તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડરને કારણે બોબી દેઓલે ટ્વિંકલનો હાથ જોરથી પકડીને રાખ્યો હતો..!, Akshay Kumar Scolded Bobby Deol During Ajnabi Shooting

ડરને કારણે બોબી દેઓલે ટ્વિંકલનો હાથ જોરથી પકડીને રાખ્યો હતો..!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોબી દેઓલે સલમાન ખાનની સાથે 'રેસ 3'થી કમબેક કર્યું છે. બોબીએ પોતાની કરિયરની શરૂઆત 'બરસાત' 1995થી કરી હતી. આ ફિલ્મમાં ટ્વિંકલ ખન્ના પણ હતી. એક ફેશન મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં બોબીએ કહ્યુ હતુ કે આ ફિલ્મના શૂટિંગના પહેલાં દિવસથી જ તેની અને ટ્વિંકલ વચ્ચે બનતું નહોતું. ટ્વિંકલ નાની-નાની વાતોમાં ઝઘડા કરતી હતી.

 

ચાર વર્ષ બેકાર રહેતા બોબી દેઓલની થઈ હતી આવી હાલત, વાત કરતા રડી પડ્યો અને કહ્યું ''પ્લીઝ.....''


જ્યારે અક્કીએ બોબી પર રાખી નજરઃ
2001માં ફિલ્મ 'અજનબી'ની શૂટિંગ સમયે તેઓ ક્રૂઝ પર હતાં. ત્યારે ટ્વિંકલ ખન્ના, અક્ષય કુમારને મળવા આવી હતી. આ સમયે મીડિયામાં ચર્ચા થવા લાગી કે બોબી તથા ટ્વિંકલે સાથે સન-બાથ લીધું હતું. આ વાંચીને અક્ષય ઘણો જ નારાજ થયો હતો. બોબીએ કહ્યુ હતુ કે તે જાહેરમાં ક્યારેય શર્ટ નથી ઉતારતો અને એવામાં તે સનબાથ લે તે વાત જ અશક્ય છે.


ટ્વિંકલે ભાંડી હતી ગાળોઃ
બોબી દેઓલે કહ્યુ હતુ કે એકવાર તેઓ મનાલીમાં શૂટિંગ કરતા હતાં. ઉંચાઈ પર ઓક્સિજન ઓછો હોવાથી ટ્વિંકલ ખન્ના બેભાન થઈ ગઈ હતી. પછી તરત જ પેચઅપ કરી લેવામાં આવ્યું હતું. તેણે બધાને ડરાવી દીધા હતાં. ફિલ્મના પ્રીમિયરમાં બંને એક જ કારમાં આવ્યા હતાં. તે ઘણો જ નર્વસ હતો અને તેણે ટ્વિંકલનો હાથ પકડીને રાખ્યો હતો. પ્રીમિયર બાદ ટ્વિંકલે તેને ગાળો ભાંડી હતી. તેણે આ અંગે ટ્વિંકલ સાથે વાત કરી હતી અને તે હસવા લાગી હતી.