આ અ'વાદી એક્ટરે અમિતાભ બચ્ચનને લીધા આડે હાથ, જાહેરમાં કહી આટલી મોટી વાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની એક સેલ્ફી હાલમાં સોશ્યિલ મીડિયામાં વાયરલ બની છે. આ સેલ્ફીમાં અમિતાભ બચ્ચન ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ તથા અન્ય બોલિવૂડ સેલેબ્સ સાથે પોઝ આપતા જોવા મળ્યાં છે. આ સેલ્ફીને લઈ 'બિગ બોસ'ના પૂર્વ સ્પર્ધક એવા અમદાવાદી એજાઝ ખાને ઘણી જ કડવી વાતો કહી હતી. 


એજાઝે કરી આ ટ્વિટઃ
એજાઝે ટ્વિટર પર ટ્વિટ કરી હતી, ''સીનિયર બચ્ચન, આ વ્યક્તિએ અનેક માસૂમ બાળકો તથા લોકોની હત્યા કરી છે. આજે તમે અને તમારી સાથે જે લોકો સેલ્ફીમાં છે, તે તમામ મારી નજરમાંથી ઉતરી ગયા છે.''


ટ્વિટ પર આવી અનેક કમેન્ટ્સઃ
એજાઝની આ ટ્વિટ બાદ સોશ્યિલ મીડિયામાં #StandwithAzazKhan ટ્રેન્ડ થવા લાગ્યું હતું. યુઝર્સે એજાઝ ખાનના સપોર્ટમાં અનેક ટ્વિટ કરી હતી અને બોલિવૂડની ટીકા કરી હતી. 


કરન જોહરને કર્યો આ સવાલઃ
આટલું જ નહીં એજાઝ ખાને કરન જોહરને સવાલ કર્યો હતો કે તે સમલૈંગિકો માટે અવાજ ઉઠાવે છે પરંતુ જે વ્યક્તિએ હજારો બાળકોની હત્યા કરી તે વ્યક્તિ સાથે કેવી રીતે સેલ્ફી લીધી. એજાઝે આગળ કહ્યું હતું કે તેને કોઈ પરવા નથી કે બોલિવૂડ તેને બહાર કરી દે પરંતુ તેને સાચી વાત કહેતા કોઈ રોકી શકશે નહીં. 


મોદી-યોગીને પણ લીધા આડે હાથઃ
એજાઝે કહ્યુ હતુ કે જે વ્યક્તિ સાથે અમિતાભે સેલ્ફી લીધી, તેનો વિરોધ આખી દુનિયાએ કર્યો છે. માર્ક ઝુકરબર્ગે પણ ઈઝરાયલના પીએમનો વિરોધ કર્યો છે. પીએમ મોદી પર એજાઝે કહ્યુ હતુ કે મોદીજી ગાંધીના દેશમાં ઈઝરાયલીને બોલાવ્યા પરંતુ તમને ખ્યાલ તો છે ને કે પેલેસ્ટાઈન્સે આમને મદદ કરી અને તેની પર જ કબ્જો જમાવી દીધો. યુપીના સીએમ યોગી આદિત્યનાથ ઈઝરાયલના પીએમને લઈને તાજમહેલ ગયા હતાં. આના પર એજાઝે કહ્યુ હતુ કે યોગીજી એક તરફ તો તમે તાજમહેલને ભારતની સંસ્કૃતિનો હિસ્સો માનવાનો ઈનકાર કરે છે તો બીજી તરફ વિદેશીઓને તાજમહેલ બતાવે છે. 


છ દિવસના પ્રવાસ પરઃ
ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ તથા તેમની પત્ની સારા છ દિવસ ભારત પ્રવાસ પર આવ્યા હતાં. આ સમયે નેતન્યાહૂ પત્ની સાથે મુંબઈના તાજ પેલેસ હોટલમાં 'શલોમ બોલિવૂડ' ઈવેન્ટમાં આવ્યા હતાં. આ ઈવેન્ટમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, રણધિર કપૂર, કરન જોહર, વિવેક ઓબેરોય સહિતના બોલિવૂડ સેલેબ્સ આવ્યા હતાં. અમિતાભે ઈઝરાયલના પીએમ તથા બોલિવૂડ સેલેબ્સ સાથે સેલ્ફી લીધી હતી. 

 

(જુઓ, શલોમ બોલિવૂડમાં એશ જોવા મળી પૂર્વ પ્રેમી સાથે....)

અન્ય સમાચારો પણ છે...