તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેમિલી સાથે હોલિડે પર રવાના થયો બોબી દેઓલ, મોટા દીકરા-પત્ની સાથે આપ્યા પોઝ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ‘રેસ-3’થી બોલિવૂડમાં કમબેક કરનાર બોબી દેઓલ ફેમિલી સાથે વિદેશમાં હોલિડે માણવા રવાના થયો હતો. બુધવારે તે પરિવારજનો સાથે એરપોર્ટ પર સ્પોટ થયો હતો. મોટાભાગે લાઈમલાઈટથી દૂર રહેતા બોબીએ પત્ની તાન્યા અને મોટા દીકરા આર્યમાન સાથે પોઝ આપ્યા હતા. જોકે નાના દીકરા ધરમે ફોટો પડાવ્યા નહોતા, જેની પર બોબીએ નાના દીકરાના શરમાળ સ્વભાવને જવાબદાર ગણાવ્યું હતું.

 

નવી કારથી એરપોર્ટ પહોંચ્યો દેઓલ પરિવાર..


- ‘રેસ-3’ને મળેલી સફળતા બાદ બોબીએ પોતાને 1.20 કરોડ રૂપિયાની રેન્જ રોવર કાર ભેટમાં આપી હતી. તેમાં જ દેઓલ પરિવાર એરપોર્ટ પહોંચ્યો હતો. એક અહેવાલ અનુસાર, બોબીને ‘રેસ-3’ માટે 7.50 કરોડ ફી પેટે મળ્યા હતા.
- બોબીને લક્ઝરી કાર અને બાઈક્સનો શોખ પહેલાથી રહ્યો છે. તેની પાસે ફ્રીલેન્ડર, રેન્જ રોવર વોગ, મર્સિડીઝ બેન્ઝ - એસ ક્લાસ, પોર્શે જેવી લક્ઝરી કાર્સ છે.
- બોબીની અપકમિંગ ફિલ્મ્સની વાત કરીએ તો તે ‘યમલા પગલા દિવાના ફિર સે’ અને ‘હાઉસફુલ 4’માં જોવા મળશે. જોકે તેનો મોટો દીકરો હજુપણ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. 
- બોબીએ IIFA 2018માં ઘણા સમય પર્ફોર્મ કર્યું હતું, આ એવોર્ડ શોમાં પ્રથમવાર તેની સાથે મોટો દીકરો આર્યમાન જોવા મળ્યો હતો. બોબીએ જણાવ્યું હતું કે, તે નથી જાણતો કે તેના બાળકોને બોલિવૂડમાં કામ કરવાની ઈચ્છા છે કે નહીં. હાલ તેના બંને બાળકો અભ્યાસ કરી રહ્યાં છે.

 

બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને થયું કેન્સર, સેલેબ્સે સારા સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના