે ફેરવેલ આપવા આવી જાય. હું આ મેલ વાંચીને ચોંક્યો હતો અને અમુક દિવસ બાદ જ દીકરાએ આત્મહત્યા કરી હતી. તેણે એક લેટર લખ્યો હતો જેમાં કહ્યું હતું કે,‘હું બીજી બાજુએ જઈ રહ્યો છું.’
- કબીરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જુલાઈમાં આવેલી ફિલ્મ ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર-3’માં જોવા મળ્યા હતા. હાલ તેમની પાસે એકપણ ફિલ્મની ઓફર નથી.

ભાઈજાનની 'સુલ્તાન'થી અક્ષય કુમારની 'હે બેબી' સુધી, ભાગ્યે જ જોયા હશે બોલિવૂડના આ Blunders

X
Actor Kabir Bedi Revealed Story Behind Suicide Of His 25 Year Old Son
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App