બાયોપિક / પાકિસ્તાને બોમ્બમારો કરી ભૂજના એરબેઝના પહોંચાડ્યું હતું મોટું નુકસાન, 300 ગુજરાતીઓની મદદથી વિંગ કમાન્ડરે બતાવી હતી બહાદુરી

Ajay Devgan Will Be In Role Of Wing Commander Vijay Karnik In The Film

divyabhaskar.com

Mar 19, 2019, 05:28 PM IST

મુંબઈઃ ભારતીય એરફોર્સની ક્ષમતાથી તમામ દેશવાસીઓ વાકેફ છે. દુશ્મનોને ધૂળ ચટાડવા ભારતીય જવાનો હંમેશા તૈયાર રહે છે, આવી જ એક ગાથા 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ સાથે જોડાયેલી છે. આ દરમિયાન એરફોર્સ તરફથી એ પરાક્રમ દેખાડવામાં આવ્યું હતું જે ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખવામાં આવ્યું. 1971માં એર ફોર્સ માટે જીવને જોખમમાં મુકી વિંગ કમાન્ડર વિજય કાર્ણિકે પોતાની બહાદુરીની અને બુદ્ધિથી પાકિસ્તાનના પ્લાન સફળ થવા દીધા નહીં.

શું થયું હતું તે દિવસે?
- 1971ના ડિસેમ્બર મહિનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. પાકિસ્તાનના હુમલાનો જવાબ આપતા ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનીઓને પરત ભગાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
- આ સમયે પાકિસ્તાની એરફોર્સે પશ્ચિમી એરફિલ્ડ્સને ટાર્ગેટ બનાવી હતી. હવે વિંગ કમાન્ડરની બહાદુરી પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. મેકર્સે જણાવ્યું કે- સ્ક્વૉડ્રન લીડર વિજય કાર્ણિક 1971માં ઈન્ડો-પાક. વોર દરમિયાન ગુજરાતના ભૂજ એરપોર્ટના ઈન્ચાર્જ હતા. પાકિસ્તાને ત્યાં બોમ્બિંગ કરતા એરબેસના રન-વેને મોટું નુકસાન થયું હતું. આ સમયે કાર્ણિકે બહાદુરી દેખાડતા કોઈપણ ભોગે એરબેસ ઓપરેશનલ રાખવાનો નિર્ણય કર્યો હતો.
- એક રાતે 18 જેટલા બોમ્બ પડવાના કારણે રન-વે આખો તૂટી-ફૂટી ગયો હતો અને તેના કારણે એરબેસને ઓપરેશનલ રાખવું મુશ્કેલ હતું. જોકે કાર્ણિકે આસપાસના ગામની 300 મહિલાઓને ભેગી કરી એરબેસને ફરી ફ્લાઈટ લેન્ડ કરાવવા માટે રન-વેને સક્ષમ બનાવવા નિર્ણય કર્યો હતો. આ જરૂરી એટલે પણ હતું કારણ કે ભારતીય જવાનોને લાવનારી ફ્લાઈટ ત્યાં લેન્ડ કરવાની હતી.
- આ સમયે કાર્ણિકે 2 અધિકારી, 50 એરફોર્સ જવાનો અને 60 સુરક્ષાકર્મીઓ સાથે શાનદાર કામ કર્યું અને પાકિસ્તાનીઓની બોમ્બિંગ વચ્ચે પણ એરબેઝ ઓપરેશનલ રહ્યું. આ ઘટનાને ભારતની ‘પર્લ હાર્બર’ મોમેન્ટ તરીકે પણ યાદ કરવામાં આવે છે.

આમ શરૂ થયું યુદ્ધ
- ડિસેમ્બર 1970માં બાંગ્લાદેશમાં ચૂટણી થયાના 1 વર્ષ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. આ પહેલા ઘણા સમય સુધી બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ રહેલી હતી. પાકિસ્તાની આર્મીએ મે મહિનામાં ખુલનામાં 10 હજાર લોકોની હત્યા કરી હતી. આ દરમિયાન 16 ઓગસ્ટના ઓપરેશન જેકપોટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન 3 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશ એરફોર્સે પાકિસ્તાની ઓઈલ ડિપોને બરબાદ કરી નાંખ્યું હતું.
- 3 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની એરફોર્સે ભારતીય એરફિલ્ડને નુકસાન પહોંચાડતા ભારતે યુદ્ધની જાહેરાત કરી 4 ડિસેમ્બરના વહેલી સવારે જવાબ આપ્યો હતો. આ દરમિયાન ભારતે પાકિસ્તાનના કરાંચીમાં સૌથીમોટી હુમલો કર્યો હતો.
- અંદાજે 10 દિવસ બાદ 16 ડિસેમ્બર 1971ના રોજ મિત્રો વાહિનીએ ઢાકાને પોતાના કબજા હેઠળ લઈ લીધું. જે પછી ઈસ્ટ પાકિસ્તાન આર્મીએ કોઈપણ શરત વગર ભારતીય સૈન્ય સામે સરેન્ડર કર્યું અને આ સાથે બાંગ્લાદેશ આઝાદ થયું.

કેમ થઈ રહી છે ચર્ચા?
- 1971 Indo-Pak વોર પર એક ફિલ્મ બની રહી છે. આ ફિલ્મનું નામ Bhuj: The Pride Of India રાખવામાં આવ્યું છે અને તેની મંગળવારે જ જાહેરાત કરવામાં આવી છે.
- આ ફિલ્મમાં વિંગ કમાન્ડર વિજય કાર્ણિકનો રોલ અજય દેવગન કરતો જોવા મળશે અને ડિરેક્શન અભિષેક દાહિયા કરી રહ્યાં છે. મેકર ભૂષણ કુમારે જણાવ્યું કે, "આ ફિલ્મમાં અજય દેવગન સિવાય અન્ય કોઈ લીડ રોલ કરી શકે નહીં. અમે પહેલા જ ‘દે દે પ્યાર દે’ અને ‘તાનાજી’માં સાથે કામ કરી રહ્યાં છીએ."

આ પ્રકારના વધુ ન્યૂઝ વાંચવા માટે ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ.
X
Ajay Devgan Will Be In Role Of Wing Commander Vijay Karnik In The Film

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી