• Gujarati News
  • National
  • સિંઘમના દીકરાએ કર્યું વર્કઆઉટ I Son Of Ajay Challenged Young India For Fitness

જુનિયર સિંઘમે આ રીતે કર્યું વર્ક આઉટ, સીનિયર સિંઘમ પણ રહી જશે દંગ!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ અજય દેવગને ટ્વિટર પર દીકરા યુગનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં યુગે જુદા-જુદા જીમનાસ્ટ મૂવ્સને કરી દેખાડ્યા. માત્ર 8 વર્ષના યુગના વર્કઆઉટને જોઈ અજય દેવગનના ફેન્સ ચોંકી ગયા. જેણે પણ વીડિયો જોયો તેણે યુગના સ્કિલ્સની ઘણી પ્રશંસા કરી છે. ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે   વીડિયો પર રિએક્ટ કરતા યુગને આગામી પેઢીનો એક્શન હીરો તો અમુકે તેને ડાન્સમાં ટાઈગર શ્રૉફથી પણ બેહતર ગણાવ્યો હતો.

 

‘હમ ફિટ તો ઈન્ડિયા ફિટ’ કેમ્પેન હેઠળ શેર કર્યો વીડિયો


- અજય દેવગને આ વીડિયો પીએમ મોદી અને મંત્રી રાજયવર્ધન રાઠોડના ફિટનેસ ચેલેન્જ ‘હમ ફિટ તો ઈન્ડિયા ફિટ’ને સ્વીકાર કરતા દેખાડવામાં આવ્યો હતો. આ વીડિયોની સાથે અજયે લખ્યું હતું કે,‘આ ભારત માટે યુગ દેવગનનો ‘હમ ફિટ તો ઈન્ડિયા ફિટ’ ચેલેન્જ.’ ઉલ્લેખનીય છે કે, 1999માં અજયે કાજોલ સાથે લગ્ન કર્યા હતા. 2003માં તેમની દીકરી ન્યાસાનો જન્મ થયો હતો. તેના 7 વર્ષ બાદ 2010માં યુગનો જન્મ થયો હતો.

 

(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.......)