મુંબઈઃ સાવકી માતા શ્રીદેવીના નિધન બાદ અર્જુન કપૂરને તેમની પ્રત્યે પ્રેમનો વ્યક્ત કર્યો હતો. અંતિમ સંસ્કારની વિધિ થયા બાદ અર્જુન કપૂર અમૃતસર પોતાની ફિલ્મ 'નમસ્તે ઈંગ્લેન્ડ'ના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયો હતો. હાલમાં જ અમૃતસરમાં ફિલ્મનું શૂટિંગ કરતો જોવા મળ્યો હતો પરંતુ તેની આંખોમાં સાવકી મોમ જવાનું દુઃખ છુપાયેલું હતું.
રસ્તા પર નીકળ્યોઃ
અર્જુન કપૂર સાવકી માતાના નિધનથી ઘણો જ દુઃખી છે. તે પોતાની જાતને સતત વ્યસ્ત રાખીને આ દુઃખને ભૂલાવવા માંગે છે. શૂટિંગમાંથી ફ્રી થયા બાદ અર્જુન કપૂર તરત જ અમૃતસરની ગલીઓમાં બુલેટ લઈને ફરવા નીકળી પડે છે. જોકે, આ સમયે અર્જુન કપૂર ચહેરા પર સ્માઈલ રાખવાનો પૂરતો પ્રયાસ કરે છે પરંતુ તેની આંખો ભીની થઈ જતી હોય છે.
(જુઓ, આંખોના આંસુઓને ચશ્માની પાછળ છુપાવતો અર્જુન કપૂર...)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.