• Gujarati News
  • National
  • બોબીએ ભાઈ સાથેના સંબંધ પર કરી વાત I Bobby Deol Sunny Deol Relation

બોબી દેઓલે કહ્યું, ભણતા સમયે સનીપાજી કરતા ધોલાઈ, પિતાનો પણ ખાધો માર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ અપકમિંગ ફિલ્મ ‘રેસ-3’થી બોબી દેઓલ કમબેક કરી રહ્યો છે. હાલ બોબી દેઓલ પોતાની લાઈફ વિશે ઘણા ઈન્ટરવ્યૂમાં નવા ખુલાસા કરી ચૂક્યો છે. તેણે પોતાના મોટા ભાઈ સની દેઓલ અંગે પણ ઈન્ટરવ્યૂમાં ઘણા ખુલાસા કર્યા છે. 

 

પોતે ભણતા નહીં અને મને મારતા હતા સની ભાઈ 


- તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં બોબીએ મોટા ભાઈ સાથેના સંબંધો અંગે ઘણી વાતો કરી હતી.
- બોબીએ જણાવ્યું હતું "એવું નથી કે મારી અને સની ભાઈ વચ્ચે ક્યારેય ઝઘડો નથી થયો. ભાઈ અને મારી વચ્ચે આજેપણ ઘણીવાર દલીલો થતી રહે છે."
- તેણે બાળપણનો એક કિસ્સો પણ જણાવ્યો જેમાં બોબી દેઓલની ટીચરે સનીને નાના ભાઈના ભણવા સંબંધે ફરિયાદ કરી હતી, આ સમયે સનીપાજીએ બોબીને લાફો મારી દીધો હતો. જેના જવાબમાં બોબીએ કહ્યું હતું "પોતે તો ભણતા નથી અને મને મારી રહ્યાં છો"
- બોબીએ આગળ જણાવ્યું "ભણવા મામલે પિતા પણ ઘણીવાર માર મારી ચૂક્યા છે. પાપાનો લાફો ખાધા બાદ તો હું ઘણો રડ્યો હતો.’

 

એક ફિલ્મ માટે વધારી હતી દાઢી


- બોબીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે 4 વર્ષ ઘરે બેસ્યા બાદ તેને પોતાની ભૂલ સમજમાં આવી હતી. તેણે પોતાની દાઢી એક ડાર્ક ફિલ્મ માટે બનાવી હતી, જે ક્યારેય બની નહીં.
- બોબી દેઓલ દાઢી વધારી જોવા માગતો હતો કેટલી સારી લાગશે, પરંતુ તે એટલી હદે વધારી કે તે પોતે બાબા રામદેવ જેવો લાગવા લાગ્યો હતો. 
- બોબી દેઓલ સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘રેસ-3’માં મહત્વપૂર્ણ રોલમાં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં સલમાન-બોબી સાથે અનિલ કપૂર, જેકલીન ફર્નાન્ડિઝ, ડેઝી શાહ, શાકિબ સલીમ જેવા કલાકારો જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...