તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અજય દેવગને એક્ટ્રેસ પત્ની અંગે ચોંકાવનારો ખુલાસો, જાહેરમાં કહ્યું,‘મારી પત્ની કાજોલ ઘણી ‘કંજૂસ’, હું જ છું જે ઘરમાં પૈસા ખર્ચે છે’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ કાજોલ હાલ અપકમિંગ ફિલ્મ ‘હેલિકોપ્ટર ઈલા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન પતિ અદય દેવગન સાથે એક ટીવી રિયાલિટી શોમાં પોતાની ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હતી. અહીં અજયે કાજોલ અંગે એક ખુલાસો કર્યો હતો કે તે ઘણી કંજૂસ છે. અજયે જણાવ્યું કે,‘હું ઘરનો એ વ્યક્તિ છે જે પૈસા ખર્ચે છે. કાજોલ તો કંજૂસ છે.’ અજયે આગળ જણાવ્યું કે,‘કાજોલ તો શોપિંગ માટે પણ નથી જતી. આમ તો આ વાત અંગે હું પોતાને ભાગ્યશાળી માનું છું કે મને આવી પત્ની મળી છે.’

 

 

 

બર્થડે અને એનિવર્સરી ભૂલી જાય છે અજય...


- અજયે આ શો દરમિયાન ખુલાસો કર્યો કે, તે હંમેશા કાજોલને બર્થડે અને એનિવર્સરી વિશ કરવાનું ભૂલી જાય છે. એવામાં અજયે હવે પોતાની ટીમને કહી રાખ્યું છે કે તે એડવાન્સમાં આ બાબતો યાદ અપાવી દે.
- અજયે જણાવ્યું કે, કાજોલ પોતાના બાળકો ન્યાસા અને યુગનું ઘણું ધ્યાન રાખે છે અને તેમને કોઈપણ સમસ્યા ના થાય અને તેઓ પોતાના કામ ટાઈમપર પુરા કરે.
- આ અગાઉ ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ સમયે કાજોલે જણાવ્યું હતું કે, ‘જ્યારે તે શૂટિંગ પર હોય છે ત્યારે પતિ અજય બાળકો અને ઘરનું બરાબર ધ્યાન રાખે છે. બાળકો સુઈ જાય તો અજય જ તેમને બેડ સુધી લઈ જાય છે.’
- કાજોલની ‘હેલિકૉપ્ટર ઈલા’ને અજય દેવગન જ પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. થોડા સમય પહેલા અજય દેવગન એક પ્રેન્ક હેઠળ પત્ની કાજોલનો વોટ્સએપ નંબર ટ્વિટર પર જાહેર કરીને ચર્ચામાં આવ્યો હતો. જોકે આ પ્રેન્ક હોવાથી ખુલાસો થયો હતો કે તે નંબર અન્ય કોઈનો હતો.
- આ અંગે કાજોલે પતિને જણાવ્યું હતું કે, ‘લાગે તારા પ્રેન્કને સ્ટૂડિયોની બહાર કરી દેવામાં આવ્યા છે, પરંતુ તેને ઘરમાં એન્ટ્રી નથી.’

 

અજય-કાજોલનું વર્કફ્રન્ટ


- અજય અપકમિંગ ફિલ્મ ‘દે દે પ્યાર દે’ અને ‘ટોટલ ધમાલ’ છે. આ બંને ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. જ્યારે કાજોલની અપકમિંગ ફિલ્મ ‘હેલિકૉપ્ટર ઈલા’ 12 ઓક્ટોબરના રોજ રીલિઝ થઈ રહી છે.

 

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે છોડ્યું ટ્વિટર, લખ્યું-‘ઘણું નેગેટિવ થઈ ગયું છે’