તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉઠીને તરત જ એક કેળું ખાય છે અનિલ કપૂર, દર અઢી કલાકે ભોજન, આવો છે અનિલ કપૂરનો ડાયટ પ્લાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટર અનિલ કપૂરે હાલમાં જ ઈન્સ્ટાગ્રામમાં સાયકલિંગ કરતો વીડિયો શૅર કર્યો હતો. 61 વર્ષની ઉંમરમાં પણ અનિલ કપૂર 30નો લાગે છે. અનિલ કપૂર રોજ સવારે સાયકલિંગ કે જોગિંગ કરતો હોય છે. અનિલ કપૂર રોજ સવારે 10 મિનિટ કાર્ડિયો કરે છે. અનિલ કપૂરે વર્કઆઉટ દરમિયાન બોડીના વિવિધ પાર્ટ્સ પર ફોક્સ કરે છે. અનિલ કપૂર ફ્રી વેઈટ્સ, સિટ-અપ્સ, ક્રંચિસ, ચેર સ્ક્વોટ્સ, પુશ-અપ્સ કરતો રહે છે. આ સિવાય અનિલ કપૂર યોગ પણ કરે છે.


રોજ સવારે છ વાગે ઉઠેઃ
અનિલ કપૂર રોજ સવારે છ વાગે ઉઠીને 10 મિનિટ કાર્ડિયો કરે છે. જો અનિલ કપૂરને વહેલી સવારે શૂટિંગ હોય તો તે સાડા ત્રણ-ચાર વાગે ઉઠીને વર્કઆઉટ કરે જ છે. અનિલ કપૂર ક્યારેક જીમમાં અને ક્યારેક બહાર વર્કઆઉટ કરે છે. ઉઠીને તરત જ તે એક કેળું ખાય છે. જેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પોટેશિયમ તથા આર્યન છે. તે દિવસમાં પાંચથી છવાર થોડું થોડું જમે છે એટલે કે દર અઢી કલાકે તે જમે છે. આટલું જ નહીં અનિલ કપૂર જ્યારે પણ જમે ત્યારે કેલરી કેટલી લીધી, તેનું પણ ધ્યાન રાખે છે. અનિલ કપૂર બેથી અઢી કલાક વર્કઆઉટ કરે છે.

 

નથી પીતો દારૂ, ખાંડથી રહે છે દૂરઃ
અનિલ કપૂર પોતાની લાઈફ સ્ટાઈલને લઈ ઘણો જ સજાગ છે. તે સ્મોકિંગ કે દારૂ પીતો નથી. આટલું જ નહીં અનિલ કપૂર પોઝિટિવ રીતે લાઈફને માણે છે અને સ્ટ્રેસ ફ્રી રહે છે. અનિલ કપૂર ખાંડ તથા જંક ફૂડ લેતો નથી અને ડેરી પ્રોડક્ટ્સ પુષ્કળ માત્રામાં લે છે.


ફોલો કરે છે આ ટિપ્સઃ
- સવારે ઉઠીને અનિલ કપૂર ખાલી પેટે એક બોટલ પાણી પીવે છે. ત્યારબાદ કેબેજ, લેટ્સ, ઈંડાની બનાવેલી સેન્ડવિચ ખાય છે. ક્યારેય ઓટ્સ પણ નાસ્તામાં લે છે.


- સ્ટ્રોબેરી મિલ્કશેક અને સફરજનનો જ્યૂસ પીવો પસંદ છે.


- બાફેલી બ્રોકોલી અથવા સેલરિ લંચમાં લેવી ગમે છે.


- ડિનરમાં વિવિધ જાતના સલાડ્સ અલગ-અલગ સોસ સાથે લેવા પસંદ છે.


- ક્યારેય બાફેલા કઠોળ અને બ્રાઉન રાઈસ પણ લે છે.


- અનિલ કપૂર ભાત પણ ખાઈ છે પરંતુ તે કેટલી માત્રામાં, કઈ રીતે બનાવેલો અને કયા ચોખા છે, તે બાબત મહત્વની છે.


- અનિલ કપૂર ક્યારેય સમોસા ખાતો નથી પરંતુ સમોસાનું ઉપરનું પડ ખાય છે. તે અંદરનું પુરણ(ફિલિંગ) ક્યારેય ખાતો નથી. આથી જ ચાહકો તેને ઘણીવાર કહે છે કે તે ફિલિંગ વગરનો સમોસા જેવો છે.


- અનિલ કપૂર સ્લિમ રહેવા માટે ઘણી જ મહેતન કરે છે. તેણે ક્યારેય રેડ મીટ ખાધું નથી. આ સિવાય તે ભોજનમાં ઘણું જ ધ્યાન રાખે છે.


- આ સિવાય અનિલ કપૂર માને છે કે તમારી આસપાસ સારા લોકો હોવા જોઈએ, જેમની આદતો સારી હોય. ખરાબ આદતના લોકો તમને પણ બગાડે છે.

 

- અનિલ કપૂર પૂરતી ઉંઘ લેવામાં માને છે.

 

61 વર્ષીય સસરા અનિલ કપૂર ભારે પડ્યો 35 વર્ષીય જમાઈ આનંદ પર, આવો રહ્યો Look