Home » Bollywood » Gossip » at the age of 82, dharmendra drive tractor and lived in farmhouse

28 વર્ષથી દેસી અંદાજમાં જીવે છે ધરમપાજી; કહ્યુ, ''આમાં છે માટીની સુગંધ, હું મારું નસીબ જાતે લખું છું અને મારો ભગવાન મારી સાથે છે''

Divyabhaskar.com | Updated - Jul 22, 2018, 04:40 PM

એક્ટિંગ વર્લ્ડથી દૂર પરંતુ સોશ્યિલ મીડિયામાં એક્ટિવ 82 વર્ષીય ધર્મેન્દ્ર ફરી એકવાર પોતાની નવી તસવીરને કારણે ચર્ચામાં છે

 • at the age of 82, dharmendra drive tractor and lived in farmhouse

  મુંબઈઃ એક્ટિંગ વર્લ્ડથી દૂર પરંતુ સોશ્યિલ મીડિયામાં એક્ટિવ 82 વર્ષીય ધર્મેન્દ્ર ફરી એકવાર પોતાની નવી તસવીરને કારણે ચર્ચામાં છે. ફોટોમાં ધર્મેન્દ્ર ફૂલી રફ એન્ડ ટફ લુકમાં હેટ પહેરીને દેસી અંદાજમાં ટ્રેકટર ચલાવતા જોવા મળે છે. આ રાઈડ દરમિયાન વચ્ચે તેઓ ઘોડાને પ્રેમ કરતા જોવા મળે છે. ધર્મેન્દ્રે આ ફોટોને કેપ્શન આપ્યું છે, ''તેઓ છેલ્લાં 27 વર્ષથી પ્રકૃતિના ખોળામાં જીવન જીવી રહ્યા છે. તેમના જીવન જીવવાના આ અંદાજમાં માટીની સુગંધ તથા જંગલીપણું છે. હું રોજ મારા ભગવાનનો અવાજ સાંભળું છે, જે મને છે, ઓહ માય સન, તુ તારું નસીબ જાતે જ લખે છે. આ જ રીતે આગળ વધુ, હું તારી સાથે છું''


  ફાર્મમાં રહે છે ધરમપાજીઃ
  ધર્મેન્દ્ર પોતાના ખેતરમાં ઉગાડેલું અનાજ, શાકભાજી તથા તબેલાની ગાય-ભેંસોનું દૂધ પીવે છે. આ જ કારણ છે કે 82ની ઉંમરમાં પણ તે ફિટ દેતખાય છે.


  41 વર્ષ જૂનો લેટર કર્યો હતો શૅરઃ
  થોડાં સમય પહેલાં જ ધર્મેન્દ્રે સોશ્યિલ મીડિયામાં સની દેઓલનો 41 વર્ષ જૂનો એક ફોટો શૅર કર્યો હતો. આ લેટર સનીએ 29 જુલાઈ, 1977માં લખ્યો હતો. જ્યારે તે યુકેમાં એક્ટિંગ ટ્રેનિંગ લેતો હતો. લેટરનો ફોટો શૅર કરતા ધરમપાજીએ કહ્યુ હતુ કે આ તેમની રાસે છે અને તેનો તેમને ગર્વ છે. તે ઈચ્છે છે કે આ લેટર વાયરલ થાય. યુવા પેઢીઓ માટે આમાં એક મેસેજ છે. મેસેજ એ છે કે પોતાના પેરેન્ટ્સને પ્રેમ કરો અને તેમને અવગણો નહીં. પેરેન્ટ્સે તમને જન્મ આપ્યો છે. તે પોતાના જીવનમાં એટલું જ ઈચ્છે છે કે સંતાનો ખુશ રહે, આગળ વધે અને સ્વાસ્થ્ય સારું રહે. તો મહેરબાની કરીને તેમનું ધ્યાન રાખો અને પ્રેમ કરો. વધુમાં ધર્મેન્દ્રે કહ્યુ હતુ કે આ લેટરના હેડરાઈટિંગ સનીના છે. તે બોબી તથા સની સાથે 'યમલ પગલા દિવાના ફિર સે'માં જોવા મળશે.


  છ બાળકોના પિતાઃ
  ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર લાઈમ-લાઈટથી દૂર રહે છે. 1954માં 19ની ઉંમરે ધર્મેન્દ્રે પ્રકાશ કૌર સાથે એરેન્જ મેરેજ કર્યાં હતાં. તેમને ચાર સંતાનો છે. અજય સિંહ(સની), વિજય સિંહ(બોબી), વિજેતા તથા અજેતા. 1980માં ધર્મેન્દ્રે હેમા સાથે બીજા લગ્ન કર્યાં હતાં. તેમને બે દીકરીઓ એશા તથા આહના દેઓલ છે.


  ધર્મેન્દ્ર ફાર્મ હાઉસ પર વિતાવે છે મોટા ભાગનો સમયઃ
  એક ઈન્ટરવ્યૂમાં ધર્મેન્દ્રે કહ્યુ હતુ, ''હું જાટ છું અને જાટ જમીન તથા પોતાના ખેતરોને પ્રેમ કરે છે. મારો મોટા ભાગનો સમય લોનાવાલા સ્થિત પોતાના ફાર્મ હાઉસ પર જ વીતે છે. અમારું ફોકસ ઓર્ગેનિક ખેતી પર છે અને અમે ચોખા ઉગાડીએ છીએ. ફાર્મ હાઉસમાં મારી અમુક ભેંસો પણ છે.''


  છેલ્લે 'સેકન્ડ હેન્ડ હસબન્ડ'માં જોવા મળ્યા હતા ધરમઃ
  ધર્મેન્દ્રે પોતાની કરિયરમાં 'શોલે', 'માં', 'ચાચા ભતીજા', 'ધરમ વીર', 'રાજ તિલક', 'સલ્તનત' અને 'યકીન' જેવી અનેક પોપ્યુલર ફિલ્મ્સમાં કામ કર્યું છે. 82 વર્ષના થઈ ચૂકેલા ધર્મેન્દ્ર છેલ્લે 2015માં 'સેકન્ડ હેન્ડ હસબન્ડ'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મથી ગોવિંદાની દીકરી ટીનાએ ડેબ્યૂ કર્યું હતું.

  ચાર વર્ષ બેકાર રહ્યાં બાદ 'રેસ 3'થી મળી સફળતા, ખુશ થઈને બોબીએ ખરીદી રેન્જ રોવર કાર

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ