શું 'બિગ બોસ' હોય છે સ્ક્રિપ્ટેડ? વિનર શ્વેતા તિવારી ને ગુજરાતી એક્ટ્રેસ આશ્કા ગરોડિયાએ આપ્યો હતો જવાબ

Bigg Boss Show Displayed Negative & Different Image Of Contestant

divyabhaskar.com

Sep 12, 2018, 04:49 PM IST

મુંબઈઃ બિગ બોસ રિયાલિટી શોમાં સ્પર્ધક તરીકે હાઈ વોલ્ટેજ ડ્રામાને જોઈ ઘણીવાર શોના સ્ક્રિપ્ટેડ હોવા અંગેની વાતો વહેતી થઈ છે. બીજી તરફ શોમાંથી બહાર આવ્યા બાદ ઘણા સ્પર્ધકોએ આ અંગે નિવેદન આપ્યા છે. હવે તાજેતરમાં જ બિગ બોસની બે પૂર્વ સ્પર્ધકોએ શોના સ્ક્રિપ્ટેડ હોવા અંગે ચોંકાવનારા જવાબ આપ્યા છે.

TV પર ‘પ્રેરણા’ના રોલથી છવાયેલી શ્વેતા તિવારીએ કહી આ વાત


- બિગ બોસ-4ની સ્પર્ધક અને વિનર રહેલી શ્વેતા તિવારીએ HTને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,"બિગ બોસ એક એન્ટરટેનિંગ શો છે, લોકો તેના વિશે ઘણી વાતો કરે છે. પરંતુ જ્યારે હું શો જોઉં છું ત્યારે મને નથી ખબર કે હું કઈ વાત પર વિશ્વાસ કરું. કારણ કે મને ખબર છે કે શોમાં ઘણું એડિટ કરીને દેખાડવામાં આવે છે. ઘણીવાર શોમાં સ્પર્ધકો વચ્ચેની લાંબી વાતચીતને માત્ર 2 લાઈનમાં જ એડિટ કરીને દેખાડવામાં આવે છે. જેનાથી લોકો ગેરમાર્ગે દોરાય છે."

ગુજરાતી એક્ટ્રેસે શો પર છબિ બગાડવાનો લગાવ્યો હતો આરોપ


- શ્વેતા તિવારીની જેમ એક્ટ્રેસ આશકા ગોરડિયાએ પણ આવી જ વાત જણાવી હતી.
- એક્ટ્રેસ બિગ બોસ વિરુદ્ધ તેની છબી બગાડવાનો આરોપ લગાવ્યો હતો. આશકાએ જણાવ્યું હતું કે,એડિટિંગ ટ્રિક્સનો ઉપયોગ કરી આ શોમાં તેને લેસ્બિયન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ જ કારણે તેને અને તેના પરિવારજનોને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

સલમાન સાથે પંગો લેનારા સ્પર્ધક અને ગત શોની રનર્સ અપે પણ કહી વાત


- બિગ બોસની હિસ્ટ્રીમાં સલમાન સાથે સૌથી ખરાબ રીતે ટક્કર લઈને ચર્ચામાં આવેલા ઝુબૈર ખાને આ શોને સ્ક્રિપ્ટેડ ગણાવ્યો હતો.
- ઝુબૈરે કહ્યું કે,‘બિગ બોસને રિયાલિટી શો કહેવું ખોટું છે. કારણ કે સ્પર્ધકોને બે દિવસ બાદ ઝઘડો કરવાનું કહેવામાં આવે છે. આ ઉપરાંત સાથી સ્પર્ધકોને ગાળો બોલવા ઉશ્કેરવામાં આવે છે, શોના મેકર્સ પહેલા વિશ્વાસ અપાવે છે કે અમે તમારી ગાળો એડિટ કરી દેશું, પરંતુ આમ થતું નથી. તેઓ તમારી ગાળોનો ઉપયોહ ટીઆરપી મેળવવા માટે કરે છે."
- જુબૈરે જણાવ્યું કે,"મેકર્સ મને રોજ 5 લાઈન બોલવા માટે કહેતા હતા. મને નહોતી ખબર કે મને જાહેરમાં કેવી રીતે દેખાડવામાં આવે છે, જ્યારે હું બહાર આવ્યો તો ખબર પડી કે મારી છબી કેવી બનાવવામાં આવી છે."

હિના ખાન અને સલમાને શો સ્ક્રિપ્ટેડ હોવાની વાતોને ખોટી ગણાવી


- બિગ બોસ-11ની રનર અપ રહેલી હિના ખાનને શોના સ્ક્રિપ્ટેડ હોવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો તો તેણે આ વાતોને ખોટી ગણાવી હતી.
- બિગ બોસના સ્ક્રિપ્ટેડ હોવાના સવાલનો જવાબ સલમાને પ્રથમવાર બિગ બોસ-11 વખતે આપ્યો હતો. સલમાને જણાવ્યું હતું કે," શો ‘બિગ બોસ’ સ્ક્રિપ્ટેડ નથી. આ સ્વભાવિક વાત છે, આ એવું જ છે જેવું આપણે પાડોશીના ઘરમાં ડોકિયું કરીને જાણીએ છીએ કે શું ચાલી રહ્યું છે."

સોનમ કપૂર કઈ વસ્તુઓથી થાય છે એક્સાઈટેડ?

X
Bigg Boss Show Displayed Negative & Different Image Of Contestant
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી