લંડનમાં પુત્ર સાથે સ્પાઈડર પર બાઈક પર બેઠેલા અજય દેવગણે લખ્યું Biker boys!, ક્રૂઝર ટૂરિંગની કિંમત છે 18 લાખથી વધુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડનો 'સિંઘમ' એટલે કે અજય દેવગણે સોશ્યિલ મીડિયા ટ્વિટર પર તાજેતરમાં જ પુત્ર યુગ સાથેની એક તસવીર લંડનથી શૅર કરી છે. બંને એક સ્પાઈડર બાઈક પર જોવા મળ્યા છે. આ ફોટો લંડનની કોઈ રેસ્ટોરન્ટની બહારનો છે. અજય વ્હાઈટ ટી-શર્ટ તથા બ્લૂ જીન્સમાં જોવા મળે છે. તો યુગ રેડ ટી-શર્ટ તથા બ્લેક હાફ-પેન્ટમાં છે. યુગ બાઈકનું હેન્ડલ પકડીને હસી રહ્યો છે. તો અજયે તેને પકડીને રાખ્યો છે. અજયે આ તસવીર પર ''Biker boys!'' એવું કેપ્શન આપ્યું છે. આ બાઈક કેનેડિયન કંપની BRPની છે અને તેની કિંમત 18 લાખ કરતાં પણ વધુ છે.


18 લાખથી વધુ છે આ બાઈકની કિંમતઃ
BRP (Bombardier Recreational Products) ના આ થ્રી વ્હીલર બાઈકના મોડલનું નામ Can-Am Spyder Roadster છે. કંપનીએ સ્પાઈડર મોડલને ફેબ્રુઆરી, 2007માં લોન્ચ કર્યું હતું. જેમાં ત્રણ મોડલ ટૂરિંગ, ક્રૂઝર ટૂરિંગ તથા સ્પોર્ટ્સ ક્રઝિંગનો સમાવેશ થાય છે. અજય દેવગણ પોતાના દીકરા સાથે જે મોડલ પર બેઠો છે, તે ક્રૂઝર ટૂરિંગ છે. લંડનમાં આ બાઈકની કિંમત 26199 ડોલર એટલે કે 18 લાખ રૂપિયા કરતાં પણ વધુ છે.


વેકેશન મનાવી રહ્યો છે લંડનમાં:
અજય દેવગણ પત્ની કાજોલ તથા પુત્ર યુગ, દીકરી ન્યાસા સાથે લંડનમાં વેકેશન મનાવી રહ્યો છે.


દીકરો યુગ પણ કરે છે સ્ટંટઃ
અજય દેવગણે બોલિવૂડમાં એક્શન હીરો તરીકે એન્ટ્રી લીધી હતી. તેણે સિલ્વર સ્ક્રીન પર અનેકવાર સ્ટંટ્સ બતાવ્યા છે. છ વર્ષનો યુગ પણ પણ પાપાની જેમ અત્યારથી સ્ટંટ્સ કરવા લાગ્યો છે. 28 મેના રોજ અજયે દીકરાનો એક વીડિયો શૅર કર્યો હતો. જેમાં યુગ જીમમાં એક્સરસાઈઝ તથા સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો ઘણો જ વાયરલ થયો હતો.