તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સલમાન ખાનનો 51 વર્ષીય ભાઈ અરબાઝ કરશે બીજા લગ્ન, પહેલી પત્ની મલાઈકાને 2016માં આપ્યાં હતાં ડિવોર્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસ બાદ હવે બોલિવૂડમાંથી અન્ય લગ્નના સમાચાર સામે આવી રહ્યાં છે. સૂત્રોના મતે, સુપરસ્ટાર સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન(51 વર્ષ) બીજા લગ્ન કરવાનો છે. કહેવાય છે કે અરબાઝ ખાન ટૂંક સમયમાં જ જ્યોર્જીયા એન્ડ્રિયાની સાથે લગ્ન કરવાનો છે. એક અંગ્રેજી વેબસાઈટ સાથેની વાતચીતમાં ખાન પરિવાર સાથે જોડાયેલા સૂત્રોએ અરબાઝના લગ્નનો સંકેત આપ્યો હતો. જોકે, આ લગ્ન માટે સલમાન ખાને મંજૂરી આપી નથી.


પરિવારની પરવાનગી વગર કરશે લગ્નઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અરબાઝ તથા જ્યોર્જીયાના લગ્ન માટે હજી સુધા ખાન પરિવારે મંજૂરી આપી નથી. તેમ છતાંય અરબાઝ લગ્નનું પ્લાનિંગ કરી રહ્યો છે. સલમાન ખાન તથા તેના પેરેન્ટ્સને લાગે છે કે અરબાઝના પહેલાં લગ્ન આ જ કારણે તૂટ્યાં હતાં. કારણ કે તે જીવનમાં કંઈ ખાસ કરી શક્યો નહીં. તે પોતાના દમ પર અલગ ઓળખ બનાવનાર મલાઈકાએ અરબાઝ સાથે એટલા માટે લગ્ન કર્યાં હતાં કે તે સલમાનનો ભાઈ છે. જોકે, અરબાઝ ક્યારેય પોતાની ઓળખ બનાવી શક્યો નહીં અને ભાઈ પર ડિપેન્ડેટ થઈ ગયો હતો. અંતે, મલાઈકાએ અરબઝાને ડિવોર્સ આપી દીધા હતાં. આ જ કારણથી ખાન પરિવાર અરબાઝને બીજા લગ્ન માટે પરવાનગી આપતો નથી.


બોલિવૂડમાં કામ કરી ચૂકી છે જ્યોર્જીયાઃ
જ્યોર્જીયા મોડલ તથા બોલિવૂડ એક્ટ્રેસ છે. તે જુલાઈ, 2017માં રીલિઝ થયેલી ફિલ્મ 'ગેસ્ટ ઈન લંડન'માં જોવા મળી હતી.


પૂર્વ પત્નીની બહેન અને દીકરાને પણ પસંદ છે જ્યોર્જીયા એન્ડ્રિયાની
અરબાઝ અને જ્યોર્જીયાનાં સંબંધોને પૂર્વ પત્ની મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરાને પણ પસંદ છે. થોડાં સમય પહેલાં જ અમૃતાએ અરબાઝ તથા જ્યોર્જીયા સાથે ડિનર લીધું હતું. અમૃતા, જ્યોર્જીયા સાથે ઘણી જ હળી-મળી ગઈ છે. આટલું જ નહીં અરબાઝનો દીકરો અરહાનને પણ જ્યોર્જીયા પસંદ છે.


2016માં થયા હતાં ડિવોર્સઃ
અરબાઝ તથા મલાઈકાએ 2016માં ડિવોર્સ લીધા હતાં. તે સમયે ચર્ચા હતી કે મલાઈકા પતિ અરબાઝની નિષ્ફળ કરિયરને લઈને પરેશાન હતી.

 

સલમાન ખાનની મદદથી મોતના મુખમાંથી બહાર આવી 'વીરગતિ'ની એક્ટ્રેસ; કહ્યું, ''આજે તેમના કારણે જ જીવિત છું''