તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Abhishek Bachchan Said, Aish Not Only Good Actress But Also Good Wife, Mother, Daughter And Daughter In Law

બિંદાસ જુનિયર બચ્ચનઃ ''એશ ક્યારેય કોઈ બાબતની ફરિયાદ નથી કરતી, સારી એક્ટ્રેસની સાથે સારી વહુ, પત્ની, માતા તથા દીકરી છે''

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ અભિષેક બચ્ચન હાલમાં જ એક મીડિયા ઈવેન્ટમાં આવ્યો હતો. અહીંયા અભિષેકે કહ્યું હતું કે તેના જીવનમાં પત્ની એશનું શું સ્થાન છે. તેણે કહ્યું હતું કે બંને પહેલી ફિલ્મથી જ એકબીજાના સારા ફ્રેન્ડ્સ બની ગયા હતાં અને સમયની સાથે સાથે આ મિત્રતા આગળ વધી હતી. એશ તમામ બાબતોને સારી રીતે મેનેજ કરે છે. તેને ખબર નથી પડતી કે એશ આટલી સહજતાથી કેમ કરી શકે છે. તે એક્ટ્રેસની સાથે સાથે સારી વહુ, પત્ની, માતા તથા દીકરી પણ છે. તે બધું જ એક સાથે કરે છે. આ સમય દરમિયાન અભિષેકે એમ પણ કહ્યું હતું કે પ્રોફેશનાલિઝમ તેણે એશ પાસેથી શીખ્યું છે. એશ ક્યારેય કોઈ વાતને લઈ ફરિયાદ કરતી નથી. પહેલી મુલાકાતમાં અભિને ખ્યાલ આવી ગયો હતો કે એશ ઘણી જ સામાન્ય વ્યક્તિ છે અને પોતાના કામથી મતલબ રાખે છે.


ટ્રોલર્સને લઈ કહી આ વાતઃ
અવારનવાર ટ્રોલર્સના નિશાના પર આવતા અભિએ કહ્યું હતું કે તેને આ વાતથી કોઈ ફરક પડતો નથી. તે દરેક બાબતો પોતાની અંદર લાવતો નથી. જીવન જોવાનો તેનો દ્રષ્ટિકોણ અલગ છે. ટિકા થઈ શકે, કારણ કે તે મોટો વ્યક્તિ છે. જોકે, તે જે પરિવારમાં મોટો થયો છે, ત્યાં નાનપણથી જ સન્માન મળ્યું છે. તેને પરિવાર માટે ખરાબ લાગે છે. જ્યારે તેણે કરિયરની શરૂઆત કરી ત્યારે તેને બચ્ચન પરિવારનો હોવાથી ઘણો ફાયદો થયો હતો. ટીકા થવા પર તેને તેના પેરેન્ટ્સને ખરાબ લાગે છે. તે એ તો નક્કી ના કરી શકે તેનો જન્મ કયા થયો છે. તેને એ પણ ખ્યાલ છે કે તે તેના પેરેન્ટ્સ જેટલો ટેલેન્ટેટ બની શકશે નહીં.


યુવરાજની બાયોપિકમાં નથી કરતો કામઃ
અભિષેકે એ વાતનું ખંડન કર્યું કે તે ક્રિકેટર યુવરાજસિંહની બાયોપિકમાં કામ કરે છે. તે હાલમાં કોઈ બાયોપિકમાં કામ કરતો નથી.


સત્યજીત રેને જ્યારે મળ્યોઃ
અભિષેકે વાતચીતમાં પોતાની પહેલી કોલકાતા યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. તેના પિતા અમિતાભ તેને 80ના દાયકામાં કોલકાતા લઈ ગયા હતાં. અહીંયા તેઓ ફિલ્મમેકર સત્યજીત રેના ઘરે ગયા ત્યારે તેઓ ચેસ રમતા હતાં. આસપાસ પુસ્તકો તથા ફિલ્મ્સના પોસ્ટર વેરવિખેર પડ્યાં હતાં. જ્યારે તેમણે અભિ સાથે ચેસ અંગે વાત કરી તો તેણે પિતા અમિતાભને પૂછ્યું હતું કે આ વ્યક્તિ કોણ છે. ત્યારે તેને ખબર પડી કે આ મહાન ફિલ્મમેકર સત્યજીત રે છે.


પિતાની બેસ્ટ ફિલ્મઃ
અભિષેકને પિતાની ફિલ્મ 'નિઃશબ્દ' ગમે છે. આ ફિલ્મને રામ ગોપાલ વર્માએ ડિરેક્ટ કરી છે. અભિએ કહ્યું હતું કે બની શકે આ ફિલ્મ તમામને ના ગમે પરંતુ તેને બહુ જ ગમે છે. આ ફિલ્મમાં તેના પિતાનો રોલ પડકારજનક હતો.

 

રાષ્ટ્રગીત વાગતા જ ભાવુક થઈ બચ્ચન બહુ ઐશ્વર્યા રાય, આંખોમાંથી વહેવા લાગ્યા આંસુઓ