તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બોડી માટે બોબી દેઓલે સુધાર્યું ડેલી રુટીન I Bobby Changed Routine For Perfect Body

બોબી દેઓલે 'રેસ 3'માં એમ જ નથી બનાવી મસલ્સ બૉડી, જીમમાં જઈ કલાકો સુધી વહાવ્યો છે પસેવો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોબી દેઓલ 'રેસ-3'માં એકદમ નવા જ અવતારમાં જોવા મળ્યો છે. તેણે બૉડી ટ્રાંસફોર્મેશન થકી સૌને ચોંકાવ્યા હતા. જેની સોશિયલ મીડિયાથી લઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી ચર્ચા થઈ રહી છે. બોબી દેઓલ 2013થી ફિલ્મ્સથી દૂર હતો. જે પછી તેણે શ્રેયસ તલપડેના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘પોસ્ટર બૉય્ઝ’થી કમબેક કર્યું પરંતુ તે ચાલી નહોતી. ત્યારબાદ સલમાને બોબીને ફિટનેસ પર ધ્યાન આપવા કહ્યું અને પછી 'રેસ-3'માં કામ આપ્યું હતું. ‘રેસ-3’ પહેલા બોબી જીમમાં જતો નહોતો, તે વાત તેણે ઈન્ટરવ્યૂમાં જણાવી હતી. જોકે, પછી તેણે ફિટનેસ પર કામ કર્યું અને 'રેસ-3' માટે પર્ફેક્ટ બૉડી બનાવી હતી.

 

આવો છે બોબીનો ફિટનેસ પ્લાનઃ


- જો તમે ફિટનેસ સાથે સારી લાઈફ જીવવા માગતા હોવ તો સ્મોકિંગ અને દારૂના સેવનથી દૂર રહો. આ બંનેની લતથી સ્ટેમિના અને ઈમ્યૂનિટી સિસ્ટમ નબળી પડે છે. 
- વધુમાં બોબી દેઓલે જણાવ્યું હતું કે વજન ઘટાડવા ફિઝિકલ એક્સરસાઈઝ ઘણી જરૂરી છે પરંતુ સાથે એક એવી રમત રમો જેમાં તમે સતત સારૂં રમી શકો. આ રમત તમને ફિટ રાખવાની સાથે બીમારીથી પણ દૂર રાખશે.
- ફિટનેસ માટે રૂટિનને એનેર્જેટિક બનાવો, ડેડિકેટેડલી એક્સરસાઈઝ કરો. સારૂં ભોજન અને પૂરતી ઊંઘ પણ લો.
- હંમેશા સ્વસ્થ અને ખુશ રહેવા રાતે વહેલા સૂવાની અને સવારે વહેલા ઉઠવાની આદત બનાવો. મોર્નિંગ એક્સરસાઈઝ શરીરને ફિટ રાખવામાં મદદરૂપ સાબિત થશે.
- ફિટનેસ રૂટીન અને ડાયેટને શરીર અનુસાર તૈયાર કરો. પોતાના બોડી ટાઈપ અનુસાર એક્સપર્ટની મદદ લઈ પોતાના વર્કઆઉટ પ્લાનને તૈયાર કરો.
- બોબી દેઓલ ડાયટ મામલે સલાડ અને ફળોને પ્રાથમિકતા આપતો હતો. જેને કારણે શરરીમાં પાણીની ઘટ રહે નહીં.

 

એક સમયે ટ્રેનમાં વેચતો ચોકલેટ, 'સુલ્તાન'માં ભાઈજાનને બનાવી દીધો પહેલવાન

અન્ય સમાચારો પણ છે...