એરપોર્ટ પર મસ્તીએ ચઢ્યો અજય દેવગણ-કાજોલનો દીકરો યુગ, પાપાની 'સિંઘમ' સ્ટાઈલની કરી નકલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટર અજય દેવગણ, કાજોલ તથા બંને બાળકો ન્યાસા તથા યુગ લંડનમાં વેકેશન મનાવીને ત્રીજી ઓગસ્ટે ભારત પરત ફર્યાં હતાં. અજય દેવગણ વેકેશનની સાથે સાથે અકીવ અલીની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો તો કાજોલ ફિલ્મ 'હેલિકોપ્ટ એલા'નું સોશ્યિલ મીડિયામાં પ્રમોશન કરતી હતી. મુંબઈ એરપોર્ટ પર અજય દેવગણનો નાનકડો યુગ મસ્તીએ ચઢ્યો હતો અને તે પાપાની ફિલ્મ 'સિંઘમ' સ્ટાઈલની નકલ ઉતારતો જોવા મળ્યો હતો.


યુગની મસ્તી જોઈ મોમ ને બહેને પાડી બૂમઃ
એરપોર્ટ પર ફોટોગ્રાફર્સને જોતા જ યુગ એકદમ મસ્તીના મૂડમાં આવી ગયો હતો. તે પાપાની 'સિંઘમ' સ્ટાઈલ કરતો હતો અને આગળ દોડી ગયો હતો. આ સમયે મોમ કાજોલ તથા બહેન ન્યાસાએ યુગના નામની બૂમો પાડી હતી.


'ટોટલ ધમાલ'માં વ્યસ્ત અજય દેવગણઃ
અજય દેવગણ હવે ઈન્દર કુમારની ફિલ્મ 'ટોટલ ધમાલ'માં અનિલ કપૂર તથા માધુરી દીક્ષિત સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અરશદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી તથા એશા ગુપ્તા પણ છે. આ સિવાય અજય 'ચાણક્ય'માં પણ જોવા મળશે. કાજોલની વાત કરવામાં આવે તો 'દિલવાલે'ના ત્રણ વર્ષ બાદ 'હેલિકોપ્ટર એલા'માં જોવા મળશે. આ ફિલ્મ પ્રદિપ સરકારે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં કાજોલ સિંગલ મધર છે અને આ ફિલ્મ 8 સપ્ટેમ્બરે રીલિઝ થઈ રહી છે.

 

 

'સિંઘમ'ના પિતાએ ગુજરાન ચલાવવા ધોઈ'તી ટેક્સી, ભૂખ્યા રહી કર્યો'તો આવો સંઘર્ષ