સુપરસ્ટાર સલમાન કરતા વધુ હતા જીજાજીના નખરા, ‘દબંગ ખાન’ વારંવાર બતાવતો સ્ક્રિપ્ટ અને આયુષ શર્મા દર વખતે પાડતો ના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ સલમાન ખાન પોતાની હોમ પ્રોડક્શન મૂવી ‘લવરાત્રિ’થી જીજા આયુષ શર્માને લૉન્ચ કરવા જઈ રહ્યો છે. સોમવારે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું. આ સમયે સલમાન ખાને કહ્યું હતું કે, તે પોતાના જીજાજીના નખરાથી પરેશાન હતો, કારણ કે ‘લવરાત્રિ’ સાઈન કરતા પહેલા આયુષે 9-10 સ્ક્રિપ્ટ જોઈ હતી અને તે દરવખતે સ્ક્રિપ્ટને રિજેક્ટ કરી દેતો હતો.

 

જીજાજીએ કર્યા સલમાન ખાનના વખાણ


- ટ્રેલર લોન્ચ દરમિયાન આયુષે કહ્યું હતું કે,‘સલમાન મને ઘણીવાર ગાઈડ કરે છે. તેમણે મને 4 વર્ષ ટ્રેનિંગ આપી છે. ઘણીવાર સ્ક્રિપ્ટ રિજેક્ટ કર્યા બાદ તેઓ મને કહેતા હતા કે,"હું તારી ફિલ્મ્સમાં તો એન્ટ્રી કરાવી દઈશ પણ મને ડર છે કે તુ કેમેરાના સામનો કેવી રીતે કરીશ? કારણ કે ત્યાં માત્ર તારે જ કરવાનું છે. હું તેમાં કંઈ નહીં કરી શકું."
- ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘લવરાત્રિ’ 5 ઓક્ટોબરના રીલિઝ થશે. ગુજરાતી બેકગ્રાઉન્ડ પર આધારિત રોમાન્ટિક ડ્રામા ફિલ્મમાં એક લવ સ્ટોરી દેખાડવામાં આવી છે, જેમાં પ્રેમ નવરાત્રિ દરમિયાન ખીલે છે.

 

સલમાને આયુષને આપી હતી આ મહત્વપૂર્ણ સલાહ


- આયુષે સલમાન સમક્ષ ઘણા સમય પહેલા જ એક્ટિંગ ફિલ્ડમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના કારણે સલમાને તેને ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં આસિ. ડિરેક્ટર તરીકે કામ અપાવ્યું હતું.
- એક દિવસ શૂટિંગ બાદ સલમાન રેતીના ડુંગર પર ગયો અને આયુષને બોલાવ્યો હતો. જેવો જ આયુષ ત્યાં ઉપર પહોંચ્યો સલમાને તેને ત્યાંથી ધક્કો માર્યો અને આયુષ પડીને નીચે આવ્યો. સલમાને આમ વધુ બે વાર કર્યું.
- જે પછી આયુષે સલમાનને વારંવાર ધક્કો મારવાનું કારણ પૂછ્યું તો તેણે જણાવ્યું હતું કે, "હું તને એટલે ધક્કો મારી રહ્યો છું જેથી તું પોતાનો બચાવ કરી શકે."
- વાસ્તવમાં સલમાન આયુષને એક્શન સંબંધિત નાની-નાની વાતો સમજાવવા માગતો હતો. સલમાને સાથે જણાવ્યું હતું કે, જો તે પ્રથમવારમાં જ કહી દેતો કે એક્શન સીનમાં શું-શું કરવાનું છે તો કદાચ તે ભૂલી જતો. પરંતુ વારંવાર તેને રિપીટ કરવાથી તે આ વાત ક્યારેય ભૂલશે નહીં.

 

આમિર ખાનની ફિલ્મમાં સાઈડ રોલ માટે અક્ષય કુમારે આપ્યું હતું ઑડિશન, મેકર્સે કર્યો હતો Reject