તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'રેસ 3'ની નિષ્ફળતા પર પહેલી વાર બોબી દેઓલે કહ્યું, ''સલમાનનો દમ બધાએ જોયો''

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટર બોબી દેઓલ હાલમાં 'યમલા પગલા દિવાના ફિર સે'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ પહેલાં બોબી દેઓલની ઈદ પર 'રેસ 3' રીલિઝ થઈ હતી. સલમાન ખાનની આ ફિલ્મની ઘણી જ મજાક ઉડાવવામાં આવી હતી. 200 કરોડની કમાણી કરી હોવા છતાંય આ ફિલ્મને ફ્લોપ ગણવામાં આવી છે. હવે, પહેલી જ વાર બોબી દેઓલે આ ફિલ્મની નિષ્ફળતાને લઈને વાત કરી છે.


બોક્સ-ઓફિસ પર જોવા મળ્યો સલમાનનો દમઃ
બોબી દેઓલે કહ્યું હતું, ''મને તે સમયે પણ ખ્યાલ નહોતો આવ્યો કે આ શું થઈ રહ્યું છે. કોઈ પણ ફિલ્મને લઈને આટલી બધી નેગેટિવિટી જોવા મળી નથી. લોકો અમને તમામને કોઈ પણ વાતે ટ્રોલ કરતા હતાં. જોકે, સલમાન ખાનનો પાવર આપણે બધાએ બોક્સ ઓફિસ પર જોયો હતો. આટલી મજાક ઉડવા છતાંય ફિલ્મે 200 કરોડની કમાણી કરી હતી.''


પહેલી 200 કરોડની ફિલ્મઃ
બોબી દેઓલે વધુમાં જણાવ્યું હતું, ''કોઈ પણ કલાકાર 100 ટકા હિટ ફિલ્મની પસંદગી કરી શકે નહીં. એ દર્શકો પર આધાર છે કે તેમને ફિલ્મ ગમે છે કે નહીં. જોકે, અંતે તો હું એટલું જ કહીશ કે આ મારી પહેલી ફિલ્મ હતી, જેણે 200 કરોડની કમાણી કરી છે. મારા માટે 'રેસ 3' હંમેશા યાદગાર રહેશે. કારણ કે આ ફિલ્મ માટે મેં ઘણી જ મહેનત કરી હતી અને ચાહકોએ વખાણ પણ કર્યાં હતાં.


ફિલ્મને લઈ બહુ જ નેગેટિવિટી ફેલાઈઃ
'રેસ 3'માં સલમાન ખાન, બોબી દેઓલ, અનિલ કપૂર, ડેઈઝી શાહ, જેક્લીન ફર્નાન્ડિઝ લીડ રોલમાં હતાં. આ ફિલ્મથી બોબી દેઓલે ચાર વર્ષ બાદ કમબેક કર્યું હતું. જોકે, ફિલ્મ રીલિઝ થતાં જ ચાહકો એ હદે નિરાશ થયા હતાં કે તેમણે સોશ્યિલ મીડિયામાં #WeDontWantDabangg3 કરીને ટ્વિટ કરી હતી. ચાહકો એમ કહેવા માંગતા હતાં કે 'રેસ 3' જેવી ફ્લોપ ફિલ્મ બીજીવાર ના કરે. આ ફિલ્મની પૂરી સ્ટાર-કાસ્ટની મજાક ઉડાવવામાં આવી હતી. 'રેસ 3'ને લઈ બોબીએ કહ્યું હતું, ''મને ખ્યાલ નથી કે અચાનક શું થયું, ફિલ્મની રીલિઝ પહેલાં જ ઘણી જ નકારાત્મકતા ફેલાઈ ગઈ હતી.''

 

 

માત્ર ફિલ્મ્સમાં જ નહીં પરંતુ Real Lifeમાં દેશભક્ત છે અક્ષય કુમાર, ખેડૂતોથી લઈ શહીદ સૈનિકોના પરિવારને કરી ચૂક્યો છે મદદ