બોબી દેઓલે સેલિબ્રેટ કર્યો મોમ પ્રકાશ કૌરનો જન્મદિવસ, ફોટો શૅર કરીને લખ્યું, ''મોમ મારો પ્રેમ અને મારું જીવન છે...''

ફિલ્મ 'યમલા પગલા દિવાના ફિર સે'એ પહેલાં દિવસે બોક્સ ઓફિસ પર 4.25 કરોડની કમાણી કરી હતી

divyabhaskar.com | Updated - Sep 02, 2018, 01:16 PM
bobby deol wish his mother prakash kaur on her birthday

મુંબઈઃ ફિલ્મ 'યમલા પગલા દિવાના ફિર સે'એ પહેલાં દિવસે બોક્સ ઓફિસ પર 4.25 કરોડની કમાણી કરી હતી. ફિલ્મમાં ધર્મેન્દ્રના બંને દીકરા સની તથા બોબી જોવા મળ્યા હતાં. 31 ઓગસ્ટના રોજ સની તથા બોબીની માતા પ્રકાશ કૌરનો જન્મદિવસ હતો. મોમને જન્મદિવસની શુભકામના પાઠવતા બોબીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માતા સાથેનો ફોટ શૅર કરીને કેપ્શન આપ્યું હતું, ''My love my life my everything MAA I love you''


લાઈમ-લાઈટથી દૂર રહે છે પ્રકાશ કૌરઃ
ધર્મેન્દ્રની પહેલી પત્ની તથા સની-બોબી માતા પ્રકાશ કૌર લાઈમ-લાઈટથી દૂર રહે છે. તે ક્યારેય ફિલ્મી પાર્ટી કે ઈવેન્ટમાં જોવા મળી નથી. પ્રકાશ કૌરે ધર્મેન્દ્ર સાથે 1954માં લગ્ન કર્યાં હતાં. તે સમયે ધર્મેન્દ્રની ઉંમર 19 વર્ષની હતી. જ્યારે ધર્મેન્દ્રે ફિલ્મ્સમાં એન્ટ્રી લીધી ત્યારે સની દેઓલનો જન્મ થઈ ચૂક્યો હતો. ધર્મેન્દ્ર-પ્રકાશને ચાર સંતાનો(બે દીકરાઓ, સની-બોબી, બે દીકરીઓ, અજેતા-વિજેતા) છે. ફિલ્મમાં કામ કરતા કરતા ધર્મેન્દ્રના સંબંધો હેમામાલિની સાથે બંધાયા હતાં. બંને વચ્ચેના અફેરની ચર્ચા તે સમયે બોલિવૂડમાં થતી હતી.


પ્રકાશને ડિવોર્સ આપવા માંગતા હતાં ધર્મેન્દ્રઃ
હેમામાલિની સાથે લગ્ન કરવા માટે ધર્મેન્દ્ર પોતાની પહેલી પત્ની પ્રકાશ કૌરને ડિવોર્સ આપવા માંગતો હતો. જોકે, પ્રકાશ ડિવોર્સ આપવા તૈયાર નહીં અને અંતે ધર્મેન્દ્ર અને હેમામાલિનીએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને લગ્ન કર્યાં હતાં.

28 વર્ષથી દેસી અંદાજમાં જીવે છે ધરમપાજી; કહ્યુ, ''આમાં છે માટીની સુગંધ, હું મારું નસીબ જાતે લખું છું અને મારો ભગવાન મારી સાથે છે''

X
bobby deol wish his mother prakash kaur on her birthday
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App