સાવકી માતા શ્રીદેવીના નિધન બાદ શા માટે 18-18 કલાક કામ કરે છે અર્જુન કપૂર?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ અર્જુન કપૂરે બહુ થોડા સમયમાં પોતાની અલગ ઓલખ બનાવી છે. હાલમાં અર્જુન કપૂર ફિલ્મ 'નમસ્તે ઈંગ્લેન્ડ'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ માટે અર્જુન કપૂર 18-18 કલાક સતત શૂટિંગ કરી રહ્યો છે. શ્રીદેવીના નિધનના સમયે અર્જુન કપૂરે ફિલ્મના શૂટિંગ સમયે સાત દિવસની રજા લીધી હતી. જેથી તે પરિવાર સાથે સમય પસાર કરી શકે. 


નિર્માતા પાસે માંગી હતી રજાઃ
શ્રીદેવીના નિધનના સમાચાર સાંભળ્યા બાદ પિતા બોની કપૂર સાથે સમય પસાર કરવા માટે નિર્માતા વિપુલ શાહ પાસે અર્જુને એક અઠવાડિયાના રજા માંગી હતી, જે તેને આપી દેવામાં આવી હતી. 


શૂટિંગ પર જતા પહેલાં સાવકી બહેનોને બોલાવી ઘરેઃ
શૂટિંગ શિડ્યૂઅલ પર નીકળતા પહેલા અર્જુન કપૂરે પિતા બોની તથા સાવકી બહેનો જાહન્વી તથા ખુશીને પોતાના ઘરે ડિનર પર બોલાવ્યા હતાં. ત્રણેય ખાસ્સો સમય અર્જુન કપૂરના ઘરે રોકાયા હતાં. ઘરમાંથી નીકળતા સમયે અર્જુન બંનેને બહેનોને કાર સુધી મૂકવા આવ્યો હતો. પાપા બોનીને ગળે લગાવ્યા હતાં. સૂત્રોના મતે, અર્જુન કપૂર, પાપાના ઘરે શિફ્ટ થાય તેવી શક્યતા છે. 


(વાંચો, આખી જિંદગી વાત નહોતી કરી સાવકી માતા સાથે, તેનો જ પાર્થિવ દેહ લઈને આવ્યો ભારત...)

અન્ય સમાચારો પણ છે...