લાંબા સમય બાદ બોલિવૂડ એક્ટર ફરદીન ખાન જોવા મળ્યો પત્ની નતાશા માધવાણી અને દીકરા-દીકરી સાથે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટર ફરદીન ખાન લંડનથી ભારત પરત ફર્યો છે. તેની સાથે પત્ની નતાશા માધવાણી, પુત્ર અઝરૂઈસ અને દીકરી દિયાની ઈઝાબેલ જોવા મળ્યાં હતાં. ફરદીન ખાન લાંબા સમય બાદ પરિવાર સાથે જોવા મળ્યો હતો. ફરદીનની પત્ની તથા સંતાનો છેલ્લાં ઘણાં સમયથી લંડનમાં જ રહેતા હતાં. જોકે, હવે ફરદીન ખાન એકદમ ફિટ લાગી રહ્યો છે. 2016માં ફરદીન ખાનનું વજન વધી ગયું હતું અને તેને કારણે તે સોશ્યિલ મીડિયામાં ટ્રોલ થયો હતો.


આઠ વર્ષથી છે બોલિવૂડથી દૂરઃ
સ્વ. ફિરોઝ ખાનનો દીકરો ફરદીન ખાન છેલ્લે 2010માં 'દુલ્હા મિલ ગયા'માં જોવા મળ્યો હતો. ત્યારબાદ તે બોલિવૂડ છોડીને લંડનમાં સેટલ થઈ ગયો હતો. જોકે, તે અવાર-નવાર લંડનથી મુંબઈ આવતી રહેતો હતો. ફરદીને 24ની ઉંમરમાં 1998માં ફિલ્મ 'પ્રેમ અગન'થી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 'જંગલ', 'પ્યાર તૂને ક્યા કિયા', 'હમ હો ગયે આપકે', 'ખુશી', 'દેવ', 'પ્યાર મોહન', 'લાઈફ પાર્ટનર' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું હતું.


2016માં થયો હતો ટ્રોલઃ
2016માં ફરદીન ખાન જ્યારે મુંબઈ આવ્યો ત્યારે ઘણો જ જાડો લાગતો હતો. આટલુ જ નહીં સોશ્યિલ મીડિયામાં ફરદીન ખાનની ઘણી જ મજાક ઉડાવવામાં આવી હતી. ત્યારબાદ ફરદીન ખાને ફેસબુક પર એક પોસ્ટ લખીને ટ્રોલર્સને જવાબ આપ્યો હતો.


2017માં બન્યો બીજીવાર પિતાઃ
2017માં ફરદીનની પત્ની નતાશાએ દીકરા અઝરૂઈસને જન્મ આપ્યો હતો. ફરદીન ખાને 2005માં જાણીતી એક્ટ્રેસ મુમતાઝ અને ગુજરાતી બિઝનેસમેન મયુર માધવાણીની દીકરી નતાશા માધવાણી સાથે લગ્ન કર્યાં હતાં. ફરદીન તથા નતાશાને એક પુત્ર તથા દીકરી દિયાની છે.


કરી શકે છે કમબેકઃ
2017માં ફરદીન ખાને એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે તે ફિલ્મ્સમાં કમબેક કરશે. હવે ફરદીન એકદમ ફિટ લાગે છે.

 

કેન્સરને કારણે બોલિવૂડ એક્ટ્રેસ ને પોરબંદરની વહુ મુમતાઝનાં ઉતરી ગયા હતાં બધા વાળ, પતિએ આપી હતી વિગ