'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'માં વ્યસ્ત બોલિવૂડ એક્ટર આમિર ખાન આજકાલ વાંચી રહ્યો છે 'મહાભારત'

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટર આમિર ખાન હાલમાં 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ના શૂટિંગમાં વ્યસ્ત છે. યશરાજ બેનરની આ ફિલ્મ બિગ બજેટ ફિલ્મ છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, કેટરિના કૈફ તથા ફાતિમા સના શેખ છે. આ ફિલ્મ નવેમ્બર મહિનામાં રીલિઝ થવાની છે. હાલમાં જ એરપોર્ટ પર આમિર ખાન મહાભારત પુસ્તક સાથે જોવા મળ્યો હતો. ચર્ચા છે કે આમિર ખાન 'મહાભારત' પર ફિલ્મ બનાવવાનો છે.


ફિલ્મની કરી રહ્યો છે તૈયારીઃ
માર્ચ મહિનામાં જ ચર્ચા થતી હતી કે આમિર ખાન 'મહાભારત' પર એક ફિલ્મ બનાવવાનો છે અને તેણે આ ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. મુંબઈ એરપોર્ટ પર આમિર ખાન મહાભારતના પુસ્તક સાથે જોવા મળ્યો હતો.


મુકેશ અંબાણી આ ફિલ્મમાં રોકશે રૂપિયાઃ
ચર્ચા છે કે આમિર ખાનની 'મહાભારત' એક હજાર કરોડ રૂપિયામાં બનવાની છે. આ ફિલ્મને બિઝનેસમેન મુકેશ અંબાણી પ્રોડ્યુસ કરી રહ્યાં છે. જોકે, હજી સુધી મુકેશ અંબાણીએ આ વાતનો સ્વીકાર કર્યો નથી.


આમિરને બનવું છે કર્ણ અથવા કૃષ્ણઃ
નોંધનીય છે કે આમિર ખાને 'મહાભારત'માં કૃષ્ણ અથવા કર્ણની ભૂમિકા ભજવવાની ઈચ્છા પ્રગટ કરી હતી.

 

ઉત્તરાખંડના મંદિરમાં મુકેશ અંબાણીના દીકરાના લગ્ન થાય તેવી શક્યતા, ભગવાન શિવ-પાર્વતીએ અહીં લગ્ન કર્યા હોવાની માન્યતા