બૉબી ડાર્લિંગના પતિને મળ્યા જામીન, બદલામાં પત્નીને ચૂકવ્યા 15 લાખ રૂપિયા, એક્ટ્રેસે લગાવ્યા હતા-અનનેચરલ સેક્સ અને નશામાં મારપીટના આરોપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ બૉબી ડાર્લિંગ ઉર્ફ પાખી શર્માના પતિ રમણીક શર્માને જામીન મળી ગયા છે. બૉબીની વકીલ મીરાએ જણાવ્યું કે, રમણીક મે 2017થી જેલમાં હતો અને હવે તેને જામીન મળ્યા છે. આ માટે રમણીકે બૉબીને 15 લાખ રૂપિયા આપ્યા છે તથા કાર પણ પરત કરી છે. રમણીકે વહેલી તકે બૉબીની માલિકીની ગોલ્ડની વસ્તુઓ અને 60 લાખની કિંમતવાળું ઘર પણ પરત કરવું પડશે, જે તેની પાસે છે. આ માટે બૉબી રમણીક પર સિવિલ કેસ ફાઈલ કરશે. 

 

રમણીક સાથે તેની માતા-ભાઈ પર પણ કર્યો'તો દહેજનો કેસ


- બૉબી ડાર્લિંગે ફેબ્રુઆરી 2016માં ભોપાલના બિઝનેસમેન રમણીક શર્મા સાથે લગ્ન કર્યા હતા. જે પછી 2017માં બૉબીએ દિલ્હી પોલીસ સમક્ષ ઘરેલું હિંસા અને અનનેચરલ સેક્સનો કેસ નોંધાવ્યો હતો. બૉબીએ રમણીકની માતા અને ભાઈ પર પણ દહેજનો કેસ કર્યો હતો.
- બૉબીએ કહ્યું હતું કે,‘રમણીકે દારૂના નશામાં મને માર માર્યો હતો અને સાથે જ મારી પ્રોપર્ટી અને પૈસો પણ આંચકી લીધો. આ ઉપરાંત તે કહેતો હતો કે મારા દર બીજા પુરુષ સાથે સંબંધ છે."

 

બૉબીએ કહ્યું હતું કે,‘મને એટલો માર મારે છે કે હું કપડામાં પેશાબ કરી દઉં છું’


- એક અખબારને બૉબીએ તે સમયે પોતાની પીડા જણાવતા કહ્યું હતું કે,‘લગ્ન પછી જ તેણે મારા પૈસાથી એક એસયુવી ખરીદી હતી. તેણે મને મજબૂર કરી કે હું તેને મુંબઈના ફ્લેટનો પ્રોપર્ટી પાર્ટનર બનાવું."
- "આટલું જ નહીં તેણે બિલ્ડિંગના ગાર્ડને કહ્યું હતું કે મારી પર નજર રાખે અને તેની માટે પૈસા પણ આપ્યા હતા. જેથી તે મારી દરેક એક્ટિવિટી પર નજર રાખી તેને માહિતી આપે. ઘણીવાર તે મને એટલો મારે છે કે હું બાળકીઓની જેમ રડું છું અને કપડામાં પેશાબ કરી દઉં છું."
- "જ્યારે હું આ બધી વાતોથી કંટાળી ગઈ તો મે સહમતિથી ડિવોર્સ લેવા અંગે તેની સાથે વાત કરી. આ સાથે કહ્યું કે, બદલામાં મારો પૈસો, પ્રોપર્ટી અને કાર પરત જોઈએ છે. તે આ માટે તૈયાર ના થયો અને મારી સાથે મારપીટ કરી. હું માત્ર મારી પ્રોપર્ટી પરત ઈચ્છું છું જેથી તેને વેચી ફરી મુંબઈમાં શિફ્ટ થઈ શકું."

 

બૉબીના પતિએ સંભળાવી હતી અલગ જ કહાણી


- બૉબીના પતિ રમણીકે આખી અલગ જ વાત કહી હતી. તેણે જણાવ્યું હતું કે,"બૉબી સંપૂર્ણ રીતે ખોટું બોલી રહી છે. તે મારી પ્રોપર્ટી, સોનું અને પૈસો પડાવી લેવા માગે છે. આ જ કારણે મે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે."
- "મારો પરિવાર નહોતો ઈચ્છતો કે હું બૉબી સાથે લગ્ન કરું. તેણે મને ખોટું કહ્યું હતું કે, તે બાળકને જન્મ આપી શકે છે. વાસ્તવમાં તે બાળકની માતા બની શકે તેમ નથી. મે આઈવીએફ અથવા બાળક દત્તક લેવાના વિકલ્પ આપ્યા તો તેણે બાળકની જવાબદારી ઉપાડી શકે તેમ ન હોવાની વાત કરી હતી."

 

લગ્ન પહેલા કરાવ્યું સેક્સ ચેન્જ


- લગ્નનો નિર્ણય બૉબી માટે સરળ નહોતો. આ માટે તેણે પોતાનું નામ બદલ્યું અને બેંગકોક જઈ સેક્સ ચેન્જનું ઓપરેશન પણ કરાવ્યું. આ અંગે બૉબી ડાર્લિંગે કહ્યું હતું કે,‘પતિની વિનંતી પર મે લગ્ન પહેલા આ સર્જરી કરાવી હતી. મારી પાસે સર્જનું સર્ટિફિકેટ પણ છે. તે ઘણી પીડાદાયક પ્રોસેસ હતી, જેમાં રમણીકે સાથ આપ્યો હતો."
- બૉબી અને રમણીક શર્માએ ભોપાલમાં સિક્રેટલી લગ્ન કર્યા હતા. જેમાં પરિવારજનો સિવાય કોઈને બોલાવ્યા નહોતા. રમણીક, બૉબી ડાર્લિંગથી 15 વર્ષ નાનો છે. બૉબી 45 વર્ષની અને રમણીક 30 વર્ષનો છે.
- રમણીક વિશે બૉબીએ જણાવ્યું હતું કે,"સોશ્યિલ મીડિયાને કારણે અમારી વાત થઈ અને એકબીજાના નંબરની આપલે થઈ. જે પછી વાત લગ્ન સુધી પહોંચી. ઘણીવાર બ્રેકઅપ બાદ રમણીક સાથેના સંબંધ અંગે વિચાર્યું. તે મારા જીવનનો પ્રથમ વ્યક્તિ હતો જેણે પ્રારંભમાં જ લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. તે પ્રામાણિક અને ફેમિલી પર્સન છે."
- બંનેએ આર્યસમાજ મંદિરમાં લગ્ન કર્યા પછી ભોપાલમાં રજીસ્ટર મેરેજ કર્યા. જે પછી સિંગાપુરમાં હનિમૂન માણ્યું.

 

પંકજ શર્મા છે બૉબી ડાર્લિંગ


- બૉબી ડાર્લિંગનું વાસ્તવિક નામ પંકજ શર્મા હતું. સેક્સ ચેન્જ બાદ બૉબીએ પોતાનું નામ પાખી શર્મા રાખ્યું. 23 વર્ષની વય સુધીમાં પાખીએ 18 ફિલ્મમાં ગેનો રોલ કરી લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. લગ્ન બાદ બૉબીએ ફિલ્મ્સમાં હોમોસેક્સયુઅલ રોલ કરવાનો ઈન્કાર કરી દીધો.
- બૉબીએ જણાવ્યું હતું કે,"હવે હું સંપૂર્ણ પણે મહિલા બની ચૂકી છું તો એવા રોલ કેવી રીતે કરું જે હું છું જ નહીં. હવે એક્ટ્રેસ કે ભાભીનો રોલ કરવા માગીશ. મને રિયાલિટી શોમાં જવામાં પણ વાંધો નથી."
- બૉબી ‘બિગ બોસ’ની પ્રથમ સીઝનમાં ભાગ લઈ ચૂકી છે. આ ઉપરાંત તેણે ‘હંસી તો ફંસી’ (2012), ‘ક્યા કૂલ હૈ હમ’ (2005) અને ‘પેજ-3’ (2005) સહિતની ફિલ્મ્સમાં કામ કર્યું છે.

 

સુપરસ્ટાર સલમાન કરતા વધુ હતા જીજાજીના નખરા, ‘દબંગ ખાન’ વારંવાર બતાવતો સ્ક્રિપ્ટ અને આયુષ શર્મા દર વખતે પાડતો ના