તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાર્ટીમાં એક જ કારમાં સાથે આવ્યા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા, કેમેરાથી બચતા જોવા મળ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક જ કારમાં અર્જુન-મલાઈકા - Divya Bhaskar
એક જ કારમાં અર્જુન-મલાઈકા

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તથા અર્જુન કપૂર વચ્ચે અફેર હોવાની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહી છે. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો. ત્યાં સુધી કે બંને એકબીજાને લઈને પૂછાતા સવાલોના જવાબ પણ આપતા નહોતાં. હાલમાં જ મલાઈકા તથા અર્જુન એક જ કારમાં સાથે જોવા મળ્યાં હતાં. જોકે, જ્યારે કેમેરાની નજર તેમના પર મળી ત્યારે મલાઈકા કેમેરાથી બચતી જોવા મળી હતી. અર્જુન 33 વર્ષનો છે, જ્યારે મલાઈકા 44 વર્ષીય છે અને 15 વર્ષીય દીકરા અરહાનની માતા છે.


સંદિપ ખોસલાની પાર્ટીમાં આવ્યા સાથેઃ
ફેશન ડિઝાઈનર સંદિપ ખોસલાએ 6 ઓક્ટોબરના રોજ પોતાના ઘરે એક પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં અર્જુન કપૂર-મલાઈકા અરોરા એક જ કારમાં આવ્યા હતાં. આ સિવાય ખુશી કપૂર, રેહા કપૂર પણ આવ્યા હતાં.


ફેશન શોમાં જોવા મળ્યાં હતાં સાથેઃ
આ પહેલાં મલાઈકા તથા અર્જુન એક ફેશન શોમાં બાજુ-બાજુમાં બેઠેલા જોવા મળ્યાં હતાં. ત્યારથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે અર્જુન-મલાઈકા હવે પોતાના સંબંધો છુપાવવા માંગતા નથી.


હાલમાં જ ડેટિંગને લઈ મલાઈકાએ આપ્યો હતો આ જવાબઃ
44 વર્ષીય મલાઈકા અરોરા પોતાની હોટનેસને કારણે ચર્ચામાં છે. હાલમાં જ મલાઈકા અરોરા 'ફિટ અપ વિધ થ સ્ટાર્સ'  ટોક શોમાં જોવા મળી હતી. અહીંયા તેણે પોતાના જીવન અંગેના સવાલોના જવાબ આપ્યા હતાં. મલાઈકાએ શોમાં એમ પણ કહ્યું હતું કે તેણે પોતાના જીવનમાં ક્યારેય ડેટિંગ કર્યું નથી. તે આ બધા માટે નવી છે. તેણે ક્યારેય ડેટિંગ કર્યું નથી. તેણે જે વ્યક્તિને ડેટિંગ કર્યું, તેની સાથે જ લગ્ન કર્યાં છે. મલાઈકા હાલમાં સિંગલ મધર તરીકે દીકરા અરહાનનો ઉછેર કરી રહી છે.

 

મલાઈકા હવે છુપાવવા નથી માંગતી સંબંધોઃ
મલાઈકા તથા અર્જુન સાથે જોડાયેલા નિકટના સૂત્રોના મતે, ''મલાઈકા હવે અર્જુન સાથેની નિકટતા છુપાવવા માંગતી નથી.''

 

 


સલમાનને પસંદ નથી અર્જુન-મલાઈકાના સંબંધોઃ
અરબાઝ ખાન સાથે હતી ત્યારે જ અર્જુન તથા મલાઈકાની નિકટતા ચર્ચાનું કારણ બની હતી. આ સમયે સલમાનને અર્જુન-મલાઈકાની નિકટતા બિલકુલ પસંદ નહોતી. સલમાને આ વાત બોની કપૂરને કરી હતી. સલમાન ખાને બોની કપૂરને કહ્યુ હતુ કે તે તેમના દીકરા અર્જુન કપૂરને મલાઈકાથી દૂર રહેવાનું કહે. આ જ કારણથી સલમાન અને અર્જુન કપૂર એકબીજા સાથે વાત પણ કરતા નથી.


2016માં લીધા ડિવોર્સઃ
મલાઈકા તથા અરબાઝ ખાને 2016માં ડિવોર્સ લીધા હતાં. જોકે, ડિવોર્સ બાદ પણ મલાઈકા પૂર્વ પતિ અરબાઝ તથા ખાન પરિવાર સાથે નિકટના સંબંધો ધરાવે છે. ખાન પરિવારના કોઈ પણ પ્રસંગમાં મલાઈકા હાજર રહે છે. જોકે, સલમાન હવે મલાઈકા સાથે કોઈ સંબંધ રાખતો નથી.


સલમાને બોની કપૂરની ફિલ્મમાં કામ કરવાની પાડી નાઃ
બોની કપૂર 'વોન્ટેડ' તથા 'નો એન્ટ્રી'ની સિક્વલ બનાવવા માંગે છે પરંતુ સલમાન ખાને બોની કપૂરની ફિલ્મમાં કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. આની પાછળ એમ માનવામાં આવે છે કે સલમાનને અર્જુન તથા મલાઈકાના સંબંધો પસંદ નથી અને તેથી જ તેણે બોની કપૂર સાથે કામ કરવાની ના પાડી દીધી છે.

 

1 લાખ રૂપિયાથી વધુની કિંમતના જેકેટમાં મલાઈકા-અમૃતા સાથે જીમમાં પરસેવો પાડવા પહોંચી કરિના કપૂર, વર્કઆઉટ દરમિયાન પણ પહેરે છે મોંઘા કપડા