Home » Bollywood » Gossip » Sonali seems fine And enjoying good time with buddies Sussane and Gayatri Oberoi

BJP નેતાએ આપી એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને શ્રદ્ધાંજલી, ન્યૂયોર્ક મળવા પહોંચી ગઈ ફ્રેન્ડ સુઝૈન અને ગાયત્રી

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 03:56 PM

મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય રામ કદમે સોનાલીને ટ્વિટર પર શ્રદ્ધાંજલી પાઠવી હતી.

  • Sonali seems fine And enjoying good time with buddies Sussane and Gayatri Oberoi

    મુંબઈઃ સોનાલી બેન્દ્રે હાલ ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર મેળવી રહી છે. ટ્રિટમેન્ટ દરમિયાન સોનાલીની બેસ્ટ ફ્રેન્ડ સુઝૈન ખાન અને ગાયત્રી જોશી તેનો સાથ આપતી જોવા મળી રહી છે. બંને સતત અમુક સમયે ન્યૂયોર્ક જઈ સોનાલીની મુલાકાત કરતા રહે છે. તાજેતરમાં સુઝૈને એક તસવીર શેર કરી છે જેના કેપ્શનમાં તેણે જણાવ્યું હતું કે,"અમે તારા માટે લડીશું, તને માન આપીશું. તને સાથે રાખીશું, પ્રેરણા આપીશું, જરૂરત બનીશું. તારી માટે હંમેશા સાથે ઉભા રહીશું. અમે આવા જ છીએ."

    BJP નેતાએ કરી હતી ટ્વિટ


    - મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય રામ કદમે સોનાલીને ટ્વિટર પર શ્રદ્ધાંજલી પાઠવી હતી. જ્યારે કે સોનાલી હાલ ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર મેળવી રહી છે.
    - રામ કદમની આ ભૂલની ટીકા કરવામાં આવી રહી છે અને બીજેપી નેતા પર અફવા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
    - રામ કદમે પોતાની ટ્વિટની માફી માંગી અને ટ્વિટ ડિલિટ કરી નાંખી હતી. જોકે આ ટ્વિટને કારણે ફરી એકવાર સોનાલીની ખાસ મિત્રો તેને મળવા ન્યૂયોર્ક પહોંચી ગઈ હતી.

    પતિએ અફવાઓ પર કરી વાત


    - સોનાલી બેન્દ્રેના પતિ ગોલ્ડી બહલે આ મામલે ટ્વિટ કરતા લખ્યું છે કે,"હું તમામ લોકોને સોશ્યિલ મીડિયા જવાબદારી પૂર્વ વાપરવાની અપીલ કરું છું. આપણે અફવાઓ પર વિશ્વાસ ના કરવો જોઈએ અને ના તો તેમને ફેલાવવાનું કામ કરવું જોઈએ. ક્યાંક તેની સાથે જોડાયેલા લોકોની લાગણીઓ ના દુભાઈ તેનું ધ્યાન રાખવું. આભાર."
    - ઉલ્લેખનીય છે કે, સોનાલી બેન્દ્રે કેન્સરની સારવાર દરમિયાન પણ સોશ્યિલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં તે બાલ્ડ લુક સાથે પુસ્તક વાંચતી જોવા મળી હતી.

    શાહિદ કપૂર પિતા બનતા સોનમે કર્યું વિશ, એક્ટરે પૂછ્યું,‘હવે તું ક્યારે આપે છે Good News’

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ