13 વર્ષ નાની શ્રદ્ધા કપૂરને છોડીને હવે 'સુલ્તાન'ની એક્ટ્રેસને ફરહાન કરે છે ડેટ, બે સંતાનોનો છે પિતા

બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરે પત્ની અધૂનાથી ડિવોર્સ લઈ લીધા છે. ડિવોર્સ બાદ ફરહાનના સંબંધો શ્રદ્ધા કપૂર સાથે હતાં.

divyabhaskar.com | Updated - Aug 09, 2018, 05:11 PM
ડાબેથી, શ્રદ્ધા કપૂર, ફરહાન અખ્તર, શિબાની
ડાબેથી, શ્રદ્ધા કપૂર, ફરહાન અખ્તર, શિબાની

મુંબઈઃ બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરે પત્ની અધૂનાથી ડિવોર્સ લઈ લીધા છે. ડિવોર્સ બાદ ફરહાનના સંબંધો શ્રદ્ધા કપૂર સાથે હતાં. જોકે, પછી અચાનક જ ફરહાને ઈન્સ્ટાગ્રામમાં શ્રદ્ધાને અનફોલો કરી દીધી હતી, જેને લઈને બંને વચ્ચેના સંબંધો ઠીક નથી, તેમ માનવામાં આવતું હતું. હવે, ફરહાનના જીવનમાં શ્રદ્ધા બાદ નવી એક્ટ્રેસ આવી છે અને તે છે શિબાની દાંડેકર. શ્રદ્ધા, ફરહાન કરતાં 13 વર્ષ નાની હતી જ્યારે શિબાની, ફરહાન કરતાં સાત વર્ષ નાની છે. શિબાની મોડલ તથા સિંગર છે. શિબાનીએ સલમાન ખાનની ફિલ્મ 'સુલ્તાન'માં નાનો રોલ કર્યો હતો.


ત્રણ વર્ષથી એકબીજાને ઓળખે છે ફરહાન-શિબાનીઃ
શિબાની તથા ફરહાન એકબીજાને ત્રણ વર્ષથી ઓળખે છે. બંનેની મુલાકાત 2015માં શો 'આઈ કેન ડૂ ધેટ' દરમિયાન થઈ હતી. આ શોને ફરહાન હોસ્ટ કરતો હતો અને શિબાની પણ આ શોનો હિસ્સો હતી.


અનુષા દાંડેકરની બહેનઃ
શિબાની જાણીતી એમટીવી વીજે, એક્ટ્રેસ તથા સિંગર અનુષા દાંડેકરની બહેન છે. અનુષાએ અનેક ફિલ્મ્સમાં કામ કર્યું છે. શિબાનીની વાત કરીએ તો 2014માં મરાઠી ફિલ્મ 'ટાઈમપાસ'માં આઈટમ સોંગ કરીને કરિયરની શરૂઆત કરી હતી. 2015માં તે 'રોય', 'શાનદાર' જેવી ફિલ્મ્સમાં જોવા મળી હતી. તેણે 'નામ શબાના', 'નૂર', 'ભાવેશ જોષી' જેવી ફિલ્મ્સમાં નાના-નાના રોલ કર્યાં છે.


બે દીકરીઓનો પિતાઃ
ફરહાન અને અધૂના વચ્ચે 2017માં 17 વર્ષના લગ્નજીવનનો અંત લાવીને ડિવોર્સ લીધા હતાં. તેમના લગ્ન 2000માં થયા હતાં. ચર્ચા હતી કે ફરહાનના જીવનમાં શ્રદ્ધા કપૂર આવ્યા બાદ પત્ની અધૂના સાથે ઝઘડાં થતા હતાં. દિવસે દિવસે બંનેના લગ્નજીવનમાં કડવાશ વધતા અંતે ડિવોર્સનો નિર્ણય લીધો હતો. અધુના અને ફરહાનને બે દીકરીઓ છે, જેમાં શાક્યા(15 વર્ષ) તથા અકીરા(સાત વર્ષ) છે. ડિવોર્સ બાદ બંને દીકરીઓ માતા અધૂના સાથે રહે છે.


13 વર્ષ નાની શ્રદ્ધા સાથે રહેતો હતો લિવ-ઈનમાં, એવી હતી ચર્ચાઃ
જાન્યુઆરી, 2017માં ફરહાન તથા શ્રદ્ધા લિવ-ઈનમાં રહે છે, તેવી ચર્ચા થતી હતી. આ સમયે શ્રદ્ધાની ઉંમર 30 અને ફરહાન 43 વર્ષનો હતો. કહેવાય છે કે શ્રદ્ધાનાં પિતા શક્તિ કપૂર એક્ટર ફરહાન અખ્તરના ઘરે જઈને દીકરીને જબરજસ્તી ત્યાંથી લઈને આવ્યો હતો. જોકે, પછી શક્તિ અને શ્રદ્ધા બંનેએ આ વાતને ખોટી ગણાવી હતી. સૂત્રોના મતે, ફિલ્મ 'રોક ઓન 2' દરમિયાન ફરહાન અને શ્રદ્ધા વચ્ચે નિકટતા વધી હતી. ત્યારબાદ ફરહાન જૂહુનું ઘર છોડીને શ્રદ્ધાની સાથે લિવ-ઈનમાં રહેવા લાગ્યો હતો.


પ્રિયંકા સાથેની ફિલ્મમાં વ્યસ્તઃ
સોનાલી બોસની ફિલ્મ 'સ્કાઈ ઈઝ પિંક'માં ફરહાન અખ્તર એક્ટ્રેસ પ્રિયંકા સાથે કામ કરી રહ્યો છે. તો શ્રદ્ધા કપૂર ફિલ્મ 'સ્ત્રી', 'બત્તી ગુલ મીટર ચાલુ', 'સાહો'માં જોવા મળશે.

પહેલી મુલાકાતમાં અજય દેવગણને કાજોલ લાગી હતી અભિમાની અને વાતોડિયણ, બીજીવાર મળવા પણ નહોતો માંગતો

X
ડાબેથી, શ્રદ્ધા કપૂર, ફરહાન અખ્તર, શિબાનીડાબેથી, શ્રદ્ધા કપૂર, ફરહાન અખ્તર, શિબાની
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App