અક્ષય કુમારે કહ્યું, ''રીલ નહીં REAL હીરો પર બને બાયોપિક'', શું સંજય દત્તની 'સંજુ' પર કર્યો ઈશારો!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ છેલ્લાં કેટલાંક સમયથી બોલિવૂડમાં એક પછી એક બાયોપિક ફિલ્મ રીલિઝ થઈ રહી છે. 'સંજુ', 'સૂરમા' જેવી ફિલ્મ્સ બાદ આ વર્ષે કેટલીક અન્ય બાયોપિક ફિલ્મ્સ પણ રીલિઝ થવાની છે. બાયોપિક્સ ટ્રેન્ડને લઈને બોલિવૂડ એક્ટર અક્ષય કુમારને તેની બાયોપિક લઈને સવાલ કરવામાં આવ્યો તો તેણે ચોખ્ખી ના પાડી હતી. નોંધનીય છે કે સંજય દત્તની બાયોપિક 'સંજુ'એ વર્લ્ડવાઈડ 560 કરોડની કમાણી કરી હતી. અક્ષય કુમારે કહ્યું હતું, ''હું ક્યારેય મારા પર પુસ્તક લખીશ નહીં અને હું મૂર્ખ હોઈશ તો જ હું મારી પર બાયોપિક બનાવીશ.''


તો શું 'સંજુ'ને લઈ કર્યો કટાક્ષઃ
અક્ષય કુમારે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ''હું માત્ર રિયલ હીરો પર બાયોપિક ફિલ્મ બનાવવા માંગીશ નહીં કે રિલ હીરો પર.'' વધુમાં અક્ષય કુમારે કહ્યું હતું, ''ઈતિહાસમાં આટલી સારી વાર્તાઓ છે. જેમ કે તપન દાસ('ગોલ્ડ'માં અક્ષયનું પાત્ર આના પર આધારિત છે), અરૂણાચલમ મુરૂગનાથમ(જેમના જીવન પરથી અક્ષય કુમારે 'પેડમેન' બનાવી હતી) જેવા વ્યક્તિઓ જેમણે ભારતને પોઝિટિવ સંદેશ આપ્યો હતો, તેમના પર ફિલ્મ બનાવવી ગમે. આ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિઓ પર બાયોપિક બનવી જોઈએ. અક્ષય કુમારની આ વાત સાંભળીને એમ લાગ્યું કે તેણે ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મ 'સંજુ' તરફ ઈશારો કર્યો છે.


બાયોપિકની ભરમારઃ
બોલિવૂડમાં હવે 'સુપર 30', 'મન્ટો', 'મણિકર્ણિકાઃ ધ રાની ઓફ ઝાંસી', 'ઓલિમ્પિક ચેમ્પિયન અભિનવ બિંદ્રા'નો સમાવેશ થાય છે. આ અંગે અક્ષય કુમારને પૂછવામાં આવ્યું કે બોલિવૂડમાં બાયોપિકનો ઓવરડોઝ નહીં જાય? જેના જવાબમાં અક્ષય કુમારે કહ્યું હતું, ''આ જાણીતી બાબત છે કે અમારી ઈન્ડસ્ટ્રિઝમાં જો એક બાબાત ચાલી જાય તો તેને બધા જ લોકો બનાવવાનો પ્રયાસ કરે છે. આ માત્ર બાયોપિક કે સ્પોર્ટ્સ બાયોપિકની વાત નથી. જો આમાંથી કેટલીક ફિલ્મ્સ ફ્લોપ જશે તો ફરી પાછા લોકો નવું શોધવાનો પ્રયાસ કરશે.''

 

અક્કીની આવશે આ ફિલ્મ્સઃ
'ગોલ્ડ' સિવાય અક્ષય કુમારની '2.0', 'હાઉસફૂલ 4' તથા 'કેસરી' ફિલ્મ્સ 2019 સુધીમાં રીલિઝ થશે.

 

 

ખિલાડી અક્ષય કુમાર બનશે 1000 કરોડનો દેશભક્ત, ‘ગોલ્ડ’ની એક ઝલકે જ આપ્યો સંકેત