ડિવોર્સના ચાર વર્ષ બાદ ફરી ઘોડે ચઢશે રીતિક રોશન, જાણો કોણ છે દુલ્હન?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર રીતિક રોશન ફરી એકવાર લગ્ન કરવાનું વિચારી રહ્યો છે. મીડિયામાં પણ રીતિકના લગ્નને લઈ ઘણી જ ચર્ચાઓ થઈ રહી છે. માનવામાં આવે છે કે રીતિક રોશન પોતાની એક્સ વાઈફ સુઝાન સાથે જ લગ્ન કરવાનો છે. રીતિક તથા સુઝાને ત્રણ વર્ષ પહેલાં ડિવોર્સ લીધા હતાં. હવે, રીતિક ફરીવાર સુઝાન સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યો છે. બંને ઘણીવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા જોવા મળ્યાં છે. 


આ કારણે કરી શકે છે લગ્નઃ
રીતિક તથા સુઝાનના કોમન ફ્રેન્ડે કહ્યુ હતુ કે આ બંને એક થાય તેવી શક્યતા છે. બંને પોતાના સંબંધોમાં આવેલા ચઢાવ-ઉતારને સમજી ચૂક્યા છે અને બંને એકબીજાને પૂરતો સમય આપી રહ્યા છે. તેથી માનવામાં આવે છે કે બંને ફરી સાથે જોવા મળશે.


બાળકોને માટે એક થઈ શકે છેઃ
માનવામાં આવે છે કે બંને બાળકો રિહાન તથા રિધાનને કારણે બંને એક થઈ શકે છે. બંને બાળકો માટે ઘણીવાર વેકેશન પર કે રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળે છે. બંને બાળકો માટે સાથે રહેવા માટે તૈયાર છે. 


બર્થડે પાર્ટીમાં આવી હતી સુઝાનઃ
હાલમાં જ રીતિક રોશને પોતાનો 44મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટીમાં સુઝાન ખાન ખાસ હાજર રહી હતી. 


કંગનામાં સુઝાને કર્યો હતો પૂર્વ પતિનો સપોર્ટઃ
કંગનાએ જ્યારે પણ રીતિક પર ગંભીર આરોપો લગાવ્યા ત્યારે સુઝાને સૌ પહેલાં પૂર્વ પતિનો સપોર્ટ કર્યો હતો. 


2013માં થયા હતાં ડિવોર્સઃ
13 ડિસેમ્બર, 2013માં બંનેએ પોતાના 17 વર્ષ જૂના સંબંધોનો અંત લાવી દીધો હતો. ડિવોર્સ બાદ બંને સંતાનો સુઝાન પાસે છે. જોકે, રીતિક જ્યારે પણ ઈચ્છે ત્યારે બાળકોને મળી શકે છે. 


(જુઓ, રીતિક રોશન પૂર્વ પત્ની સુઝાન સાથે....)

અન્ય સમાચારો પણ છે...