વગર વરસાદે બોલિવૂડ સ્ટાર રીતિક રોશને છત્રી નીચે છુપાવ્યો ચહેરો, 'સુપર 30'માં જોવા મળશે સામાન્ય Lookમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ રીતિક રોશન હાલ સુપર 30 ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મ પોસ્ટ-પ્રોડક્શન ફેઝમાં છે. તાજેતરમાં જ રીતિક રોશન મુંબઈના એક સ્ટૂડિયોમાં ફિલ્મના શૂટ માટે જોવા મળ્યો હતો. જોકે જેવી તેની નજર કેમેરા પર પડી તેણે ચેહરો છુપાવી લીધો હતો. ‘સુપર 30’ માટે રીતિક રોશને પોતાનું વજન ઓછું કર્યું છે, અગાઉ તેની ઘણી તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં તે વધેલી દાઢી સાથે સાઈકલ ચલાવતો જોવા મળ્યો હતો. 

 

બોલિવૂડનો સુપરહીરો જોવા મળશે સામાન્ય Lookમાં


- રીતિક રોશન અત્યારસુધી સુપર હીરો લુકમાં ઘણીવાર જોવા મળી ચૂક્યો છે. જોકે પ્રથમવાર એવું બનશે કે રીતિક રોશન સામાન્ય વ્યક્તિના રોલમાં જોવા મળશે. એવો વ્યક્તિ જેના સંઘર્ષે ઈતિહાસ રચ્યો.
- ‘સુપર 30’માં રીતિક પ્રથમવાર બિહારી વ્યક્તિનો રોલ કરી રહ્યો છે અને આ રોલ માટે રીતિકે ઘણી મહેનત કરી છે.
- અગાઉ ‘સુપર 30’ જાણીતા મેથેમેટિસિયન આનંદ કુમારની બાયોપિક તરીકે પ્રમોટ કરવામાં આવી રહી હતી, જોકે આનંદ કુમારના વિવાદમાં સપડાયા બાદ આ ફિલ્મને બાયોપિકને બદલે માત્ર એક પ્રેરણાદાયી સ્ટોરી તરીકે રજૂ કરવામાં આવશે.
- આનંદ કુમાર હાલ વિવાદોમાં ઘેરાયા છે એવામાં ફિલ્મ મેકર્સ નથી ઈચ્છતા કે તેમની ફિલ્મ પણ વિવાદોમાં સપડાય. જેથી હવે ફિલ્મ એક મેથેમેટિસિયન પર આધારિત તો હશે જેની કોચિંગ ક્લાસ સફળ થાય છે. પરંતુ ફિલ્મને સ્પષ્ટપણે બાયોપિક કહી શકાશે નહીં. આ ફિલ્મમાં ‘કુમકુમ ભાગ્ય’ની એક્ટ્રેસ મૃણાલ ઠાકુર રીતિક રોશનની પત્નીનો રોલ કરી રહી છે.

 

ભોજન માટે પણ મિત્રો પર નિર્ભર રહેતો હતો રાજકુમાર રાવ, માત્ર અમુક રૂપિયામાં જ ચલાવતો આખો મહિનો